android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે
calendar_today September 2, 2026

Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે

શિનોર તાલુકાના કુકસ ગામે સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે તેઓના જન્મદિવસ પ્રસંગે ભાદરવા બીજે બે દિવસનો ભવ્ય કાર્યક્રમો તા.13 અને 14ના શ્રીનાયાજી મહારાજ સમક્ષ 56 ભોગ ધરાવાશે અને પારણાંનું આયોજન કરેલ છે. સાથે વિશાળ મેળો ભરાનાર છે.ગુજરાત ભરમાં પ્રખ્યાત ભાદર બીજ ના મેળા નામે ઓળખાતા શિનોર તાલુકાના કુકસ ગામે આવેલા શ્રી નાયાજી મહારાજ મંદિરમાં શ્રી નાયાજી મહારાજના જન્મદિવસ તથા મંદિરના જીર્ણોદ્ધારના પ્રથમ વાર્ષિક મહોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. સંત શ્રી નાયાજી મહારાજના નવીન મંદિરના જીર્ણોદ્ધાર પછીના પ્રથમ વાર્ષિક મોહોત્સવ શ્રી નાયાજી મહારાજના જન્મદિવસે 56 ભોગનો થાળ ધરાવાશે અને જન્મદિવસ નિમિત્તે તેમને પારણામાં ઝુલાવાશે. ભાદરવા સુદ બીજ અને ત્રીજના રોજ ભવ્ય મેળો યોજાશે, આ બે દિવસ આશરે એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરવા આવશે, ત્રણ દિવસના અન્નક્ષેત્ર ભંડારો યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર, વચનામૃતનો ત્રિવેણી સંગમ
calendar_today September 2, 2026

Bodeli: હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર, વચનામૃતનો ત્રિવેણી સંગમ

સમસ્ત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આજનો લ્હાવો લઈજીએ, કાલ કોને દીઠી રે...ની ભાવના સાથે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલીનરેશ ડો. વાગીશ કુમાર મહારાજની મંગલમય ઉપસ્થિતિમાં હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર અને વચનામૃતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વૈષ્ણવ સમાજ દ્વારા ડો. વાગીશ કુમાર મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સજાવટ કરાયેલા હિંડોળામાં પ્રભુને ઝુલાવવામાં આવ્યા હતા તેમજ આરતી કરવામાં આવી હતી. વૈષ્ણવો દ્વારા મહારાજને પણ શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.પવિત્ર એકાદશીની પરંપરા અનુસાર વૈષ્ણવોએ પવિત્રા અંગીકાર કર્યા હતા. આ પ્રસંગે ડો. વાગીશ કુમાર મહારાજે જણાવ્યું હતું કે, આદિ-અનાદિકાળથી ચાલી આવતી પવિત્ર એકાદશીની પરંપરાનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે. તેમણે પવિત્રાના વિવિધ પ્રકારો અંગે માહિતી આપતાં સુતર, રેશમ અને ઝરીના પવિત્રાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું.વૈષ્ણવો દ્વારા હાથોહાથ પવિત્રા અંગીકાર કરવામાં આવ્યા હતા અને સમગ્ર બોડેલી વ્રજભૂમિ જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ વિવિધ કીર્તનોની રમઝટ બોલાવી વૈષ્ણવોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. અંતે ડો. વાગીશકુમાર મહારાજે પૂર્વ પટ્ટીના તમામ વૈષ્ણવ સૃષ્ટિને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત
calendar_today September 2, 2026

Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત

વાઘોડીયા તાલુકાના ફ્લોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવી નગરીમાં રહેતા લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈને વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.વાઘોડીયા તાલુકાના ફલોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવીનગરીમાં રહેતા રહીશોએ આજે એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓની જો વાત કરીએ તો લાઈટ, પાણી, રોડ જેવી સુવિધાઓથી વંચિત છે. તેઓનું કહેવું છે કે પાણી ભરવા માટે નદીએ જઈએ તો મગરનો ડર રહે છે. કામકાજ માટે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું હોય તો દીપડાનો ડર રહે છે. જેને લઈને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળી રહે તે માટે તમામ રહીશોએ એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી તપનભાઈ ત્રિવેદીને લેખિતમાં રજૂઆત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward