android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
calendar_today September 6, 2026

Godhra: પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ગોધરા સ્થિત બી.આર.જી.એફ્. ભવન, જિલ્લા પંચાયત ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી તથા શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે જણાવ્યું હતું કે, બેક ટુ સ્કૂલ અભિયાન હોય, શિષ્યવૃત્તિ કે સરકારની અન્ય યોજનાઓ હોય, શિક્ષકોએ બાળકો સાથે માત્ર એક શિક્ષક તરીકે જ નહીં પરંતુ માતા-પિતા તરીકે રહીને ઉત્કૃષ્ટ કામ કરી છે. તેમણે તમામ શ્રોષ્ઠ શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા. આ ઉપરાંત, પંચમહાલના રઘુભાઈને રાજ્ય કક્ષાએ શ્રોષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ તેમણે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ શિક્ષકોની સમર્પિત સેવાઓને બિરદાવી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય યોગદાન આપનાર તાલુકા કક્ષાના શ્રોષ્ઠ શિક્ષકો તરીકે કિરીટકુમાર રમણભાઈ વરીયા (ઉપશિક્ષક, ચાંપાનેર પ્રા. શાળા, તા. હાલોલ), દક્ષેશકુમાર ભુપેન્દ્રસિંહ પટેલ (આસિ. શિક્ષક, હરિજાંબા પ્રા. શાળા, તા. ગોધરા) અને ચિરાગભાઈ અરવિંદભાઈ વરીઆ (આસિ. શિક્ષક, કાલિયાકુવા પ્રા. શાળા, તા. ગોધરા) તથા જિલ્લાકક્ષાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે પ્રકાશભાઈ સોમાભાઈ રાઠવા (આસિ. શિક્ષક, ખૂંટીયા પ્રા. શાળા, તા. જાંબુઘોડા)ને એવોર્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત સમારોહમાં શ્રોષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થી અને પ્રશંસનીય કામ કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: જ્ઞાનગંગા બાળ સંસ્કાર પ્રકલ્પ નેશનલ ઍવૉર્ડથી સન્માનિત
calendar_today September 6, 2026

Mahisagar: જ્ઞાનગંગા બાળ સંસ્કાર પ્રકલ્પ નેશનલ ઍવૉર્ડથી સન્માનિત

મલેકપુર : મહીસાગર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે મહિસાગર જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને હાલ GCERTના અધિક નિયામક ડૉ. અવનીબા મોરીના નેતૃત્વમાં તૈયાર થયેલ મૂલ્યલક્ષી શિક્ષણનો અનોખા પ્રયોગ મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ બદલ નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન્સ ઇન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન NIEPA સંસ્થા દ્વારા ડૉ. અવનીબા મોરીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગતપ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાને શિક્ષણ સાથે જોડતો નવતર પ્રયોગ તેમજ મહીસાગર જિલ્લાની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, પર્યટન સ્થળો તેમજ શહીદો, લેખકો , લોકબોલી અને તમામ તાલુકાની વિશેષતાની ગૌરવપૂર્ણ ઓળખ વર્ગખંડ સુધી લઈ જતા ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે મહીસાગર જ્ઞાનગંગા પૂરક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું હતુંઆ સફ્ળતાનો શ્રોય સમગ્ર ટીમ વર્કને આપતાં ડૉ. અવનીબા મોરીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ માત્ર મારો નથી, પરંતુ જિલ્લા શિક્ષણ સમિતિ,DIET અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જોડાયેલા લગભગ 70 જેટલા સમર્પિત શિક્ષકોના અથાક મહેનત અને સહિયારા પુરુષાથ્રનું આ સાર્થક પરિણામ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ
calendar_today September 6, 2026

Panchmahal: મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નવ યુવક નવરાત્રી મંડળના યુવાનો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ગરબા રમી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના તાલ અને ગરબાની રમઝટથી મલેકપુરનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. નવ યુવક નવરાત્રી મંડળના યુવાનો દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવના કાર્યક્રમમાં યુવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward