android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: કડુલી મહુડીના તિરંદાજ દ્વારા આર્ચરી ઍસો. ઓફ ઇન્ડિયાના પ્રમુખનું સન્માન
calendar_today September 6, 2026

Chhota Udepur: કડુલી મહુડીના તિરંદાજ દ્વારા આર્ચરી ઍસો. ઓફ ઇન્ડિયાના પ્રમુખનું સન્માન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હ્યુન્ડાઈ વર્લ્ડ પેરા સિરીઝ-2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગત તા. 4 સપ્ટેમ્બરે યોજાયો હતો. વિશ્વકક્ષાની આ પેરા આર્ચરી સ્પર્ધામાં દેશ-વિદેશના પ્રતિભાશાળી તીરંદાજો ભાગ લીધો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામના વતની સંદીપ જયસ્વાલે સમગ્ર ગુજરાત, છોટાઉદેપુર જિલ્લો તેમજ જયસ્વાલ સમાજનું ગૌરવ વધાર્યું છે.સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની પેરા આર્ચરી સ્પર્ધામાં આર્ચરી એસોસિએશન ઓફ્ ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાતનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. દેશ-વિદેશના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જે પ્રસંગે સંદીપ જયસ્વાલને આર્ચરી એસોસિએશન ઓફ્ ઇન્ડિયાના પ્રમુખ તથા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાનું સ્વાગત અને અભિવાદન કરવાનું વિશેષ સન્માન પ્રાપ્ત થયું હતું. અર્જુન મુંડાએ તીરંદાજી ક્ષેત્રે સંદીપ જયસ્વાલ દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવી હતી. નસવાડી તાલુકાના કડુલી મહુડી જેવા ગામમાંથી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સંદીપ જયસ્વાલ આ સિદ્ધિ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. હ્યુન્ડાઈ વર્લ્ડ પેરા સિરીઝ-2026 જેવી વિશ્વસ્તરીય સ્પર્ધાનું ગુજરાતમાં આયોજન થવાથી પેરા આર્ચરીને નવી દિશા અને પ્રોત્સાહન મળશે. દિવ્યાંગ ખેલાડીઓને પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની તક મળશે તથા ગુજરાતમાં પેરા સ્પોર્ટ્સને વધુ વેગ મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: કરજણ નગર પાલિકા દ્વારા સેવા સેતુમાં લાભાર્થી ઊમટયાં
calendar_today September 6, 2026

Vadodara: કરજણ નગર પાલિકા દ્વારા સેવા સેતુમાં લાભાર્થી ઊમટયાં

નાગરિકોને વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓની સેવાઓ અને લાભો સરળતાથી, પારદર્શક રીતે તથા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો.આયોજિત સેવાસેતુ કેમ્પ દરમિયાન માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના, ક્કપૂર્ણાક્ર યોજના, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, નિરાધાર સહાય યોજના, આભા કાર્ડ, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ તથા નમોશ્રી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત જરૂરી સેવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત PMJAY તથા PMMY યોજના, આધાર કાર્ડ અને રાશનકાર્ડમાં સુધારા-વધારા તેમજ નાણાકીય સાક્ષરતા સંબંધિત સેવાઓ પણ કેમ્પના માધ્યમથી ઉપલબ્ધ કરાવાઇ હતી. વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળી રહેતાં નાગરિકોના સમય શક્તિ અને આર્થિક નાણાંની બચત થઈ હતી. સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહી હતી. સેવાસેતુ કેમ્પની વિશેષ સિદ્ધિરૂપે આવાસ યોજનાના કુલ 25 લાભાર્થીને એલોટમેન્ટ લેટર એનાયત કરાયા હતા. કેમ્પમાં મામલતદાર છાયાબેન પઢિયાર, મુખ્ય અધિકારી એમ. એ. સોલંકી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા. અધિકારીઓ દ્વારા કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: જન. હૉસ્પિટલમાં બેડને બદલે જમીન ઉપર અપાતી સારવાર
calendar_today September 6, 2026

Chhota Udepur: જન. હૉસ્પિટલમાં બેડને બદલે જમીન ઉપર અપાતી સારવાર

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાંથી શરમજનક અને ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને બેડ ન મળતા જમીન પર જ સૂઈને સારવાર લેવાની ફરજ પડી છે. ગામેગામથી આશા લઈને આવતા ગરીબ દર્દીઓને બેડ વગર જમીન પર સૂવડાવીને બોટલ ચઢાવાઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 200 બેડની હોસ્પિટલ હોવા છતાં દર્દીઓ માટે જગ્યા કેમ નથી ? તેવા સવાલ ઉઠયાં છે.છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના વોર્ડમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓ ઠંડા ફ્લોર (જમીન) પર સૂવા મજબૂર બન્યા છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ બીમારીઓના ઇલાજ માટે આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓને યોગ્ય સગવડ આપવાને બદલે જમીન પર જ પાથરણાં પાથરીને સારવાર અપાય છે. ગંભીર સ્થિતિમાં આવેલ દર્દીઓને જમીન પર સૂવડાવીને જ બોટલ (ગ્લુકોઝ) ચડાવાઇ રહ્યા છે, જે તંત્રના મોટા-મોટા દાવોઓની પોલ ખોલે છે. કહેવા માટે તો આ છોટાઉદેપુર જિલ્લાની 200 બેડની સગવડ ધરાવતી સૌથી મોટી હોસ્પિટલ છે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે દર્દીઓને બેડ કેમ નથી મળી રહ્યા ? શું હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ક્ષમતા કરતાં વધી ગઈ છે ? અથવા ઉપલબ્ધ બેડની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફ્ળ નીવડયું છે ? સિઝનલ બીમારીઓ અને રોગચાળાના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી રોજના સંકડો દર્દીઓ અહીં આવે છે. પરંતુ 200 બેડની હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળતા દર્દીઓ અને તેમના સગાં-સંબંધિઓ ભારે રોષ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયાના બજેટ અને અત્યાંધુનિક સુવિધાના દાવો કરે છે, પરંતુ છોટાઉદેપુરની આ હોસ્પિટલના દ્રશ્યો વાસ્તવિકતા કંઈક જુદી જ બતાવે છે. વીડિયો વાઇરલ થયા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward