android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી
calendar_today September 6, 2026

Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી

જરોદ : વાઘોડીયા તાલુકાનાં જરોદ ગામે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષ મુજબ, જન્માષ્ટમીએ (ગોકુળ આઠમ) મેળો ભરાયો હતો. જેમાં જનમેદની ઊમટી હતી. જરોદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે દ્વારકાધીશ મંદિર, રણછોડજી મંદિરમાં જન્માષ્ઠમી નિમિતે ધાર્મિક પ્રોગ્રામ યોજાયાં હતાં. તેમજ રાત્રે 12 વાગ્યે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે સવારે ડૉ. પ્રવિણ પાઠક દ્વારા ગામના જાગનાથ મહાદેવથી શણગારેલી પાલખીમાં શંકર ભગવાનનું મુખારવિંદ મૂકી ગામમા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી સોસાયટીમાં રણછોડજી મંદિર ખાતે મટકી ફોડવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર
calendar_today September 6, 2026

Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર

ડભોઇ : ડભોઇ તાલુકાના કનાયડા ગામે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ કમિટી તથા કનાયડા યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલા અને પુરુષો સહિત 200 જેટલા દાતાએ બ્લડનું દાન કર્યું હતું. કેમ્પનું આયોજન સુફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ કલ્લાશરીફ્ની પ્રેરણાથી અને ખલીફાએ સુફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબની દુવાથી મોહમ્મદ પૈગંમ્બર સાહેબના 15001માં જન્મદિન પ્રસંગે ડૉ. કનાયડા ગામે કેમ્પમાં સૈયદ મોઈન અલી બાવા તેમજ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખની ઉપસ્થિતિમાં કનાયડા પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા 200 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. કનાયડાના રાજ કાલુભાઈ તથા પઠાણ ઉર્વશભાઈ અને રાજ અનવરભાઈ વગેરે કેમ્પને સફ્ળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: જન્માષ્ટમી નિમિત્તે મલેકપુરના હનુમાનજી મંદિરમાં મેળો યોજાયો
calendar_today September 6, 2026

Mahisagar: જન્માષ્ટમી નિમિત્તે મલેકપુરના હનુમાનજી મંદિરમાં મેળો યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરમાં આવે હનુમાનજીના મંદિરે જન્માષ્ટમી અને શ્રાવણના છેલ્લા શનિવારે મેળો યોજાયો હતો.લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર પંથકમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરોમાં ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે અનેક સ્થળોએ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દરમિયાન, મલેકપુરના સ્વયંભૂ હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે પરંપરાગત મેળો યોજાયો હતો. મેળામાં મલેકપુર સહિત આસપાસના ગામો તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. અનેક ભક્તો ભજન-કીર્તન સાથે મંદિરે પધાર્યા હતા અને હનુમાનજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.મેળાને લઈને મંદિર પરિસર તેમજ મલેકપુર હાઈવે આસપાસ ભારે ચહલપહલ જોવા મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward