Godhra: માર્ગ ઉપરના ખાડા માજી તાલુકા પ્રમુખે સ્વ-ખર્ચે પુરાવતા રાહત થઇ
ઘોઘંબા તાલુકાના સિમલીયા ગામના અગ્રણી તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણે માનવતા અને જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં સિમલીયા-ગોધરા વાયા મીરાંપુરી, તાજપુર-છીપા માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓ સ્વયં પોતાના માણસો મારફ્તે પુરાવ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં એસ.ટી. બસોના ચાલકો, વાહનચાલકો, વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી માર્ગની સ્થિતિ વધુ જોખમી બની હતી અને અકસ્માતની પણ સંભાવના ઊભી થતી હતી. માર્ગની સમસ્યા અંગે જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર ખાડાઓનું સમારકામ ન થતાં સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી હતી. આવી પરિસ્થિતિમાં નટવરસિંહ ચૌહાણે તંત્રની રાહ જોયા વિના સ્વયં પહેલ કરીને પોતાના માણસો દ્વારા માર્ગના ખાડાઓ પુરાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમની આ કામગીરીથી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને તાત્કાલિક રાહત મળી છે. જનસમસ્યાને માત્ર રજૂઆત સુધી સીમિત ન રાખી, તેનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરીને નટવરસિંહ ચૌહાણે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward