Morbiના મોટા દહિસરા ગામેથી ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરી કેસમાં 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહિસરા ગામેથી ગતકાલે એલસીબી (LCB) પોલીસે મોટો દરોડો પાડીને નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં મોરબી એલસીબી પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કરેલી રજૂઆતોને માન્ય રાખી કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.રૂ.20.75 લાખનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન મોરબી એલસીબી પોલીસ દ્વારા સ્થળ પરથી 600 લીટર જેટલું જોખમી કેમિકલ, રૂ.6.50 લાખની રોકડ રકમ, એક કાર તેમજ દારૂ બનાવવાની સામગ્રી સહિત કુલ રૂ.20.75 લાખનો કિંમતી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં કેમિકલના મિશ્રણથી નકલી દારૂ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું ગેરકાયદે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.મુખ્ય આરોપીની શોધખોળ અને પોલીસ તપાસ તેજ આ મામલે 5 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, પરંતુ આ સમગ્ર નકલી દારૂની ફેક્ટરી ચલાવનાર મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. મોરબી પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને નકલી દારૂ ક્યાં-ક્યાં વેચવામાં આવતો હતો તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward