android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા
calendar_today September 8, 2026

ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના વ્યકત કરવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયાબજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે મહાદેવજીને બિલ્વાર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાનું માનવામાં આવે છે.શ્રધ્ધાળુઓ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરી સુખ-શાંતિ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રસંગે મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજે વદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીની પૂજા-અર્ચના કરાવી હતી. શ્રદ્ધાભેર બિલ્વાર્પણ કરી વિશ્વના કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ, શ્રી પરશુરામ સંગઠન ભરૂ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, હેમલ દવે, ધર્મેશ ભટ્ટ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા, પિયુષભાઈ વીણ સહિત સંગઠન તથા ટ્રસ્ટના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપુર્વક મહાદેવજીની બિલ્વપૂજાનો લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા
calendar_today September 8, 2026

સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા

સગાઇ રેન્જમાં વનવિભાગના પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે સાગી લાકડા કાપીને બોલેરો પીકઅપમાં લઇ જવાતો રૂા.1,32,697ના જથ્થા સાથે બે ઇસમની પોલીસે વનવિભાગે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.સગાઈ રેન્જના RFO જે.એ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વનવિભાગના સ્ટાફ્ દ્વારા તા. 2-9-26ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીને આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પીકઅપ ગાડી નં.GJ-19-Y-0318નો પીછો કરી તેને રોકી હતી. જેમાં તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-28, કુલ 2.170 ઘનમીટર જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા સાગી લાકડાંની અંદાજિત કિં. રૂા.1,32,697 હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગના સ્ટાફ્ દ્વારા લાકડાના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાહન પણ જપ્ત કરાયું હતું. આ મામલે વાહનચાલક સોમા સોનજી વસાવા, (રહે. કનબુડી, તા. દેડિયાપાડા) તેમજ તપાસ દરમિયાન મળેલ ખાનસીંગ નગરીયા વસાવા, (રહે. નાની સીંગલોટી, તા. દેડિયાપાડા) સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. જપ્ત કરાયેલા સાગી લાકડાની કિં. રૂ.1,32,697 તથા બોલેરો પીકઅપ વાહનની કિં. રૂ. 4,50,000 મળી કુલ રૂ. 5,82,697નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જંગલ સંપત્તિની હેરાફેરી ઝડપાતા હવે સમગ્ર મામલે વધુ તપાસ જરૂરી બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા
calendar_today September 8, 2026

આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ત્રિચી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી પાડી ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.ગત 31 ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલી બેંક ઓફ્ બરોડામાંથી એક નાગરિક રૂ. 1 લાખ રોકડા ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂકીને ચૌટા બજાર ગયા હતા. ત્યાં અજાણ્યા ચોરે ડેકી તોડી રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી થેલીની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે અંકલેશ્વરથી પલસાણા સુધીના 400 જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશને માત્ર તમિલ ભાષા જ આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગબેંક અને ભીડભાડવાળા બજારો પાસે પાર્ક કરેલા વાહનોની રેકી કરતી હતી. ત્યારબાદ વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે તમારા પૈસા નીચે પડી ગયા છે, અથવા ગાડીમાંથી ઓઈલ લીક થાય છે, જેવી અફ્વાઓ ફેલાવી ધ્યાન ભટકાવતા અને વાહનની ડેકી કે કાચ તોડી રોકડ અને સામાન ચોરીને ફરાર થઈ જતા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward