ખાનગી મેળામાં ચાલુ રાઇડે ટેકનિકલ ખામી : બ્રેક ડાન્સ રાઇડની પીન તૂટી
ગોંડલમાં વછેરાનાં વાડામાં ચાલી રહેલા આઇકોનિક પ્રાઇવેટ મેળામાં ગઈકાલે રાત્રે એક મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી ગઈ હતી. મેળામાં લોકોની ભીડ વચ્ચે 'બ્રેક ડાન્સ' રાઇડ ચાલુ હતી, ત્યારે અચાનક તેમાં ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફ્રીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાઇડને તાત્કાલિક રોકી દેવામાં આવતા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાઓ થવા પામી નથી. બ્રેક ડાન્સ રાઇડ જ્યારે પૂરઝડપે ચાલુ હતી ત્યારે તેની મુખ્ય કોટર પિન અચાનક તૂટી ગઈ હતી. રાઇડના સંચાલકના જણાવ્યા મુજબ, પિન તૂટવાથી રાઇડના નીચેના ભાગમાં આવેલું ચેકનટ ખૂલી ગયું હતું, જેના કારણે રાઇડના ફ્લોરનું પતરું થોડું ઊંચું થઈ ગયું હતું અને ટ્રોલી નીચે બેસી ગઈ હતી. ખામી ધ્યાનમાં આવતા જ રાઇડ ઓપરેટરે તરત જ મશીન બંધ કરી દીધું હતું, જેથી રાઇડમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ટીમ સાથે મેળામાં દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મેળામાં આવેલી એક બ્રેક ડાન્સ રાઇડમાં ટેકનિકલ ખામી થતાં નીચેનું પતરું ઊંચું થઈ ગયું હતું. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને નાની ઈજા પણ થઈ નથી. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રાઇડ સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી છે. અમે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને ટેકનિકલ ચકાસણી બાદ જ આગળનો નિર્ણય લેવાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward