android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
તાપી જિલ્લાની શાળાઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી
calendar_today September 7, 2026

તાપી જિલ્લાની શાળાઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી

વ્યારા : તાપી જિલ્લાની કેટલીક શાળાઓમાં ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની આસ્થાભેર તથા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. માસૂમ બાળકો શ્રીકૃષ્ણ તથા ગોપીઓની વેશભૂષામાં શાળાઓમાં આવતા વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. તાપી જિલ્લામાં શુક્રવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી થાય તે પૂર્વે આજરોજ કેટલીક શાળાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નિઝરની લેટ પી.એમ.પટેલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ, રાધા અને ગોપીઓની વેશભૂષા ધારણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મની સુંદર ઝાંખી, દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ચેરમેન દેવરામભાઇ પટેલ, આચાર્ય શીતલ શર્મા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સુંદર રીતે કાર્યક્રમ રજૂ કર્યો હતો. જિલ્લાની અન્ય શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી નો નાદ ગુંજી ઉઠયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બારડોલી BABS હાઈસ્કૂલની બે
calendar_today September 7, 2026

બારડોલી BABS હાઈસ્કૂલની બે

વિદ્યાર્થિની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકીબારડોલીની બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીઓએ એમ.કે. પટેલ પ્રા.શા. મઢી મુકામે યોજાયેલી જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ.ની અંડર-14, અંડર-17 તેમજ અંડર-19 ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હેન્ડબોલ સ્પર્ધામાં સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર-19 માં બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ સુપ્રિયા રાઘવેન્દ્ર સિંહ અને આંચલ રત્નાકર મિશ્રા વિજેતા બની હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓને તાલીમ આપનાર હિંમાશું આર. પારેખ, ડો. રૂમિતભાઈ શાહને બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ચેરમેન હસમુખભાઈ એમ. પટેલ ડો. વ્યોમ બી. પાઠક તથા તમામહોદ્દેદારો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોHandball, Students, School, Bardoli

Read Full Story arrow_forward
સોનવાડામાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે સ્થાનિકોનું જીવવું દોહ્યલું થઇ ગયું
calendar_today September 7, 2026

સોનવાડામાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે સ્થાનિકોનું જીવવું દોહ્યલું થઇ ગયું

વલસાડહાઇવે ઉપર વાહનચાલકો માટે વિઝિબિલિટીની સમસ્યા સર્જાઇ રહી છે. ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર ફોન કરવા છતાં કોઇ કામગીરી નહીં કરતા આખરે ગામના સરપંચે ગ્રામજનો સાથે મળીને સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.તાજેતરમાં અતુલ વિસ્તારના રહીશોએ અતુલ ફર્સ્ટ ગેટ ઓવરબ્રિજ પર ધૂળની ડમરીઓ સતત ઉડી રહી હોવાથી લોકો અસ્થમા, ખાંસી-શરદી જેવા રોગોનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. હવે વલસાડના જ સોનવાડા ગામના સરપંચ સુરેશભાઇ ધીરૂભાઇ પટેલની આગેવાનીમાં ગામના રહીશોએ કલેક્ટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સોનવાડા ગામે હાઇવે પર સ્થિત ઓવરબ્રિજના બંને તરફના રસ્તા પર દર વર્ષે મોટા ખાડા પડી જવાથી લોકો અકસ્માતનો ભોગ બનતા આવ્યા છે. આ ખાડામાં નાંખવામાં આવતી માટી તેમજ જી.એસ.બી. જેવી કાચી સામગ્રીના ઉપયોગને કારણે વાહનોના ટાયરો ફરવાથી ધૂળના ગોટે-ગોટા ઉડીને ગ્રામજનોના ઘરોમાં જાય છે. જેને કારણે ગ્રામજનો બીમારીનો ભોગ બની રહ્યા છે. જે બાબતે ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર જાણ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ આપતા નથી. સરપંચે આ બાબતને ધ્યાનમાં લઇ જરૂરી પગલાં લેવા તથા લોકોને બીમાર પડતા અટકાવવા કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward