android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઓલિમ્પિક્સના સપના વચ્ચે નિકોલ રમત કેન્દ્ર કચરાનું ધામ બન્યું
calendar_today September 7, 2026

ઓલિમ્પિક્સના સપના વચ્ચે નિકોલ રમત કેન્દ્ર કચરાનું ધામ બન્યું

જ્યારે આખું દેશ ઓલિમ્પિકમાં મેડલ લાવવાના સપના જોઈ રહ્યું છે અને રાજ્ય સરકાર તરફ ખેલો ગુજરાત અને ભવ્ય ઓલિમ્પિક્સના સપના બતાવી રહી છે, ત્યારે અમદાવાદનું નિકોલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર તંત્રની ઘોર લાપરવાહીનું જીવતું-જાગતું ઉદાહરણ બની ગયું છે. બોર્ડ પર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનું નામ મોટા અક્ષરે ચમકે છે, પરંતુ અંદર તાલીમના નામે મીંડું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અદ્યતન ક્લાઈમ્બિંગ વોલ અને મોંઘા સાધનો સડી રહ્યા છે. મેદાનમાં રમતવીરોને બદલે બાવળ, ઘાસ અને ખાબોચિયાં સામ્રાજ્ય જમાવીને બેઠા છે. નિયુક્ત કોચ મેદાન પર પરસેવો પાડવાને બદલે એસી ચેમ્બરમાં આરામ ફરમાવે છે. આ રમત પ્રશિક્ષણ કેન્દ્ર છે કે સરકારી નાણાં અને ખેલાડીઓનાભવિષ્યનો બગાડ તે સ્થાનિકો અને ખેલાડીઓ સવાલ કરી રહ્યા છે.મહત્વનું છે કે આ મેદાન જ્યારથી તૈયાર થયુ ત્યારથી અહીં વ્યવસ્થા, કોચ અને અનેક એક્ટિવિટીને લઈને લોકોએ સરકારને પત્રો લખ્યા છે પરંતુ સરકારને જમીની હકીકત કરતા માત્ર બેનરોમાં ખેલે ગુજરાત દેખાય છે તેમાં જ રસ હોવાનું સામે આવી રહ્યું છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત હસ્તક આવતા આ કોમ્પ્લેક્સમાં કરોડો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે અને ખેલાડીઓ તાલીમ વિના વંચિત રહી રહ્યા છે. લોકોની માંગ છે કે અહીં તમામ પ્રકારની તાલીમ શરુ કરવામાં આવે. મહત્વનું છે કે સ્પોર્ટસ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલા નિકોલ રમત ગમત સંકુલનો મુખ્ય હેતુ આ સંકુલમાં પ્રશિક્ષણ આપવાનું પણ છે પરંતુ અહીં માત્ર ગણતરીને ગેમ્સનું પ્રોત્સાહન આપવામાં આવે છે. બાકી દિવસભર આ સંકુલ ખાલી પડયું રહે છે તેમજ આ સંકુલમાં આવેલા મોટા મેદાનમાં ઘાસ ઉગી નિકળ્યું છે છતાં ઓથોરેટી દ્વારા મેદાનને સાફ કરવામાં આવતુ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કુબેરનગરમાં તૂટેલા ફૂટપાથ પર તંત્રએ કપચી નાંખી સંતોષ માન્યો
calendar_today September 7, 2026

કુબેરનગરમાં તૂટેલા ફૂટપાથ પર તંત્રએ કપચી નાંખી સંતોષ માન્યો

શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા રામ દરબાર ગલી, ભાગ્યોદય સોસાયટી બંગલો ખાતે રોડ-રસ્તા અને ગટરના કામમાં કરાયેલી વેઠના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલાં ગટરના ઢાંકણાં તો બદલવામાં આવ્યા હતા, પરંતુ ખાડા યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપર-ઉપરથી માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું. હલકી ગુણવત્તાવાળા કામના કારણે થોડા જ દિવસોમાં માટી બેસી ગઈ છે અને સ્થિતિ વણસીને જેસે થે થઈ ગઈ છે.મહત્વનું છે કે બંગલોઝના મકાનના મુખ્ય ગેટની બિલકુલ સામે જ એક મોટો ખાડો પડી ગયો છે. આ માર્ગ પરથી દરરોજ નાના-મોટાં અને ભારે વાહનો પસાર થતાં હોવાથી સ્થાનિક રહીશોમાં સતત ભયનો માહોલ છે. ગેટમાંથી બહાર નીકળતી વખતે કે પગપાળા ચાલતી વખતે ખાડામાં ખાબકવાનો અને અકસ્માત સર્જાવાનો ડર ચોવીસેય કલાક સતાવી રહ્યો છે.સ્થાનિક રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર અવારનવાર ઓનલાઇન ફરિયાદો નોંધાવવામાં આવી છે. તેમ છતાં, પાલિકા તંત્ર કે સંબંધિત અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર કાગળ પર કામગીરીબતાવીને રહીશોની સુરક્ષાને નેવે મૂકી દેવામાં આવી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રામોલ તળાવડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવાતું હોવાની આશંકાથી ભારે દુર્ગંધ
calendar_today September 7, 2026

રામોલ તળાવડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવાતું હોવાની આશંકાથી ભારે દુર્ગંધ

રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી ઐતિહાસિક રામોલ ગામની તળાવડી હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને પ્રદૂષણનો ભોગ બની છે. રામોલ ગામ તરફ જતાં માર્ગ પર આવેલી આ તળાવડી છેલ્લા પખવાડિયાથી લીલના લીલા પડથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. તળાવમાં ચારે તરફ્ સપાટી પર માત્ર લીલનું જ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.ચોમાસાની ઋતુ હોવાથી એક તરફ વરસાદી પાણીની આવક થઈ રહી છે, તો બીજી તરફ તળાવના દૂષિત પાણીમાંથી આવતી દુર્ગંધે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપ મુજબ, તળાવની આસપાસ આવેલા કેટલાક ઔદ્યોગિક એકમો અને કારખાનાઓ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રોસેસ વગરનું ઝેરી અને દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી સીધું જ આ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. ચોમાસામાં આ દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોની માંગ છે કે તળાવની સપાટી પર જામી ગયેલી જાડી લીલ અને એકઠો થયેલો કચરો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. તેમજ તળાવમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડતા કારખાનાઓની તપાસ કરી જવાબદારો સામે સખત કાનૂની પગલા ભરવામાં આવે. સાથે જ તળાવડીનું બ્યુટીફ્કિેશન કરી તેને પ્રદૂષણમુક્ત રાખવા માટે યોગ્ય વિઝિલન્સ ગોઠવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward