android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વૃક્ષારોપણનો સંદેશ આપતું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બન્યું
calendar_today September 7, 2026

વૃક્ષારોપણનો સંદેશ આપતું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બન્યું

નિકોલ વિસ્તારમાં આવેલા વ્યસ્ત રસપાન ક્રોસ રોડ પર મૂકવામાં આવેલું એક સુંદર સોનેરી સ્ટેચ્યુ હાલમાં સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. આ સર્કલ પર સ્થાપિત શિલ્પમાં એક બાળકી પાવડો લઈને છોડ રોપતી અને એક બાળક ઝારી વડે તે છોડને પાણી પાતો નજરે પડે છે. કલાત્મક રીતે કંડારેલું આ મૂર્તિશિલ્પ માત્ર ચાર રસ્તાની સુંદરતા વધારતું નથી, પરંતુ સમાજને વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોનો મહત્વપૂર્ણ અને સકારાત્મક સંદેશ આપે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બનાસકાંઠામાં બટાકાએ ખેડૂતોને રડાવ્યા, ન મૂડી આવી કે ન કોલ્ડ સ્ટોરેજનું ભાડું નીકળ્યું
calendar_today September 7, 2026

બનાસકાંઠામાં બટાકાએ ખેડૂતોને રડાવ્યા, ન મૂડી આવી કે ન કોલ્ડ સ્ટોરેજનું ભાડું નીકળ્યું

બનાસકાંઠામાં ચાલુ સાલે બટાકામાં આર્થિક મંદીના કારણે ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ રહ્યા છે. હાલમાં ખેડૂતોને બટાકામાં મૂડી તો શું કોલ્ડ સ્ટોરેજના ભાડા પણ આવતા નથી તેના કારણે ખેડૂતો લાચાર બની ગયા છે. સૌથી મોંધી અને ખર્ચાળ જે બટાકાની ખેતી ગણાય છે ગુજરાતમાં 8 કરોડ કટ્ટાનું ઉત્પાદન દર વર્ષે થાય છે જેમાંથી 50 ટકા બટાકા પ્રોસેસીંગમાં અને 50 ટકા રાશનમાં એટલે કે માર્કેટમાં ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ચાલુ સાલે ચાર કરોડ કટ્ટામાં ખેડૂતોને હાલમાં મૂડીની જગ્યાએ કટ્ટા દીઠ રૂ.200 નું નુકસાન આવી રહ્યું છે. આ ખેડૂતો ન કોઈને કહી શકે કે ન સહી શકે તેવી વિકટ સ્થિતિ પેદા થઈ છે. હાલમાં ડીસા પંથક સહિત બનાસકાંઠા અને ગુજરાતમાં થઈને ખેડૂતોને મૂડીમાં રૂ.700 કરોડનું નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલમાં એક તરફ વરસાદ ખેંચાતા ચોમાસુ પાકમાં પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ચોમાસુ પાક હાલ નિષ્ફળ જઈ રહ્યું છે. બીજી તરફ વરસાદ ના થતા શિયાળામાં પણ વાવેતર કરવાના ખેડૂતોને ફાંફા પડી જશે તેવી સ્થિતિ પેદા થઈ છે.ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેને એક માસ સુધી વીતી ગયું છતાં સરકારે હજુ સુધી આ બાબતે કશું જ વિચારણા થઈ નથી. જેથી ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર કટ્ટા દીઠ સહાય જાહેર કરીઅને અમોને મદદરૂપ થાય તો કોલ્ડ સ્ટોરેજના ભાડા અને મજૂરીમાં અમને રાહત મળી શકે તે પણ સરકાર હવે તાત્કાલિક ધોરણે સ્ટોરેજમાં પડેલા બટાકાનું સર્વે હાથ ધરી અને આ સહાય ચૂકવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
લોકમેળામાં 10 જગ્યાએથી 110 કિલોગ્રામ અખાદ્ય વાનગીઓ જપ્ત કરતું મનપાનું તંત્ર
calendar_today September 7, 2026

લોકમેળામાં 10 જગ્યાએથી 110 કિલોગ્રામ અખાદ્ય વાનગીઓ જપ્ત કરતું મનપાનું તંત્ર

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફ્ડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસી, ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચી ખાદ્યસામગ્રી મળી આવતા કુલ 10 સ્ટીલના સ્થળોએથી આશરે 110 કિલો જેટલો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલા જથ્થામાં ચીટસ, ખીચડી, છોલેચણા, શાકભાજી, નૂડલ્સ, ખમણ, મંચુરિયન, બ્રેડ, પાવ, વટાણા, લીંબુ, ડુંગળી, ટમેટા, તરબૂચ, અનાનસ, ચણા-બટેટા વગેરે ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. લોકમેળા માં કેટલાક સ્થળો એ સતત ત્રીજા દિવસે વાસી અખાદ્ય પદાર્થ કબ્જે થયો છે. જેમા દુધેશ્વર સખી મંડળના કનૈયા ફરસાણમાથી 3 કિલો બટેટા અને પાવ, રવિરાજ પાવભાજીમાંથી 7 કિલો બટેટા, ભાજી શાક, ડુંગળી-ટમેટા, પટેલ પાવભાજીમાંથી 2 કિલો નુડલ્સ અને મંચુરીયન, ચામુંડા પાવભાજીમાંથી 2 કિલો બાફેલા બટેટા, ચામુંડા કેટરર્સમાંથી 10 કિલો ભાત, સલાડ, શાક અને લોટ, આશાપુરા ફૂડ ફેસ્ટીવલમાંથી 40 કિલો બીરીયાની, ખમણ, ટમેટા, નુડલ્સ, લોટ, ભાત બટેટા અને પંજાબી શાક, જલ્યાણ ફૂડ ફેસ્ટીવલમાંથી 10 કિલો શાકભાજી, ડુંગળી, રીંગણા, અને 6 કિલો ચીપ્સ અને પાવભાજી, રાજધાની ભુંગળા બટેટામાથી 10 કિલો બાફેલા બટેટા અને રજવાડી પાવભાજીમાંથી મંચુરીયન, રાજધાની ફૂટ ડીસમાંથી 5 કિલો તરબુચ, અનાનસ, ચણાબટેટા, પાવ અને રામ ઔર શ્યામ ગોલા અને ફૂટ ડીસમાંથી 15 કિલો તરબુચ, બેટાઅને પાવ સહિત કુલ 110 કિલો વાસી ખોરાકનો જથ્થો કબ્જે કરી નાશ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward