Godhra: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઇ
ગોધરા : વિશ્વ હિન્દુ પરિષદ ગૌ-ધરા (ગોધરા) આયોજિત આ ભવ્ય કાવડયાત્રા શહેરના લાલબાગ ટેકરી મંદિરથી છબનપુર કામનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી.મોટી સંખ્યામાં શિવભક્તો કાવડમાં જળ ભરી છબનપુર કામનાથ મહાદેવ મંદિરે મહાદેવજીને જળાભિષેક કર્યો હતો. મહત્વની વાત એ હતી કે આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા.ગોધરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં શિવરસ અને શિવભક્તિનો ભક્તિસભર માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ ગૌ ધરા દ્વારા રવિવારે કાવડયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અને ભવ્ય કાવડયાત્રા ગોધરા શહેરના લાલબાગ ટેકરી મંદિર થી છબનપુર કામનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ સહિત શિવભક્તો જોડાયા હતા અને કાવડમાં જળ ભરી છબનપુર કામનાથ મહાદેવ મંદિરે મહાદેવ ને જળાભિષેક કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward