android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ
calendar_today September 9, 2026

Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ

અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગણેશ મંડળો પણ માટીનું મૂર્તિ તરફ્ વળતા તેની માંગના વધારો થયો છે.દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરીઓ આપી રહ્યા છે.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ્ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ્ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.આ મૂર્તિકારો દ્વારા બે ફૂટ થી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેને ખરીદવા માટે ભરૂચ,કીમ વાલીયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંડળો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. મૂર્તિકાર ધનંજય મંડલના જણાવ્યા અનુસાર આજથી 30 વર્ષ પૂર્વે માટીની મૂર્તિ માંડ 10 જેટલી વેચતી હતી પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવતા તેનીમાંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેમના દ્વારા માટી,બાબું, વાંસ સહિત કુદરતી વસ્તુઓમાંથી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.મોંઘવારીની અસર મૂર્તિ નિર્માણના કાર્યમાં પણ જોવા મળી રહી છે તેઓ દ્વારા રૂ.4 હજારથી લઈ 30 થી 35 હજાર સુધીની માટીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: દિવસે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, સમી સાંજે વરસાદી ઝાપટુ
calendar_today September 9, 2026

Surendranagar: દિવસે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, સમી સાંજે વરસાદી ઝાપટુ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદનો વિરામ રહ્યો હતો. ત્યારે બુધવારે સાંજે 22 દિવસ બાદ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 12મી સપ્ટેમ્બરથી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં તાપમાનનો મહત્તમ પારો 35 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ચોપડે ગત તા. 18મી ઓગસ્ટના વરસાદ નોંધાયો હતો. ત્યારબાદથી મેઘરાજાના રીસામણા થયા હતા. ત્યારે 22 દિવસ બાદ બુધવારે સાંજે 7 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પવન સાથે વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ. વરસાદના લીધે રસ્તાઓ ભીના થયા હતા. છેલ્લા થોડા દિવસોથી વરસાદના વિરામ વચ્ચે જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. જેમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યુ છે. તા. 8મીએ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી રહ્યુ હતુ. જયારે તા. 9મીને બુધવારે મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી નોધાયુ છે. જયારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 12મી સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ વરસી શકે તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો દુકાનમાંથી રૂા.15 લાખ ભરેલી બેગ ઉઠાવી ગયો
calendar_today September 9, 2026

Bharuch: ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો દુકાનમાંથી રૂા.15 લાખ ભરેલી બેગ ઉઠાવી ગયો

ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીકની એક દુકાનમાંથી કોઇ અજાણ્યો ઇસમ રૂપિયા 15 લાખ જેટલી રોકડ રકમ ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.મળતી વિગતો મુજબ રાજપારડી ચાર રસ્તા પર આવેલ પીયુશ જનરલ સ્ટોર નામની બીડી-સિગારેટ,પાન પડીકીની જથ્થાબંધ દુકાનમાંથી આજે સવારે દુકાન ખોલ્યા બાદ ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક અજાણ્યો ઇસમ દુકાનમાંથી રૂપિયા 15 લાખ જેટલી રોકડ રકમ ઉઠાવી ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. દુકાન માલિક ડાહ્યાભાઇ પટેલે આપેલ વિડીઓ નિવેદનમાંથી મળતી વિગતો અનુસાર દુકાનમાલિક સવારે દુકાન ખોલીને દુકાનમાં બીલો ચેક કરતા હતા,તે દરમિયાન એક અજાણ્યો ઇસમ દુકાનમાં આવ્યો હતો અને સિગારેટ જોઇએ છે એમ કહ્યું હતું,દુકાનમાલિકે ગ્રાહકે માંગેલ બ્રાન્ડની સિગારેટ તેમની પાસે નથી એમ જણાવતા તે અજાણ્યો ઇસમ દુકાન બહાર ગયો હતો.ત્યારબાદ ડાહ્યાભાઇ દુકાનનું શટર પાડીને દુકાનના પાછળના ભાગે આવેલ બાથરૂમમાં ગયા હતા,તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે દુકાનમાં રૂપિયા ભરેલ બેગ મુકી હતી તે હતી નહિ,તેથી તેમણે દુકાનના ઉપરના ભાગે તેમના રહેણાંકમાંથી તેમના દિકરા પીયુશને ફોન કરીને બોલાવ્યો હતો. પીયુશ તરત જ દુકાનમાં આવ્યો હતો અને દુકાનના સીસી ટીવી કેમેરા ચેક કરતા જે ઇસમ સિગારેટ લેવા આવ્યો હતો તે કેમેરામાં જણાયો હતો.જેથી દુકાનમાલિક ડાહ્યાભાઇએ ગ્રાહક બનીને આવેલ તે અજાણ્યો ઇસમ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી થઇ હોવાની ઘટના બનતા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો પણ રાજપારડી આવી ગઇ હતી.વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે પોલીસ દ્વારા નાકાબંધી કરીને અજાણ્યા ચોરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આજ પીયુશ જનરલ સ્ટોરમાં એક મહિના અગાઉ રૂપિયા 98 હજારની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હતા,ત્યારબાદ એક મહિના પછી દુકાનમાંથી રૂપિયા 15 લાખની રોકડ રકમ ભરેલ બેગની ઉઠાંતરી થતા એકજ દુકાનને નિશાન બનાવતા અજાણ્યા તસ્કરો સાથે કોઇ જાણભેદુ પણ સંકળાયેલો હોવાની શંકાઓ પણ પ્રબળ બની છે. પોલીસ તપાસ બાદ જ ચોરીની સાચી હકિકત બહાર આવશે એમ હાલના તબક્કે જણાય રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward