Panchmahal News: ગોધરા દાહોદ હાઈવે પરથી દારુ ભરેલો ટ્રક ઝડપાયો, બુટગેલરે પ્લાસ્ટિકના કોથળામાં જથ્થો સંતાડ્યો હતો
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે.ગોધરા-દાહોદ હાઈવે પર આવેલી સંતરોડ ચેકપોસ્ટ નજીક લોકલ ક્રાઈમ બ્રાંચએ નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડીને આંતરરાજ્ય દારૂ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.બાતમીના આધારે LCB પોલીસે સંતરોડ ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી. અન્ય રાજ્યમાંથી આવતા આ ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કુલ 15960 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યોબુટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી કીમિયો અપનાવ્યો હતો.ટ્રકમાં ઉપરના ભાગે બાયોમાસ પ્લેટ્સ ભરેલી હતી જેની નીચે પ્લાસ્ટિકના કોથળામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 15960 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આ વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 58 લાખ આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયોઆ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે ટ્રક,દારૂનો જથ્થો અને અન્ય સામગ્રી મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આંતરરાજ્ય દારૂની ખેપ મારતી ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે આગળની ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો
Read Full Story arrow_forward