android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: વીજ પ્રવાહમાં વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન
calendar_today September 9, 2026

Godhra: વીજ પ્રવાહમાં વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન

ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં વીજ પ્રવાહ વોલ્ટેજમાં વધઘટ થતાં ઉપકરણોને ભારે નુકશાન થયું હતું. જે બાબતે વીજ કંપનીની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં અચાનક જ વીજ પ્રવાહના અર્થીગ વાયર બળી જતાં વોલ્ટેજ વધઘટ થવા થી રહેણાંક મકાનોમાં ફ્ટિ કરાયેલા એસી, વોશિંગ મશીન, કિચન ચીમની સહિતમાં થયું ભારે નુકશાન હતું.સોસાયટીના રહીશોએ વારંવાર રજુઆત બાદ એમજીવીસીએલ દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવતા બેદરકારીના કારણે પરિસ્થિતિ સર્જાઈ હોવાનો રહીશોનો આક્ષેપ પણ કર્યો છે. સોસાયટીમાં 80 ઉપરાંત રહેણાંક મકાન આવેલા છે જે પૈકી મહત્તમ મકાનોમાં વીજ ઉપકરણોમાં નુકશાન થયું છે. બીજી તરફ્ અચાનક મકાનોમાં શોર્ટ સર્કિટ થતાં જ રહીશોમાં દોડધામ મચવા સાથે રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. વીજ ઉપકરણોને મોટાપાયે નુકશાન થયું હોવાની ફરિયાદો કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halol: શ્રીજીની બે આગમન યાત્રા સામસામે આવતાં ભીડ બેકાબૂ બની
calendar_today September 9, 2026

Halol: શ્રીજીની બે આગમન યાત્રા સામસામે આવતાં ભીડ બેકાબૂ બની

હાલોલ નગરમાં ગણેશ મહોત્સવ પૂર્વે શ્રીજીની આગમન યાત્રાઓમાં ભક્તિ અને આસ્થા કરતાં ડી.જેના ઘોંઘાટ, શક્તિપ્રદર્શન અને બેકાબૂ ભીડને લઈને વધુ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે મંગળવારે રાત્રે હાલોલમાં એક આગમન યાત્રામાં મોટા અવાજે વાગતાં ડીજે અને માર્ગો કલાકો સુધી ચક્કાજામ થઈ જતાં, હજારોની ભીડ બેકાબૂ બની હતી, તેમજ સામસામે ચપ્પલો ઉછળતાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.ગઈકાલે મંગળવારે રાત્રે હાલોલ નગરમાં અંદાજે પાંચ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું આગમન થયું હતું, જેમાં ગણેશ મંડળો દ્વારા મોટા ડી.જે સાઉન્ડ સિસ્ટમો મંગાવાયા હતા. જેને લઈને હાલોલ નગર સહિત આજુબાજુના અન્ય તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા. એક સાથે બે ડી.જે સામસામે આવતા બંને વચ્ચે હોડ શરૂ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોતાના ડી.જેને શ્રોષ્ઠ અને સૌથી શક્તિશાળી સાબિત કરવાની હોડમાં હજારોની ભીડ એકઠી થતાં એસ.ટી સ્ટેન્ડથી વડોદરા રોડ તથા કંજરી રોડ સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ભીડ બેકાબૂ બની સામસામે ચપ્પલો ઉછાળતા ભાગદોડ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આસપાસની મિલકતોમાં તોડફોડ શરૂ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એક તબક્કે પોલીસ માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી પડકારરૂપ બની ગઈ હતી. આજે સવારે આ સ્થળેથી બે થી ત્રણ ટ્રેક્ટર ભરાય તેટલા ચપ્પલ જોવા મળ્યા હતા. જેને લઇ પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: બારીયા વનવિસ્તારમાં અત્યારસુધી કુલ 1.92 લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરાયું
calendar_today September 9, 2026

Dahod: બારીયા વનવિસ્તારમાં અત્યારસુધી કુલ 1.92 લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરાયું

દાહોદ જિલ્લામાં 9 તાલુકા આવેલ છે. જે માં બારીયા વનવિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચો.કિ.મી.નો છે. જેમાં ધાનપુર, દાહોદ, ઝાલોદ, ફ્તેપુરા, સંજેલી, ગરબાડા, લીમખેડા અને સીંગવડ આમ કુલ 13 રેન્જ આવેલ છે.વન વિભાગ બારીયા વિસ્તાર માં વર્ષ 2023ના ચોમાસા 10.29 લાખ રોપા જે 1377 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.વર્ષ 2022ના ચોમાસા 14.96 લાખ રોપા જે 2280 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરાયા હતા અને વર્ષ 2021ના ચોમાસા 10.95 લાખ રોપા જે 1791 હેકટર જંગલ ભાગમાં રોપાનું વાવેતર કરાયું હતું. બારીયા વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વન વિભાગ બારીયા ખાતે વર્ષ 2024 -25 માં 36588 રોપા તેમજ વર્ષ વર્ષ 2025 - 26 માં 65632 જયારે વર્ષ 2026 - 27 માં 194419 રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ હોવાની માહિતી મળી છે. કુલ 192000 રોપાનું વાવેતર થયેલ હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આમ વૃક્ષા રોપણ કરી બારીયા વન વિભાગ માં ગાંઢ જંગલ ઉભું થયેલ છે. જે સેટેલાઇટ દ્વારા પણ નિહાળી શકાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward