android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, 'જે થયું તે ખોટું થયું', રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ!
calendar_today September 10, 2026

દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, 'જે થયું તે ખોટું થયું', રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ!

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચારSurat News: લોકોના જીવ સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, પાંડેસરામાં SOGની રેડGandhinagar News : વિધાનસભામાં ‘એનાલૉગ પનીર’નો મુદ્દો ગાજ્યો, કોંગ્રેસ MLAના સવાલ પર આરોગ્ય મંત્રીનો જવાબVande Mataram Controversy: 'જે થયું તે ખોટું થયું', ઇમરાન ખેડાવાલા સામે કોંગ્રેસ કરશે કાર્યવાહીAmreli News: GERIના બે લાંચિયા અધિકારીઓ 21,000 રૂ.ની લાંચ લેતા ઝડપાયાWeather Update : મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ્સ રમવા તૈયાર! 12 થી 15 સપ્ટેમ્બર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહીIndiaમાં ખતરનાક રોગચાળો ફેલાવવાનું મોટું જોખમ! ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે WHOએ આપી ચેતવણીAhmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!Nepal Floods: 130 ટન રાહત સામગ્રી સહિત 54 એક્સપર્ટ મોકલ્યા નેપાળ, પૂરની સ્થિતિમાં ભારતે કરી મોટી મદદUS Midterm Elections: 170 દેશની GDP કરતાં પણ મોટો ખર્ચ, શું આ યોજના અમેરિકાનું દેવું અને ફુગાવામાં કરશે વધારો?Chhattisgarh News: દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, કાકાએ માસૂમ ભત્રીજી સાથે કર્યુ આ કૃત્ય

Read Full Story arrow_forward
Surendranagar SOGએ લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા બોગસ ડોક્ટરની કરી ધરપકડ
calendar_today September 10, 2026

Surendranagar SOGએ લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા બોગસ ડોક્ટરની કરી ધરપકડ

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) ટીમે મેડિકલ ક્ષેત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત છતરીયાળા ગામે કોઈપણ અધિકૃત મેડિકલ ડિગ્રી વિના જ ક્લિનિક ખોલીને બોગસ ડોક્ટર બની દવાનો વેપલો ચલાવતા હિતેશભાઈ પ્રેમજીભાઈ કિહલા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ ગામના નિર્દોષ દર્દીઓના આરોગ્ય અને જીવ સાથે ગંભીર ખિલવાડ કરી રહ્યો હતો.એલોપેથી દવાઓ સહિત રૂ.15,612નો મુદ્દામાલ જપ્ત એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીની અટકાયત કરી હતી. ક્લિનિકની તલાશી લેતા સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓની એલોપેથી દવાઓ, એલોપેથિક ઇન્જેક્શન્સ અને તબીબી સાધનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.15,612ની કિંમતનો તમામ એલોપેથી દવાનો જથ્થો અને સાધનો કબ્જે કરીને કાયદેસરની જપ્તી હાથ ધરી છે.ચુડા પોલીસ મથકે ગુનો નોંધાયો, આગળની કાર્યવાહી શરૂ આ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ અંગે ચુડા પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશ કિહલા વિરુદ્ધ 'મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ'ની કલમ-30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વગર લાયકાતે તબીબી સારવાર આપતા આ બોગસ ડોક્ટરની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે તે કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને તેને દવાનો જથ્થો કોણ સપ્લાય કરતું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : વિદેશ મોકલવાના નામે 79.80 લાખનું ફુલેકું, નકલી વિઝા આપી ‘બંટી-બબલી’એ યુવાનોને ફસાવ્યા
calendar_today September 10, 2026

Anand : વિદેશ મોકલવાના નામે 79.80 લાખનું ફુલેકું, નકલી વિઝા આપી ‘બંટી-બબલી’એ યુવાનોને ફસાવ્યા

આણંદ શહેરના નાવલીવાળા બિલ્ડિંગમાં ‘ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સી’ નામની ઓફિસ ખોલી વિદેશ જવા ઇચ્છુક યુવાનોને UK, દુબઈ અને યુરોપના દેશોમાં મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક ફરિયાદ મુજબ 13 લોકો સાથે રૂ.79.80 લાખની ઠગાઈ કરવામાં આવી છે. મામલો બહાર આવતા ઓફિસ સંચાલક અને તેનો ભાગીદાર ફરાર થઈ ગયા, જ્યારે ફરાર થવાની તૈયારીમાં રહેલી સંચાલકની પત્નીને લોકો દ્વારા ઝડપી પોલીસને સોંપવામાં આવી હતી.પહેલા સર્બિયા, પછી UK... વાયદાઓ બદલાતા ગયાપેટલાદ તાલુકાના સુણાવ ખાતે રહેતા કુંદનબેન યોગેશભાઈ પટેલ વિદેશ જવા ઇચ્છતા હોવાથી સોશિયલ મીડિયા પર ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સીની જાહેરાત જોઈ હતી. ઓફિસમાં હાર્દિક હસમુખ શાહ અને તેની પત્ની અંકિતા શાહનો સંપર્ક કર્યા બાદ સર્બિયા જવા માટે રકમ ભરાવવામાં આવી હતી.4 લાખ પડાવી લેવાયાબાદમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્બિયાનું કામ નહીં થાય તેમ કહી UKના વિઝિટર વિઝા માટે રૂ.14 લાખનો ખર્ચ થશે તેમ જણાવાયું હતું. રૂ.4 લાખ લીધા બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા પૈસા પરત માંગવામાં આવ્યા હતા.ઓફિસને તાળું માર્યું, ત્યારે શંકા વધુ ઘેરી બનીપૈસા પરત મેળવવા કન્સલ્ટન્સીની ઓફિસે ધક્કા ખાતા અન્ય લોકો સાથે પણ ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક શાહ અને તેનો ભાગીદાર નંદકુમાર ઉકાણી ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયા હતા.અંકિતા શાહ ઝડપાઇ ગઇ દરમિયાન અંકિતા શાહ પણ મકાનમાંથી સામાન પેક કરીને ફરાર થવાની તૈયારીમાં હોવાની જાણ થતાં ઠગાઈનો ભોગ બનેલા લોકોએ તેને ઝડપી પોલીસ મથકે પહોંચાડી હતી.નકલી વિઝા અને નોટરી કરારથી કેવી રીતે વિશ્વાસ જીત્યો?પોલીસ તપાસમાં ઠગાઈનો ભોગ બનેલા લોકોને વિશ્વાસમાં લેવા માટે હાર્દિક શાહે આપેલા યુરોપના વિઝા નકલી હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. બીજી તરફ ભાગીદાર નંદકુમાર ઉકાણીએ કેટલાક લોકો સાથે નોટરી કરાર પણ કરી આપ્યા હતા. આણંદ ટાઉન પોલીસે હાર્દિક શાહ, અંકિતા શાહ અને નંદકુમાર ઉકાણી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.79.80 લાખથી વાત હવે 4 કરોડને પાર?દરમિયાન વિદેશ જવાના નામે છેતરાયેલા વધુ લોકો પણ આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા છે. વધુ ફરિયાદો સામે આવતાં ત્રણેય આરોપીઓએ રૂ.4 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હવે પોલીસની તપાસમાં ઠગાઈનો સાચો આંકડો કેટલો બહાર આવે છે તેના પર સૌની નજર છે.  આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward