android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahodમાં સોલાર પેનલના નામે રૂ.19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, સાયબર પોલીસે ફરીદાબાદથી આરોપીને દબોચ્યો
calendar_today September 10, 2026

Dahodમાં સોલાર પેનલના નામે રૂ.19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, સાયબર પોલીસે ફરીદાબાદથી આરોપીને દબોચ્યો

દાહોદના એક વેપારી સાથે સોલાર પેનલના નામે રૂ. 19.94 લાખની મોટી ઓનલાઈન છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાઓએ ઇન્સ્ટાગ્રામ પર સસ્તા ભાવે સોલાર પેનલ આપવાની લોભામણી લાલચ આપીને વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ ઠગબાજોએ બોગસ જીએસટી (GST) નંબર અને ખોટા ઇન્વોઇસ બતાવીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ વેપારીએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હરિયાણાના ફરીદાબાદમાં દરોડોવેપારીની ફરિયાદના આધારે દાહોદ સાયબર પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના તાર હરિયાણા સુધી લંબાતાં પોલીસે ફરીદાબાદ ખાતે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મૂળ દિલ્હીના રહેવાસી એવા આરોપી અમનકુમાર રાજુકુમારની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરના ગુના હેઠળ અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરાઈ હતી.દાહોદ સાયબર પોલીસે પૂરેપૂરી રકમ રૂ.19.94 લાખ રિકવર કરીદાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી દાખવતાં છેતરાયેલા વેપારીના પૂરેપૂરા રૂ. 19,94,175/- રિકવર કરી લીધા છે, જેથી વેપારીએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સાયબર ગુનેગારોમાં ફાળ પડી છે. હાલમાં પોલીસે આ ગુનામાં વપરાયેલા અન્ય બેંક ખાતાઓ અને આ કૌભાંડમાં સામેલ અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Amreliના ખાંભા ગીર પંથકમાં મેઘરાજાનું આગમન, ભાડ ગામે વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદ

Read Full Story arrow_forward
Deesaમાં સ્પોર્ટ્સ ક્લબ પાછળ રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજા સાથે એક મહિલાની ધરપકડ
calendar_today September 10, 2026

Deesaમાં સ્પોર્ટ્સ ક્લબ પાછળ રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજા સાથે એક મહિલાની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે. આ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસની ટીમે બાતમીના આધારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રીનાબેન ઠાકોરના મકાનમાંથી 395 ગ્રામ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ પોલીસે સ્થળ પરથી મળેલા ગાંજાનો જથ્થો જપ્ત કરીને કુલ રૂ.29,750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે રીનાબેન ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહિલા આ ગાંજો ક્યાંથી લાવી હતી અને કોને વેચવાની હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો ડીસા ઉત્તર પોલીસની આ સફળ કામગીરીથી નશીલા પદાર્થોનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ડીસા ઉત્તર પોલીસે એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પોલીસની આકરી કામગીરીની સરાહના થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur : સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, પાણી પીવાના બહાને પહેલા માળેથી છટકી ગયો, પોલીસ દોડતી રહી
calendar_today September 10, 2026

Chhota Udepur : સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, પાણી પીવાના બહાને પહેલા માળેથી છટકી ગયો, પોલીસ દોડતી રહી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટ લેવા માટે આરોપીને સંખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશનના પહેલા માળેથી પાણી પીવા જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.કોર્ટમાંથી પોલીસ સ્ટેશન લવાયો, પણ પછી શું થયું?મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસે આરોપી રાકેશભાઈ પ્રવીણભાઈ તડવીને કોર્ટમાંથી ફિંગરપ્રિન્ટની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લાવ્યો હતો. પોલીસ સ્ટેશનના પહેલા માળે આરોપીએ પાણી પીવા જવાની વાત કરી હતી. આ દરમિયાન તકનો લાભ લઈ તે પોલીસની નજરમાંથી છટકી નાસી ગયો હતો.આરોપી ફરાર થતાં સમગ્ર જિલ્લામાં દોડધામઆરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોપીને શોધવા માટે જિલ્લાભરની પોલીસને દોડતી કરવામાં આવી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં રાકેશભાઈ તડવી હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળે છે.જે આરોપી પર લૂંટનો આરોપ, તે પોલીસ કસ્ટડીમાંથી જ કેવી રીતે છટક્યો?નાસી છૂટેલો આરોપી ગામના ડેપ્યુટી સરપંચ પાસેથી રૂ.2,000ની લૂંટ કર્યાના આરોપમાં પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યો હતો. હવે પોલીસ કસ્ટડીમાંથી જ આરોપી ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.અંતે પોલીસે જ ફરિયાદ નોંધાવીઆરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં તે ઝડપાયો નહીં. અંતે સંખેડા પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સ્ટેશનમાંથી આરોપી કઈ રીતે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓની બેદરકારી હતી કે કેમ?  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward