android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: નાના ભક્તો પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાને લઈને નીકળ્યાં
calendar_today September 9, 2026

Vadodara: નાના ભક્તો પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાને લઈને નીકળ્યાં

14 સપ્ટેમ્બરને સોમવારના રોજથી ગણેશોત્સવનો આરંભ થશે તે પૂર્વે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોને ખર્ચ કરીને આતશાબાજી કરાઇ રહી છે. આવા સમયે શહેરમાં શ્રીજીના નાના ભક્તોએ પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાની આગમનયાત્રા નીકાળી હતી. જેને જોઇને શહેરીજનો ભાવવિભોર થયા હતા.જે વિશે માહિતી આપતા કહાર ધનુષે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અમે સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા પાસે શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે કઇક યૂનિક કરવાનું વિચારતા અમારા બાળ યુવક મંડળના તમામે તમામ સભ્યોએ હાથે બનાવેલા રથ પર શ્રીજીની આગમન યાત્રા નિકાળવાનું નક્કી કર્યું અને જેને અનુસરતા દાંડિયાબજાર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવથી સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા સુધીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નાના સ્પિકરમાં ભજન વગાડી ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવ્યા હતા. યાત્રામાં બાળ ગણેશના કટઆઉટ અને ધર્મધજાએ આકર્ષણ જમાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halol: યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શીર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું
calendar_today September 9, 2026

Halol: યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શીર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું

ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના રાજમાર્ગો પર આકાશી આતશાબાજી સાથે શ્રીજીની આગમન યાત્રા નિકળી રહી છે ત્યારે શહેરના યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શિર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું છે.જે વિશે માહિતી આપતા સોંગના કોરિયોગ્રાફર અને નિર્દેશક કેતુલ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલોલ નજીક આવેલા લકી સ્ટુડિયો ખાતે સેટ તૈયાર કરીને ગીતનું શૂટિંગ કરાયું હતું. જેમાં મૌલિક ચૌહાણ સાથે 25 જેટલા જૂનિયર આર્ટિસ્ટ અને 70 થી વધારે ડાન્સર મળીને 200 લોકોની બે મહિનાની મહેનતના અંતે લેન્સ એન્ડ લાઈટ્સ સ્ટુડિયો નિર્મિત ગણપતિ બાપ્પા મોરિયા સોંગ બન્યું હતું. જેના સેટ ડિઝાઇનર તરીકે હાર્દિક પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રણવ મહંત, શૈલેષ સોલંકી અને જિમિલ શાહે સ્વરબદ્ધ કરાયેલા ગીતને ગાયક સૌમિલ સોલંકીએ અવાજ આપ્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન ઘરોમાં સ્થાપિત બાપ્પાની મૂર્તિઓ તેમજ વિવિધ પંડાળો અને ગણેશ મંડળો માટે આ ગીત વિશેષરૂપે સમર્પિત કરાયું છે. વડોદરાથી શરૂ થયેલી આ કલાત્મક સફર હવે દેશ-વિદેશના તમામ ગુજરાતીઓને ગણેશ ઉત્સવ પર ઝૂમવા માટે મજબૂર કરશે તેવું અમારું માનવું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: માનવીય સ્વભાવ અને આંતરિક વિરોધાભાસને ઉજાગર કરતાં નાટક
calendar_today September 9, 2026

Vadodara: માનવીય સ્વભાવ અને આંતરિક વિરોધાભાસને ઉજાગર કરતાં નાટક

ભારતીય રંગમંચની વિવિધતા અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરતો વડોદરા રાષ્ટ્રીય નાટય મહોત્સવની બીજી એડિશન શહેરમાં યોજાઈ હતી. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ્ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ચાર દિવસીય મહોત્સવમાં જાણીતા અભિનેતાઓ અને રંગકર્મીઓની પ્રસ્તુતિએ નાટયરસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મહોત્સવનું ઉદ્વઘાટન જાણીતા અભિનેતા અને રંગમંચ કલાકાર મકરંદ દેશપાંડેએ કર્યું હતું. તેમના લેખન અને દિગ્દર્શન હેઠળનું મનુષ્ય નાટક પણ રજૂ થયું હતું. માનવીય સ્વભાવ, ઓળખ અને આંતરિક વિરોધાભાસોને કેન્દ્રમાં રાખતા આ નાટકમાં ફ્ડકે નામના પાત્ર દ્વારા એક વ્યક્તિમાં રહેલા વિદૂષક, ફ્લિોસોફર અને સામાન્ય માણસના વિવિધ પાસાં રજૂ કરવામાં આવ્યા હતા.મહોત્સવમાં પુરાને ચાવલ - પુરાની સોચ નહીં, પુરાના તજુર્બા નાટકમાં જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા અને તેમની ટીમે હાસ્ય સાથે જીવનના અનુભવો અને સંબંધોની સમજણ રજૂ કરી હતી. જ્યારે વીર ગોકુલા દ્વારા ઇતિહાસ, શૌર્ય, સાહસ અને બલિદાનની ગાથા રંગમંચ પર જીવંત બની હતી. આ ઉપરાંત મારે ગયે ગુલ્ફમમાં જાણીતા રંગકર્મી રઘુબીર યાદવે માનવીય લાગણીઓ, સંબંધો અને જીવનની જટિલતાઓને અસરકારક અભિનયથી રજૂ કરી હતી. ચાર દિવસીય મહોત્સવમાં આત્મચિંતન, હાસ્ય, માનવીય સંબંધો, ઇતિહાસ અને સંઘર્ષ જેવા વિવિધ વિષયોને આવરી લેતા નાટકો રજૂ થયા હતા. મહોત્સવે વિદ્યાર્થીઓ અને નવા કલાકારોને વ્યાવસાયિક રંગમંચની દુનિયા તથા જીવંત પર્ફોર્મન્સની કળાને નજીકથી સમજવાની તક પણ પૂરી પાડી હતી. પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પારુલ પટેલે જણાવ્યું હતું કે, થિયેટર દર્શકોને એકસાથે લાવવાની સાથે તેમને હસાવે છે, વિચારવા પ્રેરે છે અને પોતાની લાગણીઓ તથા આસપાસની ઘટનાઓ અંગે આત્મચિંતન કરવા દોરી જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward