android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: બાવળાના રજોડા ગામની સીમમાંથી રૂ.13.31 લાખનો દારૂ ઝડપાયો
calendar_today September 9, 2026

Dhandhuka: બાવળાના રજોડા ગામની સીમમાંથી રૂ.13.31 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકમાંથી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રજોડા ગામની સીમમાં અમદાવાદ-રાજકોટ હાઇવે નજીક હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના ખુલ્લા કંપાઉન્ડમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ 259 પેટીઓમાંથી 5,496 બોટલ-ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 13,31,400 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસે દારૂના જથ્થા સાથે આયસર ટ્રક, જ્યુપીટર સ્કૂટર તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 24,46,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દિલીપસિંહ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ સ/ઓ નકુડા લખુમ્બરા અને કીશન રામેન્દ્ર ગુર્જર એમ કુલ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. દરોડાની સમગ્ર કાર્યવાહી એલસીબીના PSI આર.બી. રાઠોડ તથા સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ઈલોરાની શિલ્પકલા અને સ્થાપત્યનો વૈભવ વ્યક્ત કરતી તસવીરો આકર્ષક
calendar_today September 9, 2026

Vadodara: ઈલોરાની શિલ્પકલા અને સ્થાપત્યનો વૈભવ વ્યક્ત કરતી તસવીરો આકર્ષક

સદીઓ જૂની ઈલોરાની ગુફામાં પથ્થરમાંથી કંડારાયેલી શિલ્પકલા આજે પણ પોતાની કલાત્મકતા અને સર્જનાત્મકતાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ જ ઐતિહાસિક અને કલાત્મક વૈભવને કેમેરાના લેન્સથી નવી દ્રષ્ટિ આપતું વિશેષ ફોટોગ્રાફી પ્રદર્શન શૈલવૈભવમ્નું આયોજન 9થી 11 સપ્ટેમ્બર સુધી MSUની ફાઈન આર્ટસ્ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ફોટોગ્રાફી ક્ષેત્રે 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં કલાકાર અને ફોટોગ્રાફર પ્રકાશ લોખંડે દ્વારા ક્લિક કરાયેલી 31 તસવીરો પ્રદર્શિત કરાઈ છે. જેને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રાયોજિત કરાયું છે.જે વિશે પ્રકાશ લોખંડેએ જણાવ્યું હતું કે, ઈલોરાની ગુફાઓ ભારતીય કલા અને સ્થાપત્યની અસાધારણ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. પથ્થરમાંથી કંડારાયેલા શિલ્પો, વિવિધ આકૃતિઓ, સ્થાપત્યની બારીકીઓ અને સદીઓ જૂની ધાર્મિક-સાંસ્કૃતિક અભિવ્યક્તિને મેં કેમેરામાં અલગ અલગ દ્રષ્ટિકોણથી કંડારી છે. મારી તસવીરોમાં માત્ર શિલ્પોની સુંદરતા જ નહીં, પરંતુ પથ્થર પર પડતા પ્રકાશ-છાયાના અદ્વભૂત સંયોજન અને શિલ્પકારોની કલ્પનાશક્તિ પણ જોવા મળે છે.શૈલવૈભવમ્ નામ ઈલોરાની શિલાઓમાં પ્રગટેલા એવા વૈભવને વ્યક્ત કરે છે, જે સદીઓ વીતી ગયા બાદ પણ પોતાની કલાત્મક ઊર્જા જાળવી રાખે છે. તસવીરોના માધ્યમથી દર્શકોને ઈલોરાના શિલ્પોને નજીકથી નિહાળવાની અને તેની પાછળ રહેલી કારીગરી તથા કલાદૃષ્ટિને અનુભવવાની તક મળે છે.પ્રદર્શનનું ઉદ્વઘાટન ફાઈન આર્ટસ્ ફેકલ્ટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડીન પ્રોફેસર દીપક કન્નલ દ્વારા કરવામાં આવ્યું હતું. કલારસિકો સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શનને વિનામૂલ્યે નિહાળી શકશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ગાયના નિઃશબ્દ ભાવોને તસવીરોમાં બોલતાં કર્યાં
calendar_today September 9, 2026

Vadodara: ગાયના નિઃશબ્દ ભાવોને તસવીરોમાં બોલતાં કર્યાં

ગાયના જીવનને માત્ર એક પશુ તરીકે નહીં, પરંતુ કરુણા, મમતા અને સંવેદનાથી ભરેલા જીવંત અસ્તિત્વ તરીકે રજૂ કરતું શહેરના ફોટોગ્રાફર કાલુ ભરવાડનું ફોટોગ્રાફી પ્રદર્શન કલર્સ ઓફ કાઉ'સ્ લાઈફ શીર્ષક હેઠળ તા. 8થી 10 સપ્ટેમ્બરના રોજ કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આઠ ગેલેરીમાં યોજાયું છે. પ્રદર્શન સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે.જે વિશે કાલુ ભરવાડે કહ્યું હતું કે, પ્રદર્શનમાં ગાયના જીવન સાથે જોડાયેલી આશરે 32 તસવીરો રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં ગાયની નિર્દોષતા, તેની આંખોમાં ઝળહળતી લાગણી, વાછરડા પ્રત્યેની મમતા તેમજ માનવ અને ગાય વચ્ચેના નિઃશબ્દ સંબંધને સુંદર રીતે કેદ કરવામાં આવ્યો છે. મેં માત્ર ગાયના બાહ્ય સૌંદર્યને કેમેરામાં ઉતારવાને બદલે તેના જીવનમાં રહેલી સંવેદના અને જીવંતતાને અનુભવીને તસવીરોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.કલર્સ ઓફ કાઉક્રસ્ લાઈફમાં રંગોનો અર્થ માત્ર દ્રશ્યમાન રંગો નથી, પરંતુ કરુણા, મમતા, પ્રેમ, નિર્દોષતા અને સહઅસ્તિત્વના રંગો છે. ગાયની આંખોમાં દેખાતી લાગણીથી લઈને માતા અને વાછરડા વચ્ચેના સંબંધ સુધીની વિવિધક્ષણો દર્શકને વિચારવા અને અનુભવવા પ્રેરે છે.આ તસવીરો ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવાનો પ્રયાસ માત્ર નથી, પરંતુ જીવમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સહઅસ્તિત્વની ભાવના અનુભવવાનો એક વિનમ્ર પ્રયાસ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward