android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: વઢવાણમાં MA ગોલ્ડ મેડાલીસ્ટ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
calendar_today September 9, 2026

Surendranagar: વઢવાણમાં MA ગોલ્ડ મેડાલીસ્ટ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ વિભાગમાં ફરજ બજાવતા યુવાને તા. 9ના રોજ સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. પરિવારજનોએ હોસ્પીટલના આયુષ્યમાન કાર્ડ વિભાગના વડા દ્વારા મૃતકને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં પણ ધીરજ ગુમાવી બેસેલા લોકો ઈશ્વરે આપેલા મહામુલા જીવનનો આપઘાત કરી અંત લાવી દે છે. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહીતી મુજબ મુળ ધંધુકા તાલુકાના મોરસીયા ગામનો વતની રર વર્ષીય મેહુલ નાગજીભાઈ રેવર હાલ વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. મેહુલના પિતા નાગજીભાઈ મજુરી કામ કરે છે. મેહુલ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. એમ.એ.માં તેણે યુનિવર્સીટી કક્ષાએથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે તા. 9ના રોજ સવારે મેહુલે તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પરિવારજનો તેને દવાખાને લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વઢવાણ પોલીસ મથકના બીટ જમાદાર બી.કે.દેથળીયા સહિતનાઓએ હોસ્પીટલ દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ અંગેની વાત વહેતી થતા સમાજના આગેવાનો અશોકભાઈ ચાવડા, અમૃતભાઈ મકવાણા, વીનોદભાઈ મકવાણા સહિતનાઓ દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોએ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડના વિભાગના વડા દ્વારા મેહુલને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યુ હતુ. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ
calendar_today September 9, 2026

Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ

અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગણેશ મંડળો પણ માટીનું મૂર્તિ તરફ્ વળતા તેની માંગના વધારો થયો છે.દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરીઓ આપી રહ્યા છે.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ્ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ્ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.આ મૂર્તિકારો દ્વારા બે ફૂટ થી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેને ખરીદવા માટે ભરૂચ,કીમ વાલીયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંડળો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. મૂર્તિકાર ધનંજય મંડલના જણાવ્યા અનુસાર આજથી 30 વર્ષ પૂર્વે માટીની મૂર્તિ માંડ 10 જેટલી વેચતી હતી પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવતા તેનીમાંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેમના દ્વારા માટી,બાબું, વાંસ સહિત કુદરતી વસ્તુઓમાંથી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.મોંઘવારીની અસર મૂર્તિ નિર્માણના કાર્યમાં પણ જોવા મળી રહી છે તેઓ દ્વારા રૂ.4 હજારથી લઈ 30 થી 35 હજાર સુધીની માટીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: દિવસે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, સમી સાંજે વરસાદી ઝાપટુ
calendar_today September 9, 2026

Surendranagar: દિવસે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર, સમી સાંજે વરસાદી ઝાપટુ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદનો વિરામ રહ્યો હતો. ત્યારે બુધવારે સાંજે 22 દિવસ બાદ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 12મી સપ્ટેમ્બરથી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં તાપમાનનો મહત્તમ પારો 35 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ચોપડે ગત તા. 18મી ઓગસ્ટના વરસાદ નોંધાયો હતો. ત્યારબાદથી મેઘરાજાના રીસામણા થયા હતા. ત્યારે 22 દિવસ બાદ બુધવારે સાંજે 7 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પવન સાથે વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ. વરસાદના લીધે રસ્તાઓ ભીના થયા હતા. છેલ્લા થોડા દિવસોથી વરસાદના વિરામ વચ્ચે જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. જેમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યુ છે. તા. 8મીએ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી રહ્યુ હતુ. જયારે તા. 9મીને બુધવારે મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી નોધાયુ છે. જયારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 12મી સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ વરસી શકે તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward