android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વટવામાં રોડ માત્ર કાગળ પર, જમીન પર માત્ર ધૂળ અને પથ્થરો
calendar_today June 17, 2026

વટવામાં રોડ માત્ર કાગળ પર, જમીન પર માત્ર ધૂળ અને પથ્થરો

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ જાનીયાપીર ટેકરા વિસ્તાર એક તરફ્ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે મૂળભૂત સુવિધાઓ પણ હજુ સુધી છેવાડાના માણસ સુધી પહોંચી નથી. સ્થાનિક રહેવાસીઓની વારંવારની રજૂઆતો છતાં, આ વિસ્તારનો મુખ્ય રોડ આજદિન સુધી કાચો જ રહ્યો છે. આ વિસ્તારમાં રોડના નામે અહીં માત્ર ધૂળ, માટી અને કપચીનું સામ્રાજ્ય છે. પાકા રોડના કોઈ ચિહન અહીં જોવા મળતા નથી. આ કાચો રસ્તો ન માત્ર મુસાફરીને કઠિન બનાવે છે, પણ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. સતત ઉડતી ધૂળ રહેવાસીઓ માટે શ્વાસની બીમારીઓનું કારણ બની રહી છે, જ્યારે પથ્થરો પરથી વાહનો સ્લિપ થવાનો ભય સતત રહે છે. મહત્વનું છે કે ચોમાસામાં તો આ રસ્તો ચાલવા જેવો પણ રહેતો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી શૂન્ય છે. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ અહીં માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે. શું ટેક્સ ભરતા આ નાગરિકો પાકા રોડ માટે લાયક નથી? મહત્વનું છે કે , આખા રસ્તા પર પથ્થર અને ખડી વેરાયેલી પડી છે. આ કાચા રસ્તા પરથી પસાર થતી વખતે વૃદ્ધો અને બાળકો માટે લપસી પડવાનો જોખમ છે. ટુ-વ્હીલર ચાલકો માટે તો આ રસ્તો જમદૂત સમાન બની ગયો છે. માત્ર વાહનો જ નહીં, પેદલ ચાલવું પણ અહીં દૂષ્કર છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે અનેકવાર કોર્પોરેટર અને સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. દર વખતે માત્ર જોઈ લઈશું કહીને ટાળી દેવામાં આવે છે. લાગે છે કે તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે, જમીન પર કોઈ ફરક પડયો નથી. ધૂળથી ઉભરાતા રસ્તાઓ ચોમાસામાં કાદવથી લથબથ બની જાય છે, જેના કારણે રોગચાળાનો ભય પણ વધે છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સેવન્થ ડે સ્કૂલ પાસે રોજ ટ્રાફ્કિનો ચક્કાજામ
calendar_today June 17, 2026

સેવન્થ ડે સ્કૂલ પાસે રોજ ટ્રાફ્કિનો ચક્કાજામ

સેવન્થ ડે સ્કૂલ પાસે રોજ બપોરે અને સાંજે સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફ્કિની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા-મૂકવા આવતી રિક્ષાઓ, ખાનગી વાહનો અને વાલીઓની ગાડીઓ રસ્તા પર અસ્તવ્યસ્ત પાર્ક થવાને કારણે અડધાથી વધુ બ્રિજ બ્લોક થઈ જાય છે. જેને પગલે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો રોજ ટ્રાફ્કિ જામમાં ફ્સાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નિકોલમાં નવા નકોર રોડમાં છેલ્લા 15 દિવસથી જોખમી આડશ મુકાઈ
calendar_today June 17, 2026

નિકોલમાં નવા નકોર રોડમાં છેલ્લા 15 દિવસથી જોખમી આડશ મુકાઈ

નિકોલમાં સેલ્ફીથી રીંગરોડ તરફ્ જતા મુખ્ય માર્ગ પર નવો ડામર રોડ બનાવીને વાહનચાલકોને સુવિધા આપવાનો પ્રયાસ તો કરાયો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ નવો રોડ હવે વાહનચાલકો માટે મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે.રોડ બનાવતી વખતે વચ્ચે આવતા ગટરના ઢાંકણાને ઊંચું કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ આ કામ પૂરું કર્યા વગર છેલ્લા 10 થી 15 દિવસથી રસ્તાની વચ્ચોવચ એક જોખમી આડાશ મૂકીને તંત્ર સંતોષ માનીને બેસી ગયું છે. રાત્રિના સમયે મોટા અકસ્માતનો ભય દિવસના સમયે તો વાહનચાલકો દૂરથી આ આડાશ જોઈને પોતાનું વાહન બચાવી લે છે, પરંતુ રાત્રિના સમયે અંધારામાં આ આડાશ યોગ્ય રીતે દેખાતી નથી. સ્પીડમાં આવતા ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર ચાલકો આ આડાશ સાથે અથડાય અને કોઈ ગંભીર જાનહાનિ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. નવો રોડ હોવાને કારણે વાહનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ હોય છે, જે જોખમમાં વધારો કરે છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો રોડ બની ગયો હોય તો ગટરના ઢાંકણાનું કામ પૂરું કરવામાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? કોઈ મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે, શું તંત્ર ત્યાર પછી જ જાગશે? સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ ગટરનું કામ પૂરું કરી રસ્તા વચ્ચેથી આડાશ હટાવવામાં આવે અને માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત કરવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward