Panchmahal: ગોમા નદીના પટ બાદ હવે ખેતરોમાંથી ગેરકાયદે રેતી ખનન
કાલોલ તાલુકાના રામનાથ, કંડાચ સગનપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી વહેતી ગોમા નદીના પટમાં પાછલા ઘણા વર્ષોથી સ્થાનિક તત્વો દ્વારા ટ્રેકટરોના માધ્યમથી બેફમપણે ગેરકાયદે રેતી ખનન કરતા જોવા મળે છે, જે મધ્યે રેતી ખનન કરતા માફ્યિાઓએ નદીના પટ તળિયા ઝાટક કરી દેતાં ખનન માફિયાઓએ આસપાસ આવેલા ખેતરમાંથી પણ દાદાગીરી કરીને રેતી ખનન કરતા હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી ખનન રોકવાની માગ કરી છે.રામનાથ, કંડાચ અને સગનપુરા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકોએ તાજેતરમાં લેખિતમાં રજૂઆત કરી છે ત્રણેય ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલા ગોમા નદી પરના રામનાથ અને સગનપુરા ચેકડેમની નીચેની તરફ્, ખોડીયાર મંદિરની આસપાસ, દેલોલ બળિયાદેવ મંદિર તરફ્ આવેલા ખેડૂતોની માલીકીના ખેતરોમાંથી છેલ્લા બે મહિનાથી કેટલાક ટ્રેક્ટરોથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરી રહ્યા છે, તેમજ ઘણી જગ્યાએ ગેરકાયદે રીતે ખનન કરેલી રેતીનો પણ ગેરકાયદે મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો જોવા મળે છે. જે અંગે જાગૃત અરજદારોના આક્ષેપ મુજબ ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેકટરવાળા તત્વો ખનનગીરી કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે તેવા ઝનુની અને માથાભારે હોવાથી અરજદારના પરિવારને નુકસાન પહોંચાડે તેવા ડરથી જવાબદાર તંત્ર દ્વારા સ્થળ નિરિક્ષણ કરી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે નદી પટમાંથી તેમજ ખાનગી માલિકીની જમીનમાંથી ગેરકાયદે ખનન તાત્કાલીક અસરથી રોકવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward