android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: રૂા.2.79 કરોડના કૌભાંડમાં સમગ્ર શિક્ષણ શાખામાં તપાસ
calendar_today June 12, 2026

Godhra: રૂા.2.79 કરોડના કૌભાંડમાં સમગ્ર શિક્ષણ શાખામાં તપાસ

પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાનના રૂા.2.79 કરોડના ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા બે આરોપીઓેન સાથે રાખી પોલીસે જિલ્લા પંચાયતની સમગ્ર શિક્ષણ શાખામાં કોમ્પ્યુટર, અન્ય હિસાબી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી.પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના જિલ્લા પંચાયત પંચમહાલ ખાતેની સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા.2.79 કરોડની ઉચાપતના કૌભાંડમાં જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે.રાઠોડ દ્વારા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તત્કાલીન હિસાબી અધિકારી પૂજન રમેશચંદ્ર જોશી અને નીતિન જયંતીભાઈ પટેલની ધરપકડ કરી હતી, જે બંનેના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ગઈકાલે બુધવારના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કચેરી હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં બંને આરોપીઓને સાથે રાખી કોમ્પ્યુટર, અન્ય હિસાબી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. આ બંને સામે તત્કાલીન સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયા નહીં કરી બનાવટી બિલો બનાવી ઉપરોક્ત બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી બિલો મુજબના નાણાં એજન્સીઓને ચૂકવ્યા હોવાનો આરોપ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી રદ કરવા અંગે ઠરાવ કરાયો
calendar_today June 12, 2026

Mahisagar: ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી રદ કરવા અંગે ઠરાવ કરાયો

મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની બેઠક ખાનપુર તાલુકાના લીંબડીયાની નીલકંઠ વિદ્યા સંકુલ ખાતે યોજાઈ હતી.મંડળના પ્રમુખ એસ. કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં નવા પ્રમુખ તરીકે પૂર્વ સંસદ સભ્ય રતનસિંહ રાઠોડની સર્વાનુમતે નિમણૂંક કરવા, ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ સાદાઈથી ઉજવવામાં આવે તે માટે કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવાનો ઠરાવ કરાયો હતો. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે સરકાર દ્વારા નવી સરકારી શાળા મંજૂર કરાઈ છે, જેની આજુબાજુની ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા પર માઠી અસર થતી હોઈ, ખેડાપા શાળા મંડળની રજૂઆતને ધ્યાને લઈ આ નવી શાળાની મંજૂરી રદ્દ કરવા પત્ર મોકલવાનું નક્કી કરાયું હતું. શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ક્લાર્ક, સેવક અને શિક્ષકોની ભરતી વહેલી તકે કરાવવા, સોલાર સિસ્ટમ સ્થાપવા, S.O.E. ની ગ્રાન્ટના વપરાશ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફળવવાની માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરામાં સ્વચ્છતા ઝુંબેશનો ફિયાસ્કો કરતું પાલિકાનું કચરો લઈ જતું ડમ્પર
calendar_today June 12, 2026

Godhra: ગોધરામાં સ્વચ્છતા ઝુંબેશનો ફિયાસ્કો કરતું પાલિકાનું કચરો લઈ જતું ડમ્પર

ગોધરા : ગોધરા શહેરમાંથી ગંદકી અને કચરાના ઢગલા ઉલેચીને લઈ જતા નગર પાલિકાના વાહનો કોઈપણ પ્રકારની તાડપત્રી કે લીલી નેટથી ઢાંક્યા વિના જાહેર માર્ગો ઉપરથી પસાર થાય છે. આ વાહનો જે માર્ગોથી પસાર થાય છે, ત્યાં વાહનચાલકો કે રાહદારીઓને મોઢે રૂમાલ રાખી શ્વાસ રોકી રાખવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. તસવીરમાં જોવા મળતું કચરાંથી છલોછલ ભરાયેલું ડમ્પર જ્યારે રોડ પરથી પસાર થતું હતું, ત્યારે પાલિકાના શાસક પક્ષના વોર્ડના સદસ્યો વહેલી સવારે લાલબાગ ખાતે વીર સાવરકરની પ્રતિમા પાસે વડાપ્રધાનના 12 વર્ષના સુશાસનની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward