android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: કર્મચારીઓની અનિયમિતતાથી જનતા અને અરજદારો પરેશાન
calendar_today June 12, 2026

Mahisagar: કર્મચારીઓની અનિયમિતતાથી જનતા અને અરજદારો પરેશાન

લુણાવાડા ખાતેની કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરીના કેટલાક કર્મચારીઓની અનિયમિતતા અને વર્તનને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા લેટ લતીફે માટે નિયમિત કર્મચારીઓમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે. અંતરિયાળ ગામડાઓમાંથી ભાડાના પૈસા ખર્ચીને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારોને કર્મચારીઓની ગેરહાજરીના લીધે કામ વગર જ ખાલી હાથે પરત ફરવું પડે છે.કચેરીના સત્તાવાર સમય દરમિયાન પણ અનેક કર્મચારીઓ પોતાની શાખામાં હાજર હોતા નથી, જેના કારણે સરકારી કામકાજ ખોરવાય છે. કેટલીક કચેરીઓમાં અધિકારીઓ જ અવારનવાર પોતાના ગેરહાજર રહે છે. કર્મચારીઓ જનતાને વારંવાર ધક્કા ખવડાવે છે અને પૂછપરછ કરવા પર ઉદ્ધત તેમજ અવિવેકી વર્તન કરતાં હોવાની ફરિયાદો પણ ઊઠી છે. જેથી તમામ કર્મચારીઓ નિયમિત હાજર રહે, મોડા આવતાં કર્મચારીઓ સામે બાયોમેટ્રિક હાજરી અથવા સરપ્રાઈઝ ચેકિંગ કરીને દંડાત્મક પગલાં લેવાય તેમજ નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝીટ કરી બેદરકાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી પ્રજાજનોમાં માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: પાવી ગામ પાસે ધોરીમાર્ગ ઉપર તોતિંગ વૃક્ષની ડાળી તૂટતા ટ્રાફિકજામ
calendar_today June 12, 2026

Chhotaudepur: પાવી ગામ પાસે ધોરીમાર્ગ ઉપર તોતિંગ વૃક્ષની ડાળી તૂટતા ટ્રાફિકજામ

પાવીજેતપુર-છોટાઉદેપુર નેશનલ હાઇવે પર પાવી ગામ નજીક એક વૃક્ષની તોતિંગ ડાળી અચાનક તૂટી પડી જતાં વાહનચાલકોમાં અફ્રાતફ્રી મચી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના માર્ગ પર ઘટનાના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બંને તરફ્ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.માર્ગની બાજુમાં જૂના વૃક્ષની વિશાળ ડાળી અચાનક તૂટી પડતાં હાઇવેનો એક ભાગ અવરોધાયો હતો. સદ્નસીબે ઘટના સમયે કોઈ વાહન સીધું ડાળીની ઝપેટમાં આવ્યું ન હોવાથી જાનહાનિ કે ઇજા ટળી હતી. જોકે ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્વે હાઇવે પર આવેલા વૃક્ષોની નડતરરૂપ અને જોખમી ડાળીઓ કાપવાની કામગીરી નિયમિત રીતે થવી જોઈએ. પરંતુ પાવી ગામ પાસે થયેલી ઘટનાએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ્ ઈન્ડિયા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાઇ છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ
calendar_today June 12, 2026

Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દામાપુર ગામ ખાતે ફાર્મસન ફાર્માસ્યૂટિકલ ગુજરાત પ્રા. લિ. દ્વારા સીએસઆર અંતર્ગત નિર્મિત કરાયેલ ફાર્મસન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ બુધવારે કરવામાં આવ્યુ હતું.આ કોમ્યુનિટી હોલ 2000 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામ્યો છે અને દામાપુરા જ નહી પરંતુ આસપાસના 15 થી 20 ગામોના લોકોને તેનો લાભ મળશે. તથા સામાજિક, શિક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે પણ ઉપયોગી સાબીત થશે. જેનું ઉદ્ઘાટન બુધવારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફાર્મસન ગૃપના સીઓઓ અને ડિરેક્ટર સુધેશ મિશ્રાના હસ્તે કરાયુ હતું. જે પ્રસંગે ફલક્રમ કેપેટલાઇઝિંગ સીએસઆરના કો-સીઇઓ પાર્થેશ વ્યાસ, એનઆઇએ ચેરમેન બાબુ પટેલ, જિ. પં. સભ્ય કૈરવીબા વાઘેલા, તાલુકા પંચાયત સભ્ય નિતાબેન પઢીયાર, દામાપુરાના સરપંચ હિનાબેન પઢીયાર, શબરી કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર મોહન નાયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward