android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સમીના ટીટોડી ટીમ્બા ગામે 3 લોકોએ દબાણ કરી દેતાં મામલદારને રજૂઆત કરી
calendar_today June 12, 2026

Patan: સમીના ટીટોડી ટીમ્બા ગામે 3 લોકોએ દબાણ કરી દેતાં મામલદારને રજૂઆત કરી

સમી તાલુકાના ટીટોડી ટીમ્બા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરી અને મોટો બંધપાળો કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ કરવા સહિત પીવાના પાણીની પાઈપલાઈનના ઉપર ઉકરડો બનાવવા અને અન્ય જગ્યાએ કાંટાળી વાડ કરી દબાણુ ઉભું કરવાના આક્ષેપ સાથે ગામના એક અરજદારે 3 લોકો સામે અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ ન કરી અને તેમના કાર્ય ક્ષેત્રમાં ન આવતું હોય તેમ કહેતાં હોવાના ગંભીર આક્ષેપ સાથે સમી મામલતદારને લેખિત અરજી આપી છે. ટીટોડી ટીમ્બા ગામના નિ. રમેશભાઈ છગનભાઈ ઠાકોરે સમી મામલતદારને કરેલી લેખીત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે નિ. ઠાકોર રમેશભાઈ ધિંગાભાઈએ સરકારી જમીનમાં બંધપાળો કરી વરસાદી પાણીનો અવરોધ ઊભો કરતાં તેમના સહિત અન્ય લોકોના ઘરો આગળ સહિત શાળા અને આંગણવાડી પાસે પાણી ભરાઈ જાય છે. જેને લઈ રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. તેમજ નિ. ઠાકોર અજમલભાઈ ધિંગાભાઈએ પણ ગામમાં પીવાના પાણીના સંપ પાસે ઉકરડો કર્યો છે. જેના નીચે પીવાના પાણીની પાઈપલાઈન તુટી જતાં દુર્ગંધ વાળું પાણી ઘરો સુધી આવતું હોવાનું જણાવ્યું હતું. તદ્પરાંત નિ. ઠાકોર ધરમાભાઈ વિરભાણભાઈએ પણ રસ્તા વાળી જમીનમાં કાંટાળી વાડ કરી હોવાની રજૂઆત કરી તમામ અવરોધો દુર કરવા માટે માંગ કરી છે. તેમજ ગામના સરપંચ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કરતાં રજુઆત કરી છે કે ગ્રામ પંચાયતમાં લેખીત રજુઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરી નથી અને સરપંચ દ્વારા મારા કાર્યક્ષેત્રમાં ન આવતું કહેતાં હોવાના આક્ષેપ સાથે સમી મામલતદારને લેખીત રજુઆત કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: કેવડિયા PHC અને પંચશીલ કૉલેજ દ્વારા રક્તદાન કૅમ્પ યોજાયો
calendar_today June 12, 2026

Godhra: કેવડિયા PHC અને પંચશીલ કૉલેજ દ્વારા રક્તદાન કૅમ્પ યોજાયો

ગોધરા : ગોધરા તાલુકાના કોટડા ખાતે કેવડિયા PHC સેન્ટર અને પંચશીલ કોલેજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી ડો. નરેન્દ્ર ડામોર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદ પરમાર, ગોધરા તાલુકા ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ, કેવડિયા PHC આરોગ્ય અધિકારી યજ્ઞેશ ત્રિવેદી, કોલેજના ટ્રસ્ટી ડો.જે.બી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા 35 જેટલા યુનિટનું રક્તદાન એકત્ર થયું હતું. ડો.વિપુલ ગામીતે કુપોષિત બહેનોને પ્રસુતિ દરમિયાન પડતી લોહીની જરૂરીઆત અને એની ગંભીર સમસ્યા વિશે માહિતી આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કાનો જિલ્લા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો
calendar_today June 12, 2026

Godhra: પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કાનો જિલ્લા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો

ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કાનો શુભારંભ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 12 વર્ષના સફ્ળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે, જેના અંતર્ગત ગોધરા ખાતેના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કાનું પ્રસ્થાન કરાવાયું છે. આ યાત્રામાં ગોધરા અને પંચમહાલ જિલ્લાના પ્રબુદ્ધ તેમજ સામાન્ય નાગરિકો ઉત્સાહભેર જોડાયા છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જે વિવિધ પ્રકલ્પો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે, આ યાત્રા તે તમામ સ્થળોની મુલાકાત લેશે અને લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ કરશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે, કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પંચમહાલ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ આર્ચરી સહિત વિવિધ રમતોમાં મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. કલેક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતોના મેદાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward