android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: અંકલેશ્વર ખાતે રોટરી દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ
calendar_today June 8, 2026

Ankleshwar: અંકલેશ્વર ખાતે રોટરી દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

મહિલા સશક્તિકરણને મળ્યો પ્રોત્સાહનસિલાઈ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને અંકલેશ્વરમાં પ્રમાણપત્રો આપી તેમના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન અપાયું. અંકલેશ્વર : રોટરી ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રોજેક્ટ વિમેન એમ્પાર્ટમેન્ટ સેન્ટર ખાતે સિલાઈ કામની તાલીમ પૂર્ણ કરેલ 87 જેટલી તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ બી ઈ આઈ એલ ઇનફસ્ટ્રકચર લિમિટેડના સીઈઓ ભુપેન્દ્ર દલવાડી, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ મનોજ પટેલ, અતુલ અગ્રવાલ, આશિષ ગુર્જર, હર્ષ શાહ, રોટરી ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, ઇનર વ્હીલ ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, પ્રોજેક્ટ ચેર મીરાંબેન પંજવાણી, કાર્યક્રમ સંયોજકપૂજા કાયસ્થ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: પ્રેરણા બચત અને ધિરાણ સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ
calendar_today June 8, 2026

Bharuch: પ્રેરણા બચત અને ધિરાણ સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ

ભરૂચઃ પ્રેરણા બચત અને ધિરાણ સહકારી મંડળી લી ભરૂચની 13 મી વાર્ષિક સાધારણ સભા તા.31-5-26 રવિવારના રોજ રાજપૂત પંચની વાડી, રાજપૂત સ્ટ્રીટ, લાલબજાર, ભરૂચ મુકામે યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સદગત સભાસદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રાધ્ધાંજલિ અર્પણ કરી હતી. અનિલકુમાર ચાવડા મંડળીના ઉદ્દભવથી તેમજ સને 2014 થી સતત મંડળીના પ્રમુખ તરીકે 11 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે ઓેએનજીસીમાં નોકરીની સામે સેવા આપી રહ્યા છે તે બદલ તેમનું શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીનાબેન એન.સોલંકીએ કર્યુ તેમજ આભારવિધી ગીતાબેન પી.સોલંકીએ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત વધુ બે આરોપીની ધરપકડ
calendar_today June 8, 2026

Mahisagar: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત વધુ બે આરોપીની ધરપકડ

રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી નળ સે જળ યોજનામાં મહીસાગર જિલ્લામાં આચરવામાં આવેલા અંદાજે રૂ. 123 કરોડના બહુચર્ચિત મહાકૌભાંડમાં વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક મોટી કાર્યવાહી કરીને કૌભાંડીઓમાં ફ્ફ્ડાટ ફેલાવી દીધો છે.CID ક્રાઈમ દ્વારા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંના એક, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનહર જેઠાભાઈ પટેલની તેના નિવાસસ્થાન રામ પટેલના મુવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન ઉમ્બેર ગામની પાણી પુરવઠા યોજનામાં રૂ. 67 લાખની નાણાકીય ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward