android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: શહેરાના પરવડી વિસ્તારમાં ગટર ઊભરાતા ગંદા પાણીની રેલમછેલ
calendar_today June 8, 2026

Panchmahal: શહેરાના પરવડી વિસ્તારમાં ગટર ઊભરાતા ગંદા પાણીની રેલમછેલ

શહેરા નગરમાં આવેલ પરવડી વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફ્રી વળતા દુકાનદારો અને રાહદારીઓ અસહ્ય દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઊઠયા હતા.પાલિકા તંત્રને વારંવાર ઢંઢોળવા છતાં સફઈ બાબતે કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે શહેરા નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી હતી. નગરના પરવડી વિસ્તારમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે છેલ્લા કેટલાક દિવસોથી ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર ફ્રી વળ્યા હતા.ગટર લાઈન સંપૂર્ણ ચોકઅપ થઈ જવાના કારણે ગંદુ અને દૂષિત પાણી ચોવીસે કલાક મુખ્ય માર્ગ પર વહી રહ્યું છે. આ માર્ગ પરથી પસાર થવું પણ હવે દુષ્કર બન્યું છે. ગટરના પાણીની અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓને આખો દિવસ દુકાનો પર બેસવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે ગ્રાહકો અહીં આવવાનું ટાળી રહ્યા હતા અને વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી હતી. આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા બાબતે પાલિકા તંત્ર જાણતું હોવા છતાં આ ગટરની સાફ્-સફઈ કરવામાં આવી ન હોવાનું દુકાનદાર પાસેથી જાણવા મળી રહ્યું હતુ. પાલિકા દ્વારા નિયમિત ગટરની સાફ્-સફઈ કરવામાં આવતી ન હોવાનું અહીં જોવા મળેલ દ્રશ્યો ઉપરથી જ ખબર પડી જાય છે.રસ્તા પર ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે મચ્છરો અને ઝેરી જીવાતોનો ઉપદ્રવ અસાધારણ હદે વધી ગયો છે. જો નગરપાલિકા દ્વારા આ ગટર લાઈનની સફઈ વહેલી તકે કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફેઈડ અને કમળા જેવો જીવલેણ રોગચાળો ફટી નીકળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પાછલા ચાર દિવસથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર આવતા હોય ત્યારે પાલિકા દ્વારા આ બાબતે ક્યારેય ગંભીરતા લેવામાં આવશે અને આ ગટરની સાફ્-સફઈ કરવામાં આવશે એતો જોવુંજ બની રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: વરધરી ગામમાં પાણીના પોકાર વચ્ચે ગ્રામજનોનો ભારે હોબાળો
calendar_today June 8, 2026

Mahisagar: વરધરી ગામમાં પાણીના પોકાર વચ્ચે ગ્રામજનોનો ભારે હોબાળો

વરધરી ગામ પંચાયતમાં આજે પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોનો આક્રોશ ફટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખાં મારી રહેલા સ્થાનિક રહીશોએ આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. પોતાનો વિરોધ નોંધાવવા માટે ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓએ પંચાયત સામે જ માટલા ફેડીને તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગામના વણકર ફ્ળિયામાં છેલ્લા કેટલાય સમયથી પાણીનું એક ટીપું પણ મળ્યું નથી. ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણી ન મળવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર પીવાનું જ નહીં, પરંતુ રોજિંદા વપરાશ જેમ કે કપડાં ધોવા માટે અને પશુધનને પીવડાવવા તેમજ ઢોરના ઘાસચારા માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારો માટે પશુઓને જીવાડવા પણ મુશ્કેલ બન્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા આજે ગામ લોકોનો ધીરજનો ડેમ તૂટયો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ વરધરી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી વિરુદ્ધ મોરચો માંડયો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક વહીવટી તંત્ર ગામની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે તદ્દન ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા વિઠ્ઠલનાથજી હવેલીમાં 1100 કિલોનો કેરી મનોરથ દર્શન
calendar_today June 8, 2026

Vadodara: પાદરા વિઠ્ઠલનાથજી હવેલીમાં 1100 કિલોનો કેરી મનોરથ દર્શન

પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં પાદરા સ્થિત વિઠ્ઠલનાથજી હવેલી મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોની શ્રોણી અંતર્ગત અધિક વદ છઠના પાવન દિવસે ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે આશરે 1100 કિલો કેસર કેરી તથા અંદાજે 5000 વિવિધ જાતની કેરી વડે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને મનોરથરૂપે અર્પણ કરાયા હતા.મંદિરમાં મહાપુરુષ શ્રી મહાપ્રભુજીનું પવિત્ર સ્વરૂપ પધરાવાયું હતું. મંદિરના મુખ્યાજી જીતુભાઈના માર્ગદર્શન હેઠળ સમીર શાહ, ધવલ ચોકસી, નિકુંજ ચોકસી, શિલ્પન ચોકસી, જીગ્નેશ ચોકસી તથા સમસ્ત વૈષ્ણવ યુવા સંગઠન ટીમ દ્વારા આ ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે શરણમકુમાર મહોદય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનના આ અલૌકિક શણગાર અને દિવ્ય દર્શન કરવા માટે પાદરા સહિત વડોદરાના વિવિધ વિસ્તારમાંથી વૈષ્ણવો ઊમટયા હતા. વહેલી સવારે મંગળા દર્શન, સ્નાન દર્શન અને શૃંગાર દર્શન યોજાયા હતા. ત્યારબાદ ઠાકોરજી સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કેરી મનોરથ અર્પણ કરાયો હતો. સાંજના સમયે ભજન-કીર્તનના કાર્યક્રમોથી મંદિર પરિસર હરિભક્તિના રંગે રંગાયું હતું. જય શ્રીકૃષ્ણ અને જય વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના જયઘોષથી મંદિર ગુંજી ઉઠયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward