android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: LPGમાં 29 રૂપિયા ભાવ વધતા રાજ્યના 1.28 કરોડ ગ્રાહકો પર રૂા. 447 કરોડનો બોજ પડશે
calendar_today June 8, 2026

Ahmedabad: LPGમાં 29 રૂપિયા ભાવ વધતા રાજ્યના 1.28 કરોડ ગ્રાહકો પર રૂા. 447 કરોડનો બોજ પડશે

ઘરેલુ રસોઈ ગેસ (LPG)ના 14.2 કિલોનાસિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાના વધારાની સીધી અસર ગુજરાતના લાખો પરિવારોના માસિક બજેટ પર જોવા મળશે. પેટ્રોલિયમ ક્ષેત્રના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર 1 એપ્રિલ, 2026ની સ્થિતિએ ગુજરાતમાં 1.285 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકો નોંધાયેલા છે. રાજ્યમાં LPG નોવ્યાપ સતત વધી રહ્યો હોવાથી ભાવવધારાનો પ્રભાવ પણ વ્યાપક બનવાનો છે.જો ગુજરાતના તમામ સક્રિય ગ્રાહકો દર મહિને સરેરાશ એક સિલિન્ડરનો ઉપયોગ કરે તો રૂ. 29ના વધારાને કારણે ગ્રાહકોને દર મહિને અંદાજે 37.26 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે. વર્ષભરના ધોરણે આ રકમ રૂ. 446.9 કરોડથી વધુ થાય છે. એટલે કે માત્ર એક ભાવવધારાથી જ ગુજરાતના ગ્રાહકોના ખિસ્સા પર લગભગ 500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવી શકે છે. રાજ્યમાં છેલ્લા દાયકામાં LPGનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં વર્ષ 2013માં માત્ર 598 LPG વિતરકો હતા, જે 2025 સુધીમાં વધીને 1,041 થયા છે. એટલે કે, છેલ્લા 12 વર્ષમાં 443 નવા વિતરકો ઉમેરાયા છે. રાજ્યમાં કુલ 11 LPG બોટલિંગ પ્લાન્ટકાર્યરત છે, જેની કુલ વાર્ષિક બોટલિંગ ક્ષમતા 11.10 લાખ મેટ્રિક ટન છે. આ માળખાગત સુવિધાઓના કારણે ગુજરાતમાં ગેસનો પુરવઠો પ્રમાણમાં સુવ્યવસ્થિત માનવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં 2.45 લાખ નવા ઘરેલુ LPG કનેક્શન અપાયા હતા. આ આંકડો દર્શાવે છે કે હજુપણ નવા પરિવારો LPG સાથે જોડાઈ રહ્યા છે. નવા કનેક્શનનો મોટો હિસ્સો ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં 1.73 લાખ નવા ડબલ બોટલ કનેક્શન (DBC) પણ નોંધાયા છે. ડબલ બોટલકનેક્શન એટલે ગ્રાહક પાસે એક સાથે બે સિલિન્ડર ઉપલબ્ધ હોય. ગુજરાતમાં 44.02 લાખથી વધુ પરિવારો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવાયા છે.LPGના વધતા ભાવોની અસર આ પરિવારોના ગૃહખર્ચ પર પણ પડી શકે છે. ખાસ કરીને નિયમિત રિફ્લિ કરાવતા પરિવારો માટે વધારાનો ખર્ચ નોંધપાત્ર બની શકે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં LPGનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ભાવવધારાની સીધી અસર શહેરી મધ્યમવર્ગીય પરિવારો પર જોવા મળશે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં કુલ 12.10 લાખ મેટ્રિક ટન ઘરેલુ LPGનું વેચાણ નોંધાયું હતું. રાજ્ય દેશના ઘરેલુ LPG વાપરાશ ધરાવતા અગ્રણી રાજ્યોમાં સામેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: દેવગઢબારીયામાં વૃક્ષોને રક્ષણ માટે લગાવેલા ટ્રી-ગાર્ડ જ ભંગાર થઇ ગયા
calendar_today June 8, 2026

Dahod: દેવગઢબારીયામાં વૃક્ષોને રક્ષણ માટે લગાવેલા ટ્રી-ગાર્ડ જ ભંગાર થઇ ગયા

દેવગઢબારીયા શહેરમાં વન વિભાગ દાહોદ દ્વારા દર વર્ષે અલગ અલગ યોજનાઓ હેઠળ વૃક્ષોનું વાવેતર કરાય છે. વૃક્ષો વાવવાએ પર્યાવરણ અને માનવ જાત માટે ખુબ જ આવશ્યક છે. દેવગઢબારીયામાં માનસરોવર, બળિયાદેવ મંદિર, જૂના પોલીસ સ્ટેશન પાસે કૃષિ શાળાની સામે, ટાવર શેરી, ચંદન તલાવડી પાસે સેંકડોની સંખ્યામાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષો વાવ્યા છે. પરંતુ ત્યાર બાદ જરૂરી માવજત લેવામાં ન આવતા અનેક સ્થળોએ વૃક્ષો મુરઝાઇ ગયા છે. ટ્રી-ગાર્ડ તુટી ગયા છે.હાલમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પાણીની ખુબજ જરૂરિયાત છે પાણી વગર વૃક્ષો સુકાઈ જશે. તુટી ગયેલા ટ્રી-ગાર્ડને રીપેર કરવામાં નહીં આવે તો ચોમાસામાં પવન તથા વરસાદને કારણે પણ છોડને નુકશાન થશે. કેટલાક સ્થળે વૃક્ષો ઊંચા થઈ ગયા છે. તેની આસપાસ તારની ફેન્સિંગ કરવી જરૂરી જણાય છે નહિ તો રખડતા પશુ ટ્રી-ગાર્ડ તોડી નાખશે. માન સરોવર પર રોપેલા 50 જેટલા વૃક્ષો હાલમાં મૃતઃપ્રાય હાલતમાં જોવા મળે છે. ટ્રી-ગાર્ડ તૂટી ગયા છે. ગામમાં કોઈ કેટલીક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ પોતાના સ્વ-ખર્ચે છોડની માવજત માટેના પ્રયત્નો કરીને છોડને બચાવી રહી છે. જો વનવિભાગ આવી સામાજિક સંસ્થાઓ ને માવજત માટેની જવાબદારી સોંપે તો દેવગઢબારીયા શહેર લીલુંછમ બની શકે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: શાળાઓ ખુલવાના આગલા દિવસે ડભોઇમાં ખરીદીની ભારે ભીડ
calendar_today June 8, 2026

Dabhoi: શાળાઓ ખુલવાના આગલા દિવસે ડભોઇમાં ખરીદીની ભારે ભીડ

ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજે 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. ત્યારે રવિવારે ડભોઇ શહેરના મુખ્ય બજારોમાં ભીડ જોવા મળી હતી. નગર સહિત આસપાસના 119 ગામના વાલી અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન-સામગ્રીની ખરીદી કરવા ઊમટયા હતા.ડભોઇના મુખ્ય ટાવર બજાર, લાલ બજાર, સ્ટેશન રોડ, એસટી ડેપો અને કંસારા બજારમાં પાઠયપુસ્તકો, નોટબુક, ફૂલસ્કેપ બુક, દફ્તર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા ભારે ધસારો રહ્યો હતો. યુનિફોર્મ માટે તૈયાર કપડાં ખરીદવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward