android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂલકાંઓ માટે સમર કૅમ્પ યોજાયો
calendar_today June 8, 2026

Vadodara: કરજણ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂલકાંઓ માટે સમર કૅમ્પ યોજાયો

કરજણ : ઉનાળુ વેકેશનમાં બાળકો ગમ્મત સાથે સહજ જ્ઞાન મેળવે તે હેતુથી કોસ્મો ફઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાનાં 9 ગામ (કંડારી, સીમળી, કોઠીયા, કરજણ, કરમડી, ચોરંદા, કણભા, બોડકા, સંભોઈ)નાં ભૂલકા માટે 10 દિવસીય બાળ સહજ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં 700થી વધુ બાળકોએ ભાગ લઇ યોગ, ધ્યાન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, દૈનિક અંગ્રેજી સંવાદ, શબ્દરમત, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, લખોટી અને ભમરડા જેવી પ્રાચીન રમતો, મોબાઇલ મેનર્સ, સાઇબર સેફ્ટી, નકશાની સમજ, માટીકામ, પોપેટ બનાવટ, ઊનમાંથી ફૂલો બનાવવાની કળા તેમજ વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિના પાઠ શીખ્યા હતા. કેમ્પના અંતિમ દિવસે બાળકો દ્વારા શીખેલ વિવિધ પ્રવૃત્તિનું પ્રદર્શન સાથે જ આનંદમેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા નાની- નાની વાનગીઓની દુકાનો ખોલીને વ્યવસાય, આયોજન, ગ્રાહક વ્યવહાર, જવાબદારી અને નાણાકીય સમજના પ્રાથમિક પાઠ શીખ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: નસવાડી પોલીસે 14 ખોવાયેલા મોબાઇલ ફોન માલિકોને પરત કર્યા
calendar_today June 8, 2026

Chhotaudepur: નસવાડી પોલીસે 14 ખોવાયેલા મોબાઇલ ફોન માલિકોને પરત કર્યા

નસવાડી : નસવાડી પોલીસ સ્ટેશને તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે.CEIR (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની મદદથી ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 14 મોબાઇલ ફેન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પરત અપાયેલા મોબાઇલની કુલ કિં. રૂા.2,47,783 જેટલી થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું
calendar_today June 8, 2026

Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું

વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે આધુનિક સુવિધા સજ્જ નવનિર્મિત શ્રી પોરટીંબી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને હસ્તાંતરણ સમારોહ યોજાયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો એનર્જી હાઇડ્રોકાર્બન ઓનશોરના CSR કાર્યક્રમ હેઠળ અને સ્કોર લવલી હુડ ફઉન્ડેશનના અમલીકરણથી તૈયાર થયેલું આ શાળાભવન ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી બનાવાયું છે. મહાનુભાવોના હસ્તે રિબિન કાપી અને સ્મૃતિફ્લકના અનાવરણ સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં L&T અને SCOREના પ્રતિનિધિઓ, શાળા પરિવાર, SMC સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળામાં હવાદાર વર્ગખંડો, સ્વચ્છતા સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, દિવ્યાંગમિત્ર રેમ્પ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રમતગમત અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરાયું હતું. શાળા પરિવારે જણાવ્યું કે, આ શાળાભવન માત્ર ઇંટ-સિમેન્ટનું માળખું નથી. પરંતુ ગામના બાળકોના સપના સાકાર કરતું જ્ઞાનમંદિર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward