android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વિરાટનગરમાં વેકેશનના અંતિમ દિવસે સ્કેટિંગનો રોમાંચ
calendar_today June 7, 2026

વિરાટનગરમાં વેકેશનના અંતિમ દિવસે સ્કેટિંગનો રોમાંચ

ઉનાળાના વેકેશનના છેલ્લા દિવસને યાદગાર બનાવવા માટે વિરાટનગરના સ્કેટિંગ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય અને ઉત્સાહવર્ધક દ્રશ્ય જોવા મળ્યું હતું. વેકેશન પૂરું થવાના આખરી દિવસે વિસ્તારના નાનાં-નાનાં ભૂલકાંઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને સ્કેટિંગની અદભુત પ્રસ્તુતિ કરી હતી. આ નાનકડા સ્કેટરસે પોતાના અદમ્ય ઉત્સાહ અને ઊર્જાનો પરિચય આપતા રિંગ પર સતત 2 કલાક સુધી નોન-સ્ટોપ સ્કેટિંગ કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
અસારવા સિવિલ હોસ્પિટલમાં ફૂટપાથ પર પાર્કિંગથી દર્દીઓ રોડ પર ચાલવા મજબૂર
calendar_today June 7, 2026

અસારવા સિવિલ હોસ્પિટલમાં ફૂટપાથ પર પાર્કિંગથી દર્દીઓ રોડ પર ચાલવા મજબૂર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તરીકે ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી અને તેની આસપાસના મુખ્ય માર્ગો પરથી તંત્રની ઘોર બેદરકારીના દ્વશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલની આસપાસ દર્દીઓ, વૃદ્ધો અને સગા-સંબંધીઓની સુવિધા માટે બનાવવામાં આવેલી ફૂટપાથ હાલમાં અત્યંત દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. તૂટેલી ગટરો અને ઉખડી ગયેલા બ્લોક્સના કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે આ જોખમી તૂટેલી ગટરોને ઢાંકવા અથવા લોકોનું ધ્યાન દોરવા માટે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના બેરિકેડ કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં એવા દર્દીઓ આવે છે જેઓ શારીરિક રીતે અશક્ત હોય છે. આવા સમયે વ્હીલચેર, Academic, કે લાકડીના સહારે ચાલતા દર્દીઓ અને તેમના સગાઓ માટે આ ફૂટપાથ આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વટવાના મકદુમનગરમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા, રહીશો નરકાગારમાં જીવવા મજબૂર
calendar_today June 7, 2026

વટવાના મકદુમનગરમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા, રહીશો નરકાગારમાં જીવવા મજબૂર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટીના ગમે તેટલા દાવા કરે, પરંતુ પૂર્વ વિસ્તારના વટવામાં આવેલી મકદુમનગર સોસાયટીના દ્વશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. મકદુમનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી મુખ્ય રોડ પર ફરિ વળ્યા છે. સમગ્ર વિસ્તાર જાણે નરકાગારમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટર લાઈનો બ્લોક થઈ જવાના કારણે ગંદુ પાણી ઉભરાઈને રસ્તાઓ પર તળાવની જેમ ભરાઈ ગયું છે. ચોવીસે કલાક માથું ફડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે લોકોએ ઘરમાં રહેવું પડી રહ્યું છે.બાળકો અને વૃદ્ધો બંધક બન્યાઃ રોડ પર ઘૂંટણસમા ગંદા પાણી હોવાથી નાના બાળકોને શાળાએ મોકલવા કે વૃદ્ધોને હોસ્પિટલ લઈ જવા પણ અત્યંત મુશ્કેલ બન્યા છે. સાથે જ પાણી ભરાયેલા હોવાને કારણે રસ્તાના ખાડા દેખાતા નથી, જેથી રોજબરોજ વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward