ટંકશાળ વિસ્તારમાં રાહદારીઓ માટે ઠેર-ઠેર ગ્રીન નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી
રાજ્યભરમાં સૂર્યદેવ આગ ઓકી રહ્યા છે અને તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે સામાન્ય જનતાને ગરમીના પ્રકોપથી બચાવવા માટે વહીવટી તંત્ર અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ એક્શન મોડમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ટંકશાળ વિસ્તારમાં અસહ્ય ગરમીથી નાગરિકોને બચાવવા માટે રોડ પર ઠેર-ઠેર ગ્રીન નેટ બાંધીને આર્ટિફિશિયલ છાયડો ઊભો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા અને ટ્રાફ્કિ સિગ્નલ પર વિશેષ વ્યવસ્થા ટંકશાળ વિસ્તારના મુખ્ય માર્ગો પર વાહનચાલકો અને ખરીદી કરવા આવતા લોકોને લૂ અને કાળઝાળ તડકાનો સામનો કરવો પડતો હતો. સાથે જ રોડ પર ઉભા રહેતી વખતે ખરીદી કરવા આવનાર લોકો ગરમીથી તોબા પોકારી ઉઠતા હતા. આ સમસ્યાના નિવારણ માટે રોડની બંને બાજુએથી મોટા વાંસ અને દોરડાના સપોર્ટથી ગ્રીન નેટ બાંધવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward