android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મોડિફાઈડ હેડલાઈટ્સ અને ફેન્સી LED લાઈટો સામે તંત્રને અંધાપો, મોટર વ્હીકલ એક્ટના નિયમોના ધજાગરા
calendar_today June 7, 2026

મોડિફાઈડ હેડલાઈટ્સ અને ફેન્સી LED લાઈટો સામે તંત્રને અંધાપો, મોટર વ્હીકલ એક્ટના નિયમોના ધજાગરા

ગુજરાતના હાઈવે અને શહેરના આંતરિક માર્ગો પર અત્યારે એક નવું જોખમ દોડી રહ્યુંછે, અને તે છે વાહનોમાં વપરાતી અત્યંત તેજ સફેદ LED લાઈટો. મૂળ કંપની દ્વારા આપવામાં આવતી પીળી હેલોજન લાઈટો કઢાવીને વાહનચાલકો વધુ ફેશન અને તેજ પ્રકાશના મોહમાં 'બ્લાઈન્ડિંગ વ્હાઈટ' લાઈટો નંખાવી રહ્યા છે. આ લાઈટો માત્ર સામેવાળા ચાલકની આંખોને આંજી દેતી નથી, પરંતુ ક્ષણિક અંધાપો લાવીને ગમખ્વાર અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. વાહનોમાં ગેરકાયદેસર રીતે નખાતી હાઈ-ઈન્ટેન્સિટી સફેદ LED લાઈટોના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતોનું જોખમ ખૂબ વધી ગયું છે. અમદાવાદ સહિત અનેક મહાનગરોના એસેસરીઝ માર્કેટમાં હાઈ વોટેજ કેનબસ એલઈડીના નામે એવી જોખમી લાઈટો વેચાઈ રહી છે કે જેની તીવ્રતા સૂર્યના સીધા પ્રકાશ જેટલી હોય છે. રાજયભરના હાઈવે સહિતના તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઈવે પર રાત્રિના સમયે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવાયેલી હાઈ-ઈન્ટેન્સિટી સફેદ એલઈડી લાઈટોનો જોખમી ક્રેઝ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા અપાતી નિયત પીળી (હેલોજન) લાઈટોને બદલાવીને ફોર-વ્હીલર અને એસયુવી ચાલકો બજારમાંથી ભારેખમ પાવરવાળી સફેદ લાઈટો નખાવી રહ્યા છે, જે કાયદા મુજબ સંપૂર્ણ પ્રતિબંધિત હોવા છતાં ટ્રાફ્કિ પોલીસ અને આરટીઓ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે હાઈવે પર રાત્રે સામેથી આવતા વાહનચાલકોની આંખો સંપૂર્ણપણે અંજાઈ જાય છે, જેના લીધે રસ્તા પરના વળાંકો, ડિવાઈડર કે અન્ય વાહનો દેખાતા બંધ થઈ જાય છે. સફેદ લાઈટ વાપરનારા ચાલકો એવું માને છે કે તેમને રસ્તો વધુ સારો દેખાય છે, પણ સત્ય એ છે કે ચોમાસામાં અને ધુમ્મસમાં સફેદ લાઈટ સંપૂર્ણ નિષ્ફ્ળ જાય છે. સફેદ પ્રકાશ પાણીના ટીપાંથી પરાવર્તિત થઈને ચાલકની પોતાની આંખોમાં પાછો આવે છે, જેનાથી તેને જ દેખાતું બંધ થઈ જાય છે. ટ્રાફ્કિ નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક સમયમાં રાત્રિ દરમિયાન થયેલા જીવલેણ અકસ્માતો પાછળ આ સફેદ લાઈટનો આતંક મુખ્ય કારણ સાબિત થયો છે. શહેરોમાં બ્લેક ફ્લ્મિ અને હેલ્મેટ વગરના ચાલકોને ત્વરિત દંડતી પોલીસને હાઈવે પર મોત બનીને દોડતી આ લાઈટો કેમ દેખાતી નથી? તેવો સવાલ ઉભો થયો છે. જો મોડિફાઈડ લાઈટો વેચતા દુકાનદારો અને વાહનચાલકો સામે તાત્કાલિક કડક ઝુંબેશ ચલાવી આકરો દંડ નહીં વસૂલાય, તો હાઈવે પર નિર્દોષોના મોતોનો સિલસિલો અટકશે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
લારી-ગલ્લા તો ઠીક હવે કારનું પણ રસ્તા પર દબાણ
calendar_today June 7, 2026

લારી-ગલ્લા તો ઠીક હવે કારનું પણ રસ્તા પર દબાણ

અમદાવાદ મેટ્રો શહેર છે છતાં હજુ ઘણી ઉણપો બાકી રહી ગઈ છે. ખાસ કરીને નાગરિકોની સિવિક સેન્સ તળિયેછે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. જો દુકાનની અંદર કાર લઈ જવાની છૂટ આપવામાં આવે તો આપણા શહેરના લોકો પ્રયોગ ખાતર પણ જાય તેમ છે. કહેવાનો મતલબ એ છે કે પોશ વિસ્તારમાં કારને અન્ય કોઈને નડે નહીં તે રીતે પાર્ક કરીને ખરીદી કરવા જવાની ટેવ જ નથી. દુકાન આગળ ટુ વ્હીલરો પડયા હોય, જો કાર રાખવામાં આવે તો બાકીનો વાહન વ્યવહાર અવરોધાશે તેવું જાણવા છતાં કાર પાર્ક કરીને ખરીદી કરનાર પડયા છે. જો પોલીસ લોક લગાવે તો ઝઘડો કરવા માંડે. આ ક્યા પ્રકારનો પોશ વિસ્તાર ગણવો ? દરેક વિસ્તાર અને બજાર વિસ્તારમાં વાહનોના ખડકલા જોવા મળે છે. બધા એમ જ કહે છે કે પાંચ મિનિટમાં આવું છું. પાંચ મિનિટના બદલે 30 મિનિટ થાય તો કોણ ગણવાનું છે ? જો કોઈ જાગૃત નાગરિક ટપારે તો બિચારા તેનું પણ આવી બને. નડતરરૂપ કાર પાર્ક કરનાર તેની સાથે ઝઘડો કરવા માંડે. હોટેલ અને રેસ્ટોરન્ટવાળા, રાત્રે બરફના ગોલા વેચનારને ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. થોડે દૂર કાર પાર્ક કરીને ચાલવું કોઈને ગમતું નથી, પસંદ પણ નથી. તેના કારણે થાય છે એવું કે અન્ય વાહનચાલકોનું જે થવું હોય તે થાય, આપણે તો કાર મરજી પડે ત્યાં પાર્ક કરીને ખરીદી કરવા ચાલ્યા જવાનું આવી માનસિકતા ઘર કરી ગઈ છે. તંત્ર હાથ જોડીને બેસી રહે તે મેટ્રો શહેરને પાલવે તેમ નથી. સામ, દામ, દંડ, ભેદ કોઈપણ ઉપાયે રસ્તો કરવો જોઈએ. રસ્તો વાહનોને ચાલવા માટે છે, આ રીતે કાર પાર્ક કરવા માટે નથી. સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈને તંત્રે કડક હાથે કામ લેવાની જરૂર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કલોલના પલોડિયામાં ગટરના ગંદા પાણીથી 50 હજાર લોકો પરેશાન
calendar_today June 7, 2026

કલોલના પલોડિયામાં ગટરના ગંદા પાણીથી 50 હજાર લોકો પરેશાન

શહેરના છેવાડે અને ગાંધીનગરની હદમાં આવેલા કલોલના પલોડિયામાં અધૂરા રોડ અને ગટરનાગંદા પાણીથી 50 હજાર લોકો પરેશાન થઈ ગયા છે. ખોદાયેલા રોડ અને શીલજ બ્રિજ બંધ હોવાના લીધે 10 સોસાયટીના 200 બંગલાના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે છ મહિનાથી હેરાન થતી પ્રજાને રોજ 7 કિલોમીટર ફરિને જવું પડે છે. જો આ સમસ્યા ન ઉકેલાય તો ધારાસભ્ય અને મુખ્યમંત્રી કાર્યાલય બહાર ધરણાં કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આવી સ્થિતિમાં કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ? તેવો સ્થાનિકોએ પ્રશ્ન કર્યો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલોડિયા ગામ અને તેની આજુબાજુની વ્રજગોપી, આશિયાના, નંદનવન જેવી અનેક સોસાયટીઓના રહીશો તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યા છે. પલોડિયા ટેકરાથી ગ્રામ પંચાયત સુધીનો રોડ રિસરફેસિંગ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરે અધવચ્ચે જ અટકાવી દેતાં ધૂળની ડમરીઓથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. વર્ષ 2021માં મંજૂર થયેલા રોડનું કામ શરૂ થયા બાદ છ મહિનાથી અટકી પડયું છે, જેના લીધે વાહનોની અવરજવર બંધ છે. અગાઉ ત્રણ મહિના માટે રોડ બંધ કરવા તંત્રએ જાહેરનામું બહાર પાડયું હતું, પરંતુ કામ પૂર્ણ થયું નહોતું. હાલ રોડ નહીં બનતાં 10 સોસાયટી ઉપરાંત કોલેજ અને ફેક્ટરીના મળી અન્ય છ હજાર લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અગાઉ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં મળતાં કામ રોક્યું હતું, હવે એવું કહે છે કે સિમેન્ટની અછત છે. આમ, બહાનાબાજી કરાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી. પરિણામે હવે સ્કૂલો શરૂ થતાં બાળકોને રોજ 7થી 15 કિલોમીટર ફરિને અવરજવર કરવી પડશે. નજીકમાં હોસ્પિટલ નથી, ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પ્રવેશી શકે તેમ નથી, ડિલિવરી બોય કે કેબ વાહનો પણ આવવાની ના પાડે છે અને રિક્ષાચાલકો પણ વધુ પૈસા માંગે છે. આટલી તકલીફ્ છતાં તંત્ર ચૂપ છે. પલોડિયા ટેકરાથી ગ્રીનફીલ્ડ્સ સોસાયટી સુધીના ડીપ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને વાયુ પ્રદૂષણ (AQI) પણ જોખમી સ્તરે પહોંચ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward