android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત વધુ બે આરોપીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી
calendar_today June 7, 2026

લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત વધુ બે આરોપીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નળ સે જળયોજનામાં મહીસાગર જિલ્લામાં આચરવામાં આવેલા અંદાજે રૂ. 123 કરોડના બહુચર્ચિત મહાકૌભાંડમાં વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક મોટી કાર્યવાહી કરીને કૌભાંડીઓમાં ફ્ફ્ડાટ ફેલાવી દીધો છે.CIDક્રાઈમ દ્વારા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંના એક, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનહર જેઠાભાઈ પટેલની તેના નિવાસસ્થાન રામ પટેલના મુવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉમ્બેર ગામની પાણી પુરવઠા યોજનામાં રૂ. 67 લાખની નાણાકીય ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સાયણની ફેક્ટરીમાં આગ ભભૂકી યાર્ન અને મશીનરી બળીને સ્વાહા
calendar_today June 7, 2026

સાયણની ફેક્ટરીમાં આગ ભભૂકી યાર્ન અને મશીનરી બળીને સ્વાહા

સાયણ બાલાજી એસ્ટેટમાં યાર્ન બનાવતી એક ફેક્ટરીમાં રવિવારે સવારે અચાનક ભભૂકેલીઆગને કારણે યાર્ન અને મશીનરી સંપૂર્ણ બળીને સ્વાહા થઈ ગઈ હતી. જેથી ફેક્ટરી માલિકને એક કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાય રહ્યો છે. કાપોદ્રા વિસ્તારની મમતા સોસાયટીમાં રહેતા જીગર જીવરાજભાઈ રોયની ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં બાલાજી એસ્ટેટમાં યાર્ન બનાવતી કૈલાશ ટેક્સટાઇલ નામની ફેક્ટરી ભાડેથી રાખી છે. આ ફેક્ટરીમાં રવિવાર, તા. 07ના રોજ સવારે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના પહેલા માળ ઉપર ભરેલા યાર્નના સ્ટોકમાં અચાનક આગ ભભૂકી હતી. જેથી આગમાંથી નીકળતો ધુમાડાના ગોટા ટેરેસની ઉપરના ભાગે પહોંચતા ઉપર રૂમમાં ફસાયેલા કારીગરોએ પોતાની જાન બચાવવા પાછળના ભાગે આવેલી એક અન્ય ફેક્ટરીની છત પર પહોંચી સીડી વાટે ઉતરી નીચે આવી જતા તમામ કારીગરોનો આબાદ બચાવ થયો હતો. જો કે આગ દુર્ઘટનાની જાણ થતા સુરત ફાયર સ્ટેશનમાં કોલ કરાયો હતો. જેથી સાયણ આઉટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર સ્ટેશનને કોલ થકી સૂચવેલ આગ દુર્ઘટનાનાં લોકેશનમાં ફેરફાર હોવાથી ફાયરબ્રિગેડના જવાનોની બે ટીમ ઘટનાસ્થળે થોડીક મોડી પહોંચી હતી. ફેક્ટરી દીવાલની આશરે 100 ફૂટ લંબાઈ હોવાથી ફાયર જવાનોને આગળના ભાગેથી પાણીનો છંટકાવ કરવામાં મુશ્કેલી પડી હતી. જેથી જે.સી.બી. મશીન મંગાવી ફેક્ટરીની સાઈટની દીવાલ તોડી બાજુના ખુલ્લા પ્લોટમાંથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ સમયે વિકરાળ બનેલી આગ કાબૂમાં આવે પહેલા બન્ને બંબાનું પાણી ખલાસ થઈ જતાં જીવનરક્ષા હોસ્પિટલ તથા આસપાસથી પાણી ભરીને આગની જ્વાળા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર ખાતાના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ બુઝાઈ તે પહેલા ફેક્ટરીમાં યાર્નનો જમા સ્ટોક અને મશીનરી બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે ફેક્ટરીના માલિકે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન સાથે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ચિત્તપુર ગામ પાકા રસ્તા અને ગટરની સુવિધાથી વંચિત : નર્કાગારા જેવી સ્થિતિ
calendar_today June 7, 2026

ચિત્તપુર ગામ પાકા રસ્તા અને ગટરની સુવિધાથી વંચિત : નર્કાગારા જેવી સ્થિતિ

વ્યારા : ઉચ્છલના ઉકાઇ વિસ્થાપિત ચિત્તપુરમાં આંતરિક રસ્તાને એક પણ વાર પાકા બનાવાયાનથી. ધૂળિયા અને ઊબડખાબડ રસ્તાઓને લીધે ચોમાસા દરમિયાન કાદવ-કીચડ અને ગંદકી ઉપાડો લે છે. ત્યારે રસ્તા-ગટરલાઇન જેવી દુવિધાના ચક્રમાંથી ગામ ક્યારે સ્વતંત્ર થશેનો નિસાસો રહીશો ઠાલવી રહ્યા છે. ઉચ્છલ તાલુકાના પાટીબંધારા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચિત્તપુર ગામ ઉકાઇ જળાશયનું વિસ્થાપિત છે. અંદાજિત 1500થી વધુ વસ્તી ધરાવતા ગામના રહીશોને પ્લોટિંગની જમીન મળી છે, જેમાં વસવાટ તથા આકાશી ખેતી, પશુપાલન, ખેતમજૂરી કરી જીવનનિર્વાહ ચલાવે છે. ગામ વિસ્થાપિત થયાને વર્ષો વીતી ચૂક્યા, પરંતુ પાયાની સુવિધાઓ હજુ પણ પૂરતી ગામને મળી શકી નથી. અવરજવર માટે શેરીઓમાં પાકા રસ્તાઓની સુવિધા મળી શકી નથી. ધૂળિયા રસ્તાઓ ડામરીકરણ માટે ક્યારે આવરી લેવાશે તેની રહીશો કાગડોળે રાહ જોતા રહ્યા છે. ચોમાસા દરમિયાન તો ધૂળિયા રસ્તાઓ કાદવકીચડમાં ફેરવાતા જેના ઉપરથી પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બને છે. હદ તો ત્યાં થઇ છે કે વિસ્થાપિત ગામને દૂષિત પાણી કે વરસાદી પાણીના નિકાલ માટે કોઇ સુવિધા મળી શકી નથી. રહીશોના ઘરોમાંથી નીકળતું દૂષિત પાણી સીધા આંતરિક રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ વહેતા હોવાથી ગંદકી ઉપાડો લે છે. રસ્તા ઉપર પાણીનો કાયમી ભરાવાથી પારાવાર દુર્ગંધ અને માખી-મચ્છરોના ઉપદ્રવ કાયમી બની ચૂક્યો છે, જેને લઇને જનઆરોગ્ય કથળતું રહે છે. વિસ્થાપિત ગામોના રહીશોએ પોતાની મહામૂલી જમીન ઉકાઇ જળાશયમાં સંપાદિત થવા માટે આપી રાષ્ટ્રનું હિત કર્યુ, પરંતુ આ વિસ્થાપિતોને હજુ સુધી રસ્તા, ગટરલાઇન જેવી પાયાની સુવિધા પણ મળી શકી નથી. તેઓે આ બાબતે વારંવાર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી ચૂક્યા છે. રહીશો વરસાદી માહોલમાં ડામર રોડના અભાવે ખાબોચિયાગ્રસ્ત રસ્તા ઉપરથી પોતાના ખેતીકામ કે રોજગાર, ધંધાર્થે જાય છે, શાળાઓમાં જતા માસૂમો કીચડમાંથી દરવર્ષે પસાર થાય છે. વધુ વરસાદ થાય ત્યારે તો શેરીઓમાંથી પસાર થવું મુશ્કેલ બને છે. ઉનાળા, શિયાળાની ઋતુમાં ધૂળિયા રસ્તાઓના લીધે ધૂળની ડમરીઓથી રહીશો પરેશાન થાય છે, જ્યારે ચોમાસામાં કાદવકીચડથી ત્રસ્ત્ થાય છે. ત્યારે જેઓની હાલાકી તરફ જવાબદાર તંત્ર દ્દષ્ટિ કરી પાકા રસ્તા, ગટર જેવી સુવિધા હેઠળ ગામનો સમાવેશ કરે તે જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward