android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ફ્રૂટ એન્ડ વેજી. માર્કેટિંગ ફેડરેશનના પ્રમુખપદે રાજેશ પટેલ બિનહરીફ
calendar_today June 7, 2026

ફ્રૂટ એન્ડ વેજી. માર્કેટિંગ ફેડરેશનના પ્રમુખપદે રાજેશ પટેલ બિનહરીફ

બારડોલી : ગુજરાત સ્ટેટ કો-ઓ. ફ્રૂટ એન્ડ વેજિટેબલ માર્કેટિંગ ફેડરેશનના હોદ્દેદારની ચૂંટણી માટે બારડોલી ફેડરેશનખાતે બેઠક બોલાવાઈ હતી. દરમિયાન બીજી ટર્મ માટે સંસ્થાના પ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે અમિત ઠાકોરની ઉમેદવારી સામે અન્ય કોઈ ઉમેદવારની દરખાસ્ત નહિ આવતાં ફરિ એકવાર કરોડોનું ટર્નઓવર ધરાવતી આ સહકારી સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા છે. બારડોલી પ્રાંત અધિકારી તથા નાયબ કલેક્ટર જીજ્ઞા પરમારના અધ્યક્ષસ્થાને સંસ્થાના બોર્ડરૂમમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે રાજેશ ઈશ્વર પટેલના નામની દરખાસ્ત સહકારી અગ્રણી ભીખા ઝવેર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેને સંજય ઠાકોર પટેલે ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અમિત ઠાકોર પટેલના નામની દરખાસ્ત ગોવિંદ ઠાકોર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેને અભિષેક નટવર પટેલે ટેકો આપ્યો હતો. નિર્ધારિત સમયમર્યાદા દરમિયાન બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારી પત્રક ડે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ નહિ થતાં ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર જીજ્ઞા પરમારે ફેડરેશનના પ્રમુખ તરીકે રાજેશ ઈશ્વર પટેલને અને ઉપપ્રમુખ તરીકે અમિત ઠાકોર પટેલને બિનહરીફ્ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નારણપુરમાં કરોડોની યોજનાઓ રામભરોસે પાઈપલાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
calendar_today June 7, 2026

નારણપુરમાં કરોડોની યોજનાઓ રામભરોસે પાઈપલાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ

ઉચ્છલના નારણપુરના કરોડ ફટા પર લાખો લીટર પાણીનો પુરવઠો રસ્તા, ખેતરોમાં વહીને વેડફટ થતાં ખેડૂતોમાંઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. ઉચ્છલ તાલુકામાં સરકાર વિસ્થાપિતો માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકે છે, ત્યારે બીજી તરફ્ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. નારણપુર વિસ્તારમાં પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ થતાં પાણી વ્યર્થ વહી રહ્યું છે. નબળી અને તકલાદી કામગીરીના લીધે પાઇપલાઇનમાં ભંગાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, સાથે જ લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રહીશોના ઘરો સુધી પહોંચવાના બદલે રસ્તાઓ ઉપર તથા ખેતરોમાં, ગટરોમાં વહી રહ્યું છે. એક તરફ્ કેટલાંય ગામો પીવાના પાણી માટે વલખાં મારે છે જ્યારે નારણપુરના કરોડ ફટા પર શુદ્ધિકરણ થયેલું પીવાનું પાણી ખેતરો અને ગટરોમાં વેડફાઈ રહ્યું છે. ખેતરોમાં પાણી વહેતાં ખેડૂતોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉકાઈ વિસ્થાપિત ગામોને પાણી પુરવઠા જેવી યોજના હેઠળ આવરી લેવાયા છે. પણ તકલાદી કામગીરીને કારણે સમસ્યા સર્જાતી રે છે. ત્યારે તાત્કાલિક પાઇપલાઇનના ભંગાણની મરામત કરવા જવાબદારો પગલાં લે તે જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વલસાડમાં લોનની ભાર તળે દબાયેલા યુવાન દ્વારા 13મા માળેથી મોતની છલાંગ
calendar_today June 7, 2026

વલસાડમાં લોનની ભાર તળે દબાયેલા યુવાન દ્વારા 13મા માળેથી મોતની છલાંગ

વલસાડના સુઘડ ફળિયામાં રહેતા 23 વર્ષીય યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાંમુકાયો હતો. દરમિયાન તેણે બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારી અંતિમ પગલું ભરી લેતાં ચકચાર મચી ગઈ હતી. અંતિમ પગલું ભરતા પહેલાં યુવાને તેની ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો બનાવી તે વીડિયોને પોસ્ટ પણ કર્યો હતો. વલસાડના સુઘડ ફળિયામાં રહેતા માનવ રાજુભાઈ પટેલ (ઉં.વ. 23) વલસાડના શહીદ ચોક પાસે આવેલા મચ્છી માર્કેટમાં બરફનું વેચાણ કરતો હતો. આર્થિક સ્થિતિ નબળી હોય, યુવાન ડોમિનોઝ પિઝામાં પાર્ટ ટાઈમ ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો. માનવના પિતા રાજુભાઈનું એક વર્ષ અગાઉ અવસાન થતાં પરિવારની જવાબદારી માનવના માથે આવી હતી. માનવને કોઈક કામ માટે લોન લીધી હતી. લોનના રૂ. 11 હજારના 4 હપ્તા હોય, તે સમયસર ચૂકવી નહિ શકતાં, માનવ તાણમાં રહેતો હતો. દરમિયાન રવિવારે બપોરે આશરે 1 વાગ્યે વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઈટ્સ ખાતે પહોંચ્યો હતો. જે બાદ માનવ દમણગંગા નામની બિલ્ડિંગના 13મા માળે પહોંચી તેણે નીચે કૂદકો મારી દેતાં ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. કોઈક યુવાને પડતું મૂક્યું હોવાની જાણ થતાં બિલ્ડિંગના રહીશો સહિતના આ વિસ્તારના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ્ ઘટનાની જાણ થતાં સિટી પી.આઈ. એચ.આર. વાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સિટી પોલીસે બિલ્ડિંગના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરતાં, માનવે 13મા માળેથી જાતે જ કૂદકો મારી, અંતિમ પગલું ભર્યું હોવાની વિગત સામે આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં માનવે તેની ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો બનાવી, તે વીડિયો પોસ્ટ પણ કર્યો હતો. માનવે ભરેલા અંતિમ પગલાની ઝીણવટભરી તપાસ કરવા, સિટી પોલીસે મૃતકનો મોબાઈલ ફેન તપાસ માટે કબજે લીધો છે. માનવના આકસ્મિક મોતના કારણે તેની વિધવા માતાએ ઘડપણની લાકડી ગુમાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward