android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
જલાલપોરના વેસ્મા નજીક કેનાલની કરોડોની જમીન પર દબાણ, તંત્ર મૌન
calendar_today June 7, 2026

જલાલપોરના વેસ્મા નજીક કેનાલની કરોડોની જમીન પર દબાણ, તંત્ર મૌન

જલાલપોર તાલુકાના વેસ્મા નજીક સંદલપોર ગામ પાસે કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટતરીકે ઓળખાતી કરોડોની સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણો સામે સિંચાઈ વિભાગની કાર્યવાહી પ્રશ્નચિહન હેઠળ આવી છે. કાયદાકીય નોટિસ અપાયા બાદ પણ દબાણો યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જલાલપોર તાલુકાના વેસ્માનજીક સંદલપોર ગામ પાસે આવેલા નવા સર્વે નંબર 181 નજીક કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટ તરીકે ઓળખાતી સિંચાઈ વિભાગની કિંમતી સરકારી જમીન પર કથિત ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ફરિ ચર્ચામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 'અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ' દ્વારા આ જમીન પર પાઇપલાઇન સહિતનાં દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન કેનાલના રક્ષણ, સમારકામ અને ભવિષ્યના વિકાસ માટે મહત્ત્વની માનવામાં આવે છે. દબાણોના કારણે કેનાલની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મામલો સિંચાઈ વિભાગની વેસ્મા કચેરીના ધ્યાને આવતા વિભાગે દબાણકર્તાઓને કાયદાકીય નોટિસ ફટકારી હતી. નોટિસમાં નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા સ્વખર્ચે દબાણ હટાવી તેનો ખર્ચ વસૂલવાની તેમજ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નોટિસ બાદ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કે આગળની કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. કરોડોની સરકારી જમીન પર કબજાના આક્ષેપો વચ્ચે હવે તંત્રની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વલસાડ નગરમાં વર્ષ પહેલાં બનાવેલો રોડ પાણીના લીકેજથી ધોવાયો, જનતાને હાલાકી
calendar_today June 7, 2026

વલસાડ નગરમાં વર્ષ પહેલાં બનાવેલો રોડ પાણીના લીકેજથી ધોવાયો, જનતાને હાલાકી

વલસાડ પાલિકા હસ્તકના મહાત્મા ગાંધી લાઇબ્રરીની કંપાઉન્ડ વોલ પાસેથી પસાર થતી પાલિકાનીપાણીની પાઇપલાઇનમાં સર્જાયેલી ખામીના કારણે વહેલી સવારથી પાણી મંદ ગતિથી નીકળતું હોય, મોપેડ અને બાઇકચાલકોને અકસ્માત નડે તેવી શક્યતા છે. વલસાડ પાલિકા દ્વારા પાલિકા હસ્તકની શ્રી મહાત્મા ગાંધી લાઇબ્રરીના કંપાઉન્ડ વોલ પાસેથી પસાર થતા મુખ્ય રસ્તા પર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી આશરે 1 વર્ષ પહેલાં પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ ખાડાનું પુરાણ નહિ કરાતા સંદેશમાં અહેવાલો પ્રસિદ્ધ થતા પાલિકા દ્વારા પાઈપલાઈન નાખવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા રોડનું રિસરફેસિંગ કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ હતી. છેલ્લા ત્રણ માસથી પાણીની પાઈપલાઈનમાંથી પાણી લીકેજ થવાની સમસ્યા શરૂ થઇ છે. પાણીની પાઈપલાઈન સર્જાતા લીકેજના કારણે પાણીનો જથ્થો રોડ પર પ્રસરે છે. જેના કારણે રોડ પરથી પસાર થતા મોપેડ અને બાઇકચાલકોના વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે. પાલિકાના અણઘડ વહીવટના કારણે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: GSRTC બસે શ્રમિકને કચડી નાખ્યો, ચાલક બસ લઈને ફરાર
calendar_today June 7, 2026

Vadodara News: GSRTC બસે શ્રમિકને કચડી નાખ્યો, ચાલક બસ લઈને ફરાર

સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ગોત્રી પાસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની એક એસટી બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક નિર્દોષ શ્રમિકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.અકસ્માત સર્જી બસ ચાલક ફરારઘટનાની મળતી માહિતી અનુસાર, શ્રમિક જ્યારે ગોત્રી રોડ પરથી માર્ગ ઓળંગી રહ્યો હતો, ત્યારે કાળમુખી બસના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, શ્રમિકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. દુર્ઘટના સર્જાયા બાદ માનવતા દાખવવાને બદલે એસટી બસનો ચાલક પોતાની બસ લઈને ઘટના સ્થળેથી જલદીથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે ત્યાં હાજર સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી.પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ શ્રમિકના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા GSRTC બસના ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - Vadodara News : ડુપ્લીકેટ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward