android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: પાટણમાં પાલિકા દ્વારા પસાર થતાં પીવાના પાણીના પ્રવાહની ચકાસણી કરાઈ
calendar_today June 5, 2026

Patan: પાટણમાં પાલિકા દ્વારા પસાર થતાં પીવાના પાણીના પ્રવાહની ચકાસણી કરાઈ

પાટણ શહેરમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતાં પ્રવાહ સ્થળની નગરપાલિકા તંત્ર અને હોદ્દેદારોએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી હતી. તેમજ પાલીકાના સ્ટાફ્ને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા માટે અને યોગ્ય જાળવણી માટે સુચના આપી દેવામાં આવી હતી. પાટણ શહેરમાં લોકોના ઘરો સુધી આવતું પીવાનું પાણી શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તેવા હેતુથી પ્રવાહ પદ્મનાભથી સિદ્ધી સરોવર સુધીના રૂટની મુલાકાત નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સહિત સ્ટાફ્ અને ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન દ્વારા લેવામાં આવી હતી. તે દરમિયાન નગરપાલિકાના સ્ટાફ્ને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા માટે અને યોગ્ય જાળવણી કરવા માટે સુચના આપી હતી. તદ્પરાંત લોકોને પણ અપિલ કરી હતી કે પાણીના મુખ્ય પ્રવાહને દુષિત ન કરવું તથા નહાવા કે કપડા ન ધોવા જણાવ્યું હતું. જેથી કરીને પાણી દુષિત ન થાય તેવી નગરપાલિકા દ્વારા લોકોને અપિલ કરવામાં આવીહતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ઉદ્ધત જવાબો આપવા ટેવાયેલા નિગમના અધિકારીઓની કામગીરી શંકામાં
calendar_today June 5, 2026

Dabhoi: ઉદ્ધત જવાબો આપવા ટેવાયેલા નિગમના અધિકારીઓની કામગીરી શંકામાં

ડભોઇ પંથકના ખેડૂતો અવારનવાર નર્મદા નિગમના અધિકારીઓની જોહુકમીનો ભોગ બને છે. આ બાબતે કેટલાય સમયથી કેનાલોની ખસ્તા હાલત બાબતોની ફરીયાદ કરેલ હતી. તેનું સમયસર નિરાકરણ લાવવાને બદલે હવે માથે વરસાદ બેઠો છે. ત્યારે કામગીરી શરૂા કરાઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્તારમાંથી પસાર થતી પોર મેઇન બ્રાન્ચ કેનાલની મરામત્ત માટે મહિના પહેલાથી કોન્ટ્રાકટર દ્વારા સિમેન્ટ કોંક્રિટના પ્લાન્ટ સહિતની કામગીરી શરુ કરી દેવાયું હતું. પરંતુ અગમ્ય કારણોસર મરામત્તની કામગીરી શરુ કરેલ ન હતી. જે બાબતે પણ ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર વિનંતી કરેલ. ત્યારે જઇને હવે કામગીરી શરુ કરી છે. હવે વરસાદ માથે છે. કામગીરી ચાલુ કરી છે. તો આવી કામગીરીની મજબૂતાઈ બાબતે પણ ખેડૂતો શંકા વ્યક્ત કરી છે. આ બાબતે નર્મદા નિગમના સંબંધિત અધિકારીને કચેરીએ પૂછતા મોટા સાહેબને પૂછી લો તેવો ઉડાઉ જવાબ અમને પણ મળેલ છે. વધુમાં ડભોઇ નર્મદા નિગમ અંતર્ગત આવતી કેનાલોની ખસ્તા હાલતને લઈ ખેડૂતો અવારનવાર તકલીફેમાં મુકાતા રહ્યાં છે. આ બાબતે જો ખેડૂતો નર્મદા નિગમની ડભોઈ કચેરીએ રજૂઆત કરવાં જાય છે. તો ત્યાં અધિકારીઓ હાજર રહેતા નથી. જો હોય તો ઉદ્ધત જવાબો આપતા હોવાનું ખેડૂતોએ જણાવેલ છે. જેથી અધિકારીઓની તાનાશાહી સામે હવે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું ખેડૂતોએ જણાવેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: જનતા ડાયવર્ઝન ઉપર જામેલી વાહનોની લાંબી લાંબી કતારો
calendar_today June 5, 2026

Bharuch: જનતા ડાયવર્ઝન ઉપર જામેલી વાહનોની લાંબી લાંબી કતારો

બોડેલી - છોટાઉદેપુર નેશનલ હાઈવે સિમરીયા ગામ પાસેથી પસાર થતી મેરીયા નદી પરનાં મેરીયા બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખી બ્રિજની જરૂરી મરામતની કામગીરી શરુ કરાઇ છે. હાલમાં બ્રિજ ઉપરથી વાહન વ્યવહારને સંપૂર્ણપણે બંધ રખાયો છે.મરામતને લઈ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હોવાને કારણે વાહન ચાલકો હવે બાજુમાં મેરીયા નદીમાં સેન્ડ એસોસિએશન દ્વારા બનાવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં હતા. હાલ આ ડાયવર્ઝન વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે. હાલમાં નાના મોટા દરેક વાહનોને ડાયવર્ઝન માર્ગ પરથી પસાર કરાઇ રહ્યો છે. જોકે ડાઈવર્ઝન પર વાહન વ્યવહારનું ભારણ વધતા રોડની બંને તરફ્ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ત્યારે પરિસ્થિતિ તેને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ અને ટ્રાફ્કિ પોલીસનો સ્ટાફ્ વાહન વ્યવહારને સહજ અને સરળ બનાવવા ખડેપગે ફ્રજ બજાવે છે. આજે ડાયવર્ઝન પર એક કાર બંધ થઈ જવાનો બનાવ બનતા બંને તરફ્ લાગેલી વાહનોની કતારને પસાર કરાવવા બંધ પડેલી કારને હાજર પોલીસ કર્મીઓએ ધક્કો મારી કારને બાજુ પર લઈ જવામાં મદદરૂપ થતા પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતને સાબિત કરી હતી. હાલ તંત્ર દ્વારા બ્રિજની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલે છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજ ફ્રીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે. ત્યાં સુધી વાહન ચાલકોને ડાઈવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા તથા ટ્રાફ્કિ પોલીસને સહકાર આપવા અપીલ કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward