android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: વૃક્ષ વાવવું, પ્લાસ્ટિક મુક્ત જીવન સ્વસ્થ સુખી જીવનની ચાવી સમાન
calendar_today June 5, 2026

Vadodara: વૃક્ષ વાવવું, પ્લાસ્ટિક મુક્ત જીવન સ્વસ્થ સુખી જીવનની ચાવી સમાન

નસવાડી : દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેની શરુઆત સંયુક્ત રાષ્ટ્રસંઘના 1972ના સ્ટોકહોમ સંમેલન પછી વર્ષ 1974થી થઈ હતી. જેનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.હવા, પાણી, જમીન, નદીઓ, પર્વતો, જંગલો અને પશુ-પંખીઓથી આપણું પર્યાવરણ બનેલું છે. જેના પર સમગ્ર માનવજીવનનું અસ્તિત્વ આધારિત છે. પરંતુ આજના આધુનિક યુગમાં ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, આડેધડ વૃક્ષોનું નિકંદન, વધતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકના અતિશય ઉપયોગને કારણે પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) વધી રહ્યું છે, જેના લીધે અનિયમિત ઋતુચક્ર, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ વધી છે. વૃક્ષો પર્યાવરણના સાચા રક્ષક છે. તેઓ ઓક્સિજન આપે છે. વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે, સંસ્થાઓની જ નહીં, પરંતુ દરેક નાગરિકની ફ્રજ છે. શાળા કક્ષાએ બાળકોમાં નાનપણથી જ આ સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિમાંથી જળ, જંગલ અને જમીનના સંયમપૂર્વક ઉપયોગની પરંપરા શીખવા જેવી છે. તેમ નસવાડી તાલુકાના પાલા સીઆરસીના શિક્ષક અર્જુનભાઇ સાંકાભાઇ ડીંડોરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહેતા, સમગ્ર વર્ષ દરમિયાન એક વૃક્ષ - એક જીવન અને પ્લાસ્ટિક મુક્ત જીવન જેવા સંકલ્પો સાથે પ્રકૃતિની રક્ષા કરવી એ જ આપણા સ્વસ્થ અને સુખી ભવિષ્યની ચાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ઝરખલી વાડિયા ફ્ળિયા એપ્રોચ રોડનું કામ શરુ થશે, સર્વે કરાયો
calendar_today June 5, 2026

Vadodara: ઝરખલી વાડિયા ફ્ળિયા એપ્રોચ રોડનું કામ શરુ થશે, સર્વે કરાયો

નસવાડી તાલુકાના વાડિયા ગામના ઝરખલી વાડિયા ફ્ળિયાથી મુખ્ય માર્ગ સુધીનો એપ્રોચ રોડ લાંબા સમયથી ગ્રામજનો માટે મહત્વનો પ્રશ્ન હતો. પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, નસવાડી દ્વારા 1.20 કિમી લંબાઈનો અંદાજે રૂા. 1.20 કરોડના ખર્ચે રોડ મંજૂર કરાયો છે. આ કામનું ટેન્ડર વિરાજ કન્સ્ટ્રકશનને ફળવ્યું છે.કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરુ કરવાની તજવીજ દરમિયાન સ્થાનિક સ્તરે જમીન સંબંધિત પ્રશ્ન ઉભો થતાં રોડનું કામ અટકયું હતું. ગ્રામજનોએ ધારાસભ્ય અભેસિંહ તડવીને રજૂઆત કરી હતી. જથી તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષ રાઠવા, ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુ ભીલ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા, એમ.ઈ. મિલન સહિતના આગેવાનો અને ગ્રામજનોએ સ્થળ મુલાકાત લઈને સર્વે કર્યો હતો. ચર્ચા અને સંકલન બાદ પ્રશ્નનું નિરાકરણ લવાયું હતું. રોડના પ્રશ્નનું નિરાકરણ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. હવે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાશે, ત્યારબાદ રોડની કામગીરીનો પ્રારંભ કરાશે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવાના જણાવ્યા મુજબ. ઝરખલી વાડિયા ફ્ળિયાથી મુખ્ય માર્ગ સુધીના 1.20 કિમી લાંબા અને રૂ. 1.20 કરોડના ખર્ચના એપ્રોચ રોડને મંજૂરી મળી છે. જેમાં અંદાજે 270 મીટરના ભાગમાં જમીન સંબંધિત પ્રશ્ન હતો. હાલ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. બાકીના રસ્તાના કામમાં કોઈ અડચણ નથી. ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત બાદ કામગીરી શરુ કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: અધૂરો અભ્યાસ છોડતા બાળકોને શાળામાં પરત લેવા અભિયાન
calendar_today June 5, 2026

Chhotaudepur: અધૂરો અભ્યાસ છોડતા બાળકોને શાળામાં પરત લેવા અભિયાન

ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણના ભાગરૂપે વર્ષ-2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધી 100 ટકા કુલ નોંધણી ગુણોત્તર (GER) પ્રાપ્ત કરવાના ઉમદા લક્ષ્યાંક સાથે બાળકોને શાળામાં પાછા લાવીએ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર (ડ્રોપ આઉટ) બાળકોને ફ્રીથી શૈક્ષણિક પ્રવાહમાં સામેલ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે મોડેલ ડે સ્કૂલ, મોટી સઢલી ખાતેથી જિલ્લા કલેકટર ગાર્ગી જૈને શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર બાળકો અને તેમના વાલીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેકટરે આ બાળકોને હૂંફ્ આપી પુનઃ શિક્ષણ સાથે સાંકળ્યા હતા. શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શિક્ષણનું સાચું મહત્વ સમજાવતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, દરેક બાળકે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનિવાર્યપણે પૂર્ણ કરવું જોઈએ. ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે, ધો.10 પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીએ ધો.11માં અભ્યાસ કરવો જોઈએ. અથવા તો ITI જેવા સ્કીલ ડેવલપમેન્ટના રોજગારલક્ષી કોર્ષ તરફ્ આગળ વધવું જોઈએ. આ ઉપરાંત, ધો.10માં અનુત્તીર્ણ (નાપાસ) થયેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા વગર પૂરક પરીક્ષા આપીનેપુનઃ ધો.11માં અભ્યાસ ચાલુ રાખે તે માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને શાળામાં પાછા લાવીએ અભિયાન અંતર્ગત કલેકટરે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના આવા તમામ વિદ્યાર્થીઓનો પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ ધો. 10ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તમામ જરૂરી વ્યવસ્થાઓ અને માર્ગદર્શન મળી રહે તેવી સચોટ વ્યવસ્થા ગોઠવવા પણ તેઓએ તાકીદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, મામલતદાર છોટાઉદેપુર ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward