જૂનાગઢમાં ભૂતનાથ પાસે ફાટક ખુલ્લું હતું અને અચાનક ટ્રેન આવી પહોંચી!
જૂનાગઢ શહેરમાંથી સાત રેલવે ફાટક પસાર થાય છે, અને સાત સ્થળે જયારે ટ્રેન પસાર થાય છે, ત્યારે શહેરના આ સાતેય ફાટક વારાફરથી બંધ કરવા પડે છે, અને તે સમય શહેરનો ટ્રાફ્કિ અટકી પડે છે. આ સમસ્યા નવાબી કાળથી ચાલી આવે છે, અને આ સમસ્યાનો હલ કરવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે રેલવે બોર્ડ વિભાગ દ્વારા શહેરમાંથી પસાર થતી મીટર ગેજ લાઈનને દુર કરીને શહેર નજીક આવેલ ગ્રોફેડ પાસે નવું મીટર ગેજ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ તે ક્યારે બનશે અને ક્યારે તેનુ કામ શરુ થશે, અને શહેરમાંથી પસાર થતા સાત રેલવે ફાટક ક્યારે દુર થશે તે સવાલ છે, પરંતુ હાલ તો, આ સમસ્યા એમની એમ જ છે, જયારે જયારે ટ્રેન પસાર થાય છે, ત્યારે આ સાતેય ફાટક બંધ કરવા પડે છે, પરંતુ ગઈકાલે અહીના ભૂતનાથ મંદિર પાસેનું રેલવે ફાટક ખુલ્લું હતું, અને અચાનક ઉના-દેલવાડા ટ્રેન આવી પહોંચી હતી. અને આ સમયે કોઈ રેલવે કર્મચારી હાજર હતો કે કેમ તે પણ સવાલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward