android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' પહેલથી વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે સજ્જ બનાવશે
calendar_today June 4, 2026

કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' પહેલથી વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે સજ્જ બનાવશે

કડી : કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની કારકિર્દી સફ્ળતા અને રોજગાર ક્ષમતા વધારવાના હેતુથી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' નામના વિશેષ કાર્યક્રમનું સફ્ળ આયોજન કરી રહી છે. આ પ્લેસમેન્ટ-કેન્દ્રિત પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ અને વ્યાવસાયિક જગત માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ઉદ્યોગજ્ઞાનથી સજ્જ બનાવવાનો છે. કાર્યક્રમ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગજગતની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરે છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ કેમ્પસ જીવનમાંથી વ્યાવસાયિક જીવનમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. આ કાર્યક્રમ અંગે યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. ધર્મેશ જે. શાહે જણાવ્યું હતું કે, 'કેમ્પસ ટુ કોર્પોરેટ' કાર્યક્રમ વિદ્યાર્થીઓને કારકિર્દી-સક્ષમ, કોર્પોરેટ-સજ્જ અને ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે તેવા વ્યાવસાયિકો તરીકે ઘડવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટી ગુણવત્તાસભર શિક્ષણ, ઉદ્યોગ જોડાણ અને કૌશલ્ય વિકાસના સમન્વય દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સફ્ળ કારકિર્દી માટે તૈયાર કરવાની દિશામાં સતત કાર્યરત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગો ગેસ એલપીજીની ડીલરશિપ : સુરક્ષિત અને દીર્ઘકાલીન વ્યવસાયનો મજબૂત વિકલ્પ
calendar_today June 4, 2026

ગો ગેસ એલપીજીની ડીલરશિપ : સુરક્ષિત અને દીર્ઘકાલીન વ્યવસાયનો મજબૂત વિકલ્પ

ભારત સ્વચ્છ ઊર્જા તરફે સતત આગળ વધી રહ્યું છે. એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)જેવા સ્વચ્છ બળતણનો ઉપયોગ પર્યાવરણની દૃષ્ટીએ લાભદાયક હોવા સાથે પરંપરાગત બળતણ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ કરે છે. વધતું શહેરીકરણ, સ્વચ્છ ઊર્જા તરફેની જાગૃતિ તથા ઘરેલુ અને વ્યવસાયિક ક્ષેત્રોમાં બળતણની વધતી આવશ્યકતાના કારણે એલપીજીનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. એલપીજી રસોઈ ઉપરાંત, હોટેલ, રેસ્ટોરાં, નાના ઉદ્યોગો, કેટરિંગ વ્યવસાયિક સંસ્થાઓની એક અગત્યની જરૂરિયાત બની ગયું છે અને તેથી જ તેની માંગ આખુ વર્ષ રહે છે. સરકારી નીતિઓ અને પ્રદૂષણ ઘટાડવામાં પણ એલપીજી સહાયક હોવાથી તેનો વ્યવસાય સ્થિર મનાય છે. આમ ગો ગેસ એલપીજી ડીલરશિપ વ્યવસાયીઓ માટે એક સુવર્ણ અવસર છે. સુરક્ષિત સંચાલન, નિયમિત પરિપૂર્તિ, ગ્રાહક સેવા અને સ્થાનિક બજારની સમજ રહેતા આ વ્યવસાય સફળ બની રહે છે. ગો ગેસ તેના ડીલરોને પ્રશિક્ષણ, ટેકનિકલ માર્ગદર્શન, પ્રચાર સહાય અને સંચાલન સંબંધિત સહાયતા પ્રદાન કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vi એ ગુજરાતમાં 5G નેટવર્કનો વ્યાપ વધાર્યો, 16 શહેરોમાં સેવાઓ શરૂ કરી
calendar_today June 4, 2026

Vi એ ગુજરાતમાં 5G નેટવર્કનો વ્યાપ વધાર્યો, 16 શહેરોમાં સેવાઓ શરૂ કરી

ગયા વર્ષે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G સેવા શરૂ કર્યા બાદ અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi હવે ગુજરાતના વધુ 16 શહેરોમાં તેના વિસ્તરણને વધુ વેગ આપી રહી છે, જેની સાથે કુલ આંકડો હવે 20 શહેરો સુધી પહોંચ્યો છે. રાજ્યમાં તેની 5G હાજરીનેવધુ મજબૂત બનાવતા ટેલિકોમ કંપનીએ ભાવનગર, જામનગર, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીધામ, નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વાપી, દમણ અને સિલ્વાસામાં તેની 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ અંગે વોડાફેન આઈડિયાના ગુજરાતના બિઝનેસ હેડ नवीन સિંઘવીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં Viના 5G નેટવર્કના વિસ્ત્ારણને અમે વધુ ગતિ આપી રહ્યા છીએ, કારણ કે રાજ્યના મુખ્ય બજારોમાં અમે અમારી હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં અમારી પહેલેથી જ હાજરી છે અને હવે અમે વધુ 16 શહેરોમાં અમારી સેવાઓનો વિસ્તાર કર્યો છે. અમારા વિસ્તરણ પાછળનો મુખ્ય હેતુ ઊંચી માંગ ધરાવતા અને ડેટા વપરાશની વિશાળ સંભાવના ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપવાનો છે'.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward