હરિયાળી બચાવો નહીં તો ગરમીની આગમાં ગુજરાત ભઠ્ઠીની જેમ તપશે !
દર વર્ષે તા. 5 જૂને સમગ્ર વિશ્વમાં ' વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવવામાં આવે છે. 1972માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શરૂ કરાયેલા આ દિવસનો હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો વધારવાનો છે. 2026માં વિશ્વ પર્યાવરણ દિવસનો મુખ્ય વિષય ક્લાઈમેટ એક્શન રાખવામાં આવ્યો છે, જે આબોહવા પરિવર્તન સામે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.ગુજરાત આજે દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં સામેલ છે. એક તરફ્ ઉદ્યોગો, બંદરો, હાઈવે, મેટ્રો અને શહેરી વિકાસના પ્રોજેક્ટો ઝડપથી આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ્ પર્યાવરણનું સંતુલન જાળવવાનો પડકાર પણ વધતો જાય છે. તાજેતરના ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતમાં આશરે 15,017 ચોરસ કિલોમીટર વિસ્તાર જંગલોથી આવરાયેલો છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 7.65 ટકા જેટલો થાય છે. રાજ્યનું ટ્રી કવર 6,632 ચોરસ કિલોમીટર એટલે કે 3.38 ટકા છે. આમ ગુજરાતનું કુલ ગ્રીન કવર હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. વન અને પર્યાવરણ વિભાગે 2035 સુધીમાં રાજ્યનું ગ્રીન કવર 12.71 ટકા વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેના માટે જંગલ વિસ્તાર, ટ્રી કવર અને મેન્ગ્રોવ્સમાં વધારો કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પર્યાવરણવિદો માટે સૌથી મોટી ચિંતા રાજ્યના ટ્રી કવરમાં થયેલો ઘટાડો છે. ઉપલબ્ધ અભ્યાસો દર્શાવે છે કે 2015-16 અને 2021-22 વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન ટ્રી કવર 8,034 ચોરસ કિલોમીટરમાંથી ઘટીને 6,632 ચોરસ કિલોમીટર થયું હતું. નિષ્ણાતોના મતે ઔદ્યોગિક વિકાસ, સોલાર પ્રોજેક્ટ, શહેરીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આ ઘટાડાના મુખ્ય કારણો રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward