android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ તાલુકાના ધરતીપુત્રો સરકારના નવા પરિપત્રથી નારાજ
calendar_today June 4, 2026

Vadodara: કરજણ તાલુકાના ધરતીપુત્રો સરકારના નવા પરિપત્રથી નારાજ

કરજણ તાલુકામાં કપાસ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન થતાં ખેડૂતો મકાઈ ની વાવણી તરફ્ વળેલ છે. જેમાં તાલુકામાં વધારે પ્રમાણમાં મકાઈનું વાવેતર થયેલ છે. જ્યારે મકાઈ તૈયાર થયા બાદ વેચવા માટે ખેડૂતોની પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટે જાહેરાત કરી હતી. જેમાં એક હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદીની જાહેરાત કરી હતી.મકાઈ વેચવા માટે ખેડૂતે ઓનલાઈન પ્રક્રિયા કરવાની હોય છે જે પ્રક્રિયા લગભગ દોઢ મહિના અગાઉ થઈ ગઈ હતી. ઓનલાઇન પ્રક્રિયા બાદ પણ ટેકાના ભાવે મકાઈ ખરીદવાની કામગીરી થઈ ન હતી. થોડા દિવસ અગાઉ મકાઈ ખરીદવાની કામગીરી શરૂ થઈ હતી. જેમા તા.1 થી તાલુકાના કેટલાક ખેડૂતોને મોબાઈલ દ્વારા મેસેજ કરેલ હતા. ખેડૂતો મકાઈના ટ્રેક્ટર ભરીને વહેલી સવારથી જ મકાઈ ખરીદીના કેન્દ્ર પર આવી ગયા હતા. ત્યારે મકાઈ ખરીદી કેન્દ્રના અધિકારી આવતા જણાવેલ કે સરકારનો નવો પરિપત્ર આવેલ છે, એક ખાતા દીઠ 15 ક્વિન્ટલ મકાઈ ખરીદાશે. આ સાંભળીને ખેડૂતોમાં ભારે રોષ ઉઠવા પામેલ છે. ખેડૂતો પકવેલ મકાઈ લઈને જાય ક્યાં અને જે પરિપત્ર પ્રમાણે ખરીદી અગાઉથી નક્કી કર્યું હોત ખેડૂતો ગમે ત્યાં એનો નિકાલ કરી શકે, હવે ચોમાસાના એંધાણ વરતાયા છે. બે દિવસથી વરસાદી ઝાપટાપડે છે. મકાઈ બગડી જાય અને મહા મુસીબતે પકવેલી મકાઈ ના છૂટકે ખાનગી વેપારીઓને વેચવા જઈશું તો સસ્તા ભાવે ખાનગી વેપારીઓ મકાઈ પડાવી લેશે. જેમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થાય તેમ છે સરકારની આવી નીતિથી ખેડૂતોમાં નારાજ થયેલ છે. ખેડૂત ની માંગણી છે કે સરકાર દ્વારા અગાઉ જે હેક્ટર દીઠ 28 ક્વિન્ટલની જાહેરાત કરી હતી તે પ્રમાણે ખરીદી શરૂ કરે તેવી માંગ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: SDAU ખાતે વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી, 700થી વધુ છાત્રો જોડાયા
calendar_today June 4, 2026

Palanpur: SDAU ખાતે વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી, 700થી વધુ છાત્રો જોડાયા

દાંતીવાડા : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 3 જૂન, 2026ના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુલપતિ ડૉ. એસ.ડી. સોલંકીની પ્રેરણા અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડૉ. કે.પી. ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સાયકલ રેલીમાં 700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંશોધન નિયામક ડૉ. એચ.એસ. ભદોરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી.એસ. પટેલ સહિત તમામ અધિકારીઓ, ડીન, NSS અને NCCના ઓફ્સિરોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટી દ્વારા તમામ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરાયું છે. અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દરરોજ સાયકલનો ઉપયોગ કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: કાંકરેજનાં પાદરડી ગામે દૂધ લેવા જતા શ્રામિક પર આખલાનો હુમલો
calendar_today June 4, 2026

Palanpur: કાંકરેજનાં પાદરડી ગામે દૂધ લેવા જતા શ્રામિક પર આખલાનો હુમલો

કાંકરેજ તાલુકાના પાદરડી ગામે વહેલી સવારે દૂધ લેવા જઈ રહેલા એક શ્રામિક પર રખડતા આખલાએ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફ્તે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરડી ગામના સતરામભાઈ ઠાકોર વહેલી સવારે દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર રખડતા એક આખલાએ પાછળથી દોડી આવી તેમને જોરદાર ભેટું મારતાં તેઓ જમીન પર પટકાયા હતા. ત્યારબાદ આખલાએ શિંગડામાં ભરી ઉછાળતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલામાં સતરામભાઈને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યાં પાંચ ટાંકા લેવા પડયા હતા. ઉપરાંત માથા અને છાતીના ભાગે પણ ઇજાઓ થતાં સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર તથા ચરિયાણ જમીનોના સતત ઘટતા વિસ્તારને કારણે રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward