android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર લોકાર્પણની રાહ જુએ છે
calendar_today June 4, 2026

Vadodara: રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર લોકાર્પણની રાહ જુએ છે

શિનોર તાલુકાના અવાખલ ગામે રૂા.25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ લોકાર્પણની રાહ જુવે છે. પરંતુ વહીવટી તંત્ર કે ચૂંટાયેલ પાંખને તેનું લોકાર્પણ કરવાનો સમય નહીં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.શિનોર તાલુકાના ટીંબરવા તથા અવાખલ ગામે વર્ષ 2024/25 સ્ટેમ્પ ડયુટી અને રેતી કંકર ગ્રાન્ટમાંથી મંજૂરી બાદ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત વડોદરાને સોંપવામાં આવ્યું હતુ. જે બાદ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા તા.18 ઓગસ્ટ 2025 ના રોજ રૂા.1.33 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતુ. જ્યારે અવાખલ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તા.21 ઓગસ્ટ 2025 ના રોજ તત્કાલીન જિલ્લા પંચાયત સદસ્યા સુમિત્રાબેન વસાવા તથા સરપંચ એકતાબેનના હસ્તે કરાયું હતું. જે બાદ આજે 9 માસ અને 15 દિવસ થયા, આ મકાન ઘણા સમયથી તૈયાર થયેલ છે, અવાખલ અને ટીંબરવામાં એકસાથે કામો મંજૂર થયા હતા, છતાં પણ અવાખલ ગામે લોકાર્પણ થતું નથી, જ્યારે ટીંબરવા મુકામે તા.4 ફેબ્રુઆરી 2026 ના રોજ પંચાયત ઘરનું લોકાર્પણ પણ થઈ ગયેલ છે, તેને આજે ચાર મહિના પૂરા થયા હોવા છતાં અવાખલના પંચાયત ઘરનું લોકાર્પણ થતું નથી. ત્યારે વહેલીતકે આ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવે એવી ગામલોકોની માંગ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: વરસાદથી ખેતરમાં કાપણી કરેલી મગફ્ળી પલળતાં નુક્સાન પહોંચ્યું
calendar_today June 4, 2026

Palanpur: વરસાદથી ખેતરમાં કાપણી કરેલી મગફ્ળી પલળતાં નુક્સાન પહોંચ્યું

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ડીસા સહિતના વિસ્તારોમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉખાડી મૂકેલી મગફ્ળી પલળી ગઈ છે. મોંઘા ખાતર, બિયારણ અને મહેનત બાદ સારા વળતરની આશા રાખી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આફ્ત બની રહ્યો છે. અગાઉ બટાકાના પાકમાં નુકસાન સહન કરનારા ખેડૂતો હવે મગફ્ળીના પાકને બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. વધુ વરસાદ વરસશે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી
calendar_today June 4, 2026

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભુ થયું છે. અનેક સ્થળે રોડ ડિવાઈડર પરની રેલિંગ તોડી નાંખવામાં આવી છે, તો ક્યાંક ચોરી પણ થઈ ગઈ છે. ત્યારે વહેલીતકે આ તૂટેલી રેલિંગનું સમારકામ કરાવી તેમજ જ્યાંથી રેલિંગ ગુમ થઈ છે, ત્યાં નવી રેલિંગ નાખવા માગ કરાઈ છે.વાઘોડિયા નગરની શોભામાં વધારો કરતા વિકાસપથ માર્ગ ધીરજ ચોકડીથી ડેપો સુધી રોડ વચ્ચે ડીવાઈડર પર ગ્રિલ લગાવવામાં આવી છે, જેના કારણે પશુઓ રોડ કૂદીને અવરજવર ના કરી શકે, જેથી વાહન ચાલકોને અકસ્માત નડે નહીં. પરંતુ ટુંકો રસ્તો શોધવામાં કેટલાક વાહન ચાલકોએ અનેક ઠેકાણે આ ગ્રીલને તોડી પાડી નુકસાન પહોંચાડયું છે. કેટલીક જગ્યાએ આ ગ્રીલ ડિવાઇડર પરથી તૂટીને રોડ પર લટકી રહી છે. ખંધારોડ ઉપર ઠેર-ઠેર રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે અહીંથી રાત્રે પસાર થતા વાહન ચાલકો માટે મોટું જોખમ બની રહી છે. કેટલીક જગ્યાએ તો તૂટેલી રેલિંગ ગાયબ થઈ ગયેલી પણ જોવા મળે છે. વહીવટી વિભાગના અધિકારીઓ છાસવારે આ માર્ગ પરથી પસાર થતાં હોવા છતાં આ તૂટેલી જોખમી રેલિંગ સામે આંખ આડા કાન કરે છે. જેથી સ્થાનિક નાગરિકોએ વહેલીતકે આ તૂટેલી રેલિંગનું સમારકામ કરાવી તેમજ જ્યાંથી રેલિંગ ગુમ થઈ છે, ત્યાં નવી રેલિંગ નાખવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward