android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: આ સાહસ જીવલેણ સાબિત થઈ શકે છે !!
calendar_today May 31, 2026

Patan: આ સાહસ જીવલેણ સાબિત થઈ શકે છે !!

ચાણસ્મા : ચાણસ્મા તાલુકાના છમીસા ગામ નજીક પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં એક જીવલેણ બની શકે તેવું દ્રશ્ય સંદેશના કેમેરામાં ક્લિક થયું હતું. જેમાં બ્રાહ્મણવાડા ગામથી મણીયારી તરફ્ના માર્ગ પર આવેલ નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં શનિવારે બપોરના સમયે કેનાલમાં ઊતરીને કેટલીક મહિલાઓ કપડા ધોતાં જોવા મળી હતી. જોકે કોઈ વખત પગ લપસવા જેવો બનાવ બનવા પામે તો કેનાલમાં ડુબી જવાની પણ શક્યતા રહેતી હોય છે. જેથી આ સાહસ કોઈ વખત જીવલેણ પણ બની શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ડીસાના લોરવાડાના તળાવમાં માછલીના મોત, તપાસની માંગ
calendar_today May 31, 2026

Deesa: ડીસાના લોરવાડાના તળાવમાં માછલીના મોત, તપાસની માંગ

ડીસા તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી જળાશયોમાં જળચર જીવોના મોતના મામલે ભારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. હજી હમણાં જ તાલુકાના જૂના નેસડા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતોની ઘટના શાંત પડી નહોતી, ત્યાં વધુ એક લોરવાડા ગામમાંથી આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોરવાડા ગામે આવેલા અબાણું તળાવમાં અચાનક જ કોઈ અજ્ઞાત કારણોસર સેંકડો માછલીઓ ટપોટપ મરી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓનો મોટો ઢગલો જમા થયેલો જોવા મળ્યો હતો. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં અને જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. તાલુકાના બે મોટા તળાવોમાં ટૂંકા ગાળામાં બનેલી આ સતત બીજી ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. શું તળાવના પાણીમાં કોઈ ઝેરી કેમિકલ ભળ્યું છે, કે પછી ભયંકર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે આ હોનારત સર્જાઈ છે? તે રહસ્ય હજુ અકબંધ છે. સ્થાનિક રહીશો અને જીવદયાપ્રેમીઓએ તંત્ર સમક્ષ આક્રોશ ઠાલવતા માંગ કરી છે કે, આ માછલીઓના આકસ્મિક મોત પાછળના ચોક્કસ કારણો શોધવા માટે પાણીના સેમ્પલ લઈ ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહીછે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નાળાના નવીનીકરણની કામગીરીને લઈ રહેણાંક વિસ્તાર માટે જોખમ
calendar_today May 30, 2026

નાળાના નવીનીકરણની કામગીરીને લઈ રહેણાંક વિસ્તાર માટે જોખમ

ચોમાસું માથે છે ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જે આગામી દિવસોમાં સ્થાનિક રહીશો માટે મોટી મુસીબત નોતરી શકે એમ છે. દીવા રોડ પર આવેલ મારૂતિ બંગ્લોઝ સોસાયટી પાસેથી પસાર થતા જર્જરીત નાળાને તોડીને નવું નાળુ બનાવવાની કામગીરી કેન્દ્ર સરકારના દાંડી માર્ગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે, આ કામગીરી દરમિયાન કરાયેલું આયોજન સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યું છે. દીવા રોડ સ્થિત નાળાની નીચેથી MS-29 કાંસ પસાર થાય છે. આ કાંસ કોઈ સામાન્ય વહેણ નથી, પરંતુ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારો, સોસાયટીઓ તેમજ જીઆઈડીસી વિસ્તારના સૂએઝ અને ગંદા પાણીના નિકાલ માટેની મુખ્ય લાઈન કહી શકાય છે. નાળાની કામગીરી ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં આ કાંસના પાણીને ડાયવર્ટ કરાયું છે. પરંતુ આ ડાયવર્ઝન માટે તંત્ર દ્વારા અત્યંત નાની સાઈઝની પાઈપ મૂકવામાં આવી છે. કાંસમાં પાણીનો ભરાવો અત્યારથી જ વધારે છે, અને ડાયવર્ઝન પાઈપની ક્ષમતા ખૂબ જ ઓછી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસામાં વરસાદી પાણીનો પ્રવાહ વધશે, ત્યારે આ નાની પાઈપ લાઈન પાણીના ધોધને ઝીલી શકશે નહીં. પરિણામે જો આ કાંસ ઓવરફ્લો થાય, તો મારૂતિ બંગ્લોઝ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ગંદુ પાણી ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેમાં મિલકતોને નુકસાન સાથે રોગચાળો ફટી નીકળવાની પણ સંભાવના છે. તેમજ આ રોડ પરની શાળાઓના વિદ્યાર્થી, વાલી અને ગ્રામજનોને કપરી સ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward