ઘરેલું ગેસ સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ, છુટક વેચાણનો પર્દાફાશ
અંકલેશ્વર શહેરના જીઇબી રોડ વિસ્તારમાં આવેલ મોતાલા કંપાઉન્ડમાં રાંધણ ગેસની બોટલોનો ગેરકાયદે સંગ્રહ કરી છુટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકાન નંબર 3,4 અને 5માં દરોડા પાડી મોટી સંખ્યામાં ગેસ બોટલો કબજે કરી હતી.પોલીસને મળેલી માહિતી મુજબ, રહેણાંક મકાનોમાં ગેસ બોટલોનો જથ્થો ભેગો કરી ચોરીછૂપીથી વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મકાન નંબર 3માં રહેતા નીલાબેન રમેશ ચોક્સીના ઘરમાંથી બે ભરેલા અને બે ખાલી મળી કુલ ચાર ગેસ બોટલોનો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂા.8 હજાર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત મકાન નંબર 4માં રહેતા અનિલાબેન દિનેશ મોદીના ઘરમાંથી બે ભરેલા અને પાંચ ખાલી મળી કુલ સાત ગેસ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂા.12,500 હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મકાન નંબર 5માં રહેતા રમણ વિઠ્ઠલ પટેલના ઘરમાંથી પાંચ ભરેલા અને બે ખાલી મળી કુલ સાત ગેસ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે રૂા.15,500 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મકાનોમાંથી કુલ 18 ગેસ બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેસ બોટલોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કેટલા સમયથી ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું તે દિશામાંપણ પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward