android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આજથી વરસાદની આગાહી, મોતને આમંત્રણ આપતાં VMCનાં ખાડાઓ
calendar_today May 30, 2026

આજથી વરસાદની આગાહી, મોતને આમંત્રણ આપતાં VMCનાં ખાડાઓ

શહેરમાં એક સાથે ઠેરઠેર ખોદકામો કરીને કોર્પોરેશને પહેલાથી જ બુદ્ધીનુ પ્રદર્શન કર્યુ હતુ. એવામાં મ્યુનિ.કમિશનર અરૂણ મહેશ બાબુએ તા.31મી મે પહેલા આ કામો પૂર્ણ કરી દેવાની આપેલી સૂચનાઓને જાણે અધિકારીઓ ઘોળીને પી ગયા છે. જેથી આવતીકાલે ડેડલાઈન પૂર્ણ થઈ રહી છે, પરંતુ શહેરમાં ઠેરઠેર ખોદેલા ખાડાઓ હજૂ યથાવત છે. આવતીકાલથી 50-60 કિ.મી.ની ઝડપે વાવાઝોડા-વીજ કડાકા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે કોર્પોરેશનના ખાડાઓ મોતને ખુલ્લુ આમંત્રણ આપશે.પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનો, વરસાદી ગટરો વિગેરે કામો તો કોર્પોરેશનના રૂટિન કામો છે, પરંતુ કોણ જાણે કેમ કોર્પોરેશનના તંત્રને એક સામટા કામો હાથ પર લેવાની બુદ્ધી સુઝી અને ઠેરઠેર ખોદકામો કરી નાખ્યા. શહેરનો કોઈ એવો રોડ બાકી રાખ્યો ન હતો કે જ્યાં કોઈને કોઈ કારણસર ખોદી નાખ્યુ ન હોય. આ ખોદકામોને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરાતા પબ્લિક મહિનાઓથી પરેશાન હતી, પરંતુ હવે તેમની પરેશાની વધશે તેવુ લાગી રહ્યું છે. દર અઠવાડીયે મ્યુનિ.કમિશનર અરૂણ મહેશ બાબુ રીવ્યુ બેઠક લે છે અને કયુ કામ કેટલે સુધી પહોંચ્યું ? તે સતત પૂછે છે તેમજ તા.31મી મે પહેલા આ બધા જ કામો પૂર્ણ કરી દેવાની તેમણે સૂચનાઓ પણ આપી હતી. તેમ છતાં કોર્પોરેશનના વિવિધ વિભાગો, ઝોન, વોર્ડના અધિકારીઓ જાણે શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ કમિશનરની સૂચનાઓને ઘોળીને પી ગયા હતાં. કમિશનરે તો નવા કામો હાથ નહીં ધરવાની પણ સૂચનાઓ આપી હતી, તેમ છતાં કોઈને કોઈ ઠેકાણે નવુ ખોદકામ કરી જ રહ્યાં છે. આવતીકાલે તા.31મી મે છે અને કમિશનરે આપેલી ડેડલાઈન પૂર્ણ થઈ રહી છે, તેમ છતાં પણ હજૂ મોટાભાગની જગ્યાઓ પર કામો પૂર્ણ થયા નથી અને ખાડાઓ રસ્તાઓ પર અડગ છે. કામો પૂર્ણ નહીં થતા ખાડાઓ જૈસે થે પરિસ્થિતિમાં છે. હવે જ્યારે હવામાન વિભાગે આવતીકાલ તા.31મી મે થી જ 50 થી 60 કિ.મી.ની ઝડપે વાવાઝોડા અને વીજ કડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરી દીધેલી છે. ત્યારે આટલી ઝડપે વાવાઝોડુ ફૂંકાશે તો કોર્પોરેશને ખોદેલા ખાડાઓની આસપાસમાં જે માટીના ઢગલાઓ કરાયા છે, તે માટી રસ્તાઓ પર ઉડશે અને રહેણાંક વિસ્તારના લોકો તેમજ વેપારીઓની મિલકતોમાં ધૂળ ઘૂસી જશે. તેમજ વાહનચાલકોએ સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડશે. એટલુ જ નહીં, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જો આવતીકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો તો આ માટીના ઢગલાના કારણે રોડ પર ઠેરઠેર કાદવ- કીટચનુ સામ્રાજ્ય સર્જાશે. તેમજ ખોદી નાખેલા ખાડાઓ મોતને ખુલ્લુ આમંત્રણ આપશે. કમિશનરે બેઠકોમાં સૂચનાઓ આપી હોવા છતાં પણ સંબંધીત અધિકારીઓના પેટનુ પાણી હલ્યુ નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે ડેડલાઈન આપવા છતાં પણ ખાડાઓ યથાવત છે. ત્યારે પહેલા ટ્રાફિક ડાયવર્ઝનથી હેરાન થતી પબ્લિકે હજૂ ઘણુ બધુ સહન કરવાનો વારો આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નવનિયુક્ત પ્રમુખ - ઉપ પ્રમુખે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પદભાર સંભાળ્યો
calendar_today May 30, 2026

નવનિયુક્ત પ્રમુખ - ઉપ પ્રમુખે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પદભાર સંભાળ્યો

જંબુસર તાલુકા પંચાયતના નવ નીયુક્ત પ્રમુખ તરીકે કિરણબેન સંજયસિંહ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે પ્રકાશ જસવંત પઢીયારે શુક્રવારે સવારે 11 કલાકે શાસ્ત્ર્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કરી સત્યનારાયણની કથા સાથે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી,કંબોઈ સ્તંભેશ્વર તીર્થના વિદ્યાનંદજી મહારાજ,ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડ , જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ,જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઇ રોહિત, એપીએમસી વાઈસ ચેરમેન કિરણભાઈ પટેલ,જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ પ્રતાપ ભાઈ, દંડક પ્રદીપસિંહ પરમાર, પક્ષના નેતા કલ્પેશભાઈ ગોહિલ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સિંગવડ, સંજેલી અને લીમખેડા તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો
calendar_today May 30, 2026

સિંગવડ, સંજેલી અને લીમખેડા તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો

સિંગવડ, સંજેલી અને લીમખેડા તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ત્રણ તાલુકાના 5570 ખેડૂતોને બિયારણ ની કીટ તેમજ ખાતરનું વિતરણ કરાયું હતું. કૃષિ મહોત્સવમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક ખેડૂતના ઘર સુધી ખાતર, બિયારણ અને કૃષિ સહાય પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમમાં સાંસદ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward