android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સાગબારા તા.ના રણબુડા (બોરીમાલ) ગામે ટ્રાફ્કિ અવરનેસ કાર્યક્રમ યોજાયો
calendar_today May 30, 2026

સાગબારા તા.ના રણબુડા (બોરીમાલ) ગામે ટ્રાફ્કિ અવરનેસ કાર્યક્રમ યોજાયો

સેલંબા : સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામે પોલીસ અને ગ્રામજનોના સહયોગથી ટ્રાફ્કિ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. હાલ વિસ્તારમાં રોડ અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ગ્રામજનો અને યુવાનોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. લટા દ્વારા ગ્રામજનોને ટ્રાફ્કિના નિયમો, હેલ્મેટ પહેરવાની આવશ્યકતા તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો રાખવાના મુદ્દે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં PSI જે.એમ. લટા, સાગબારા પોલીસ સ્ટાફ્, અમિયાર ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ આત્મારામ વસાવા, જાગૃત યુવા હરેશ વસાવા, દિનેશ વસાવા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બોરભાઠા ગ્રામ પંચાયત કૉમ્યુનિટી હોલ ખાતે સમર કૅમ્પ યોજાયો
calendar_today May 30, 2026

બોરભાઠા ગ્રામ પંચાયત કૉમ્યુનિટી હોલ ખાતે સમર કૅમ્પ યોજાયો

અંકલેશ્વરઃ વિદ્યાર્થીઓ તથા કિશોરોમાં એકાગ્રતા, માનસિક શાંતિ તથા માનવીય ગુણોની ખીલવણી હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા 15 દિવસીય સમર કેમ્પનું આયોજન બોરભાઠા ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે કરાયું હતું. સમર કેમ્પના સમાપન પર્વ નિમિત્તે ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, વિમલ પાઠક, ઇનર વ્હીલ ક્લબ ઓફ્ અંકલેશ્વરના પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર અંજુ કાલરા દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા નાસ્તાનું વિતરણ કરાયું હતું. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ તથા રમતો રમાડી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શ્રી સદગુરુ કબીર પ્રાગટય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
calendar_today May 30, 2026

શ્રી સદગુરુ કબીર પ્રાગટય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ઝાડેશ્વર: મંગલેશ્વર (કબીરવડ) સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રામ ખાતે એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટય મહોત્સવ પૂ.મહંતશ્રી 108 ગુરૂચરણદાસજી ગુરૂશ્રી રામકિશોરદાસજી સાહેબના પાવન સાનિધ્યમાં સદગુરુ કબીર પ્રાગટય મહોત્સવ યોજાયો હતો. આ એક દિવસીય મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભજન અને સંધ્યાપાઠ યોજાયો હતો. તેમજ શનિવારે આ કબીરવડ મઢીઘાટથી નીકળી કબીર આશ્રામ મંગલેશ્વર શોભાયાત્રા ખાતે પહોંચી હતી. આ સાથે વિશેષ સાત્વિક આનંદ ચૌકા આરતી અને મહાપ્રસાદી યોજાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward