android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં મંગલેશ્વરના શિક્ષકનું સન્માન કરાયું
calendar_today May 30, 2026

રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં મંગલેશ્વરના શિક્ષકનું સન્માન કરાયું

અંકલેશ્વરઃ મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના અહિલ્યા પરિસર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરના 18 રાજ્યોના 120 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અલગ અલગ સત્રોમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પ્રા. શાળા મંગલેશ્વરમાં ફરજ બતાવતા પટેલ મહેશકુમાર લક્ષ્મણભાઈએ આ રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો, અને તેમની પ્રશંસનીય કામગીરી બદલ ફાઉન્ડેશને રાષ્ટ્રીય પરિષદ પ્રમાણપત્ર અને શ્રોષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સંજેલીમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક
calendar_today May 30, 2026

સંજેલીમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ અગનગોળા વરસી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફરાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ દરમિયાન આજે વહેલી સવારથી જ કુદરતે મિજાજ બદલ્યો હતો અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સંજેલી પંથકના સંજેલી, કોટા, થાડા અને ચામરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આજે સવારના સમયે જ આખું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સૂર્યનારાયણ વાદળોની ઓથમાં છુપાઈ ગયા હતા. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનના સુસવાટાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. જોકે એકાદ બે કલાક પછી વાદળો વિખેરાઈ જતાં ગરમી પુનઃ શરૂ થઈ ગઈ હતી. જિલ્લામાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને સંજેલી તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સંજેલી ટાઉન ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ગણાતા કોટા, થાડા અને ચામરીયા સહિતના આસપાસના પંથકમાં વરસાદી ઝાપટાં પડયા હતા. વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતાં જ ખુશનુમા અને આહલાદક માહોલ સર્જાયો હતો. જિલ્લામાં ઝાલોદ લીંબડી ફ્તેપુરા અને દાહોદમાં હળવો વરસાદ પડયો હતો. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરોની બહાર નીકળવાનું ટાળતા હતા. પરંતુ આજના વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે કલાક બે કલાક પછી આકાશમાંથી વાદળો વિખેરાઈ જતાં પુનઃ ગરમી શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
છાસિયું તળાવ કોરું ધાકોર, ડુંગર પરના તળાવ ઊંડા કરવા માગ
calendar_today May 30, 2026

છાસિયું તળાવ કોરું ધાકોર, ડુંગર પરના તળાવ ઊંડા કરવા માગ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તેમજ શક્તિપીઠના ડુંગર ના રોપ વે અપર સ્ટેશન ખાતે આવેલ છાસિયુ તળાવ પાણી વિના ખાલી ખમ છે.જેના કારણે તળાવ પાણી વિના કોરા રહેતા જળ સ્તર નીચે જતા ડુંગર પરના કુવાઓ માં પાણીનો જથ્થો રહેતો નથી ત્યારે હાલમાં ચાલી રહેલા વિકાસના કામોની સાથે સાથે તેમજ સરકાર ની તળાવો ઉંડા કરવાની સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત ડુંગર પરના તળાવો ઊંડા કરવા માંગ ઉઠી છે.પાવાગઢ ના ડુંગર પર આવેલ રોપ વે અપર સ્ટેશનની બાજુમાં આવેલ ઐતિહાસિક છાસિયા તળાવ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર બિલકુલ કોરું થઈ ગયું છે. જે તળાવમાં એપ્રિલ માસની શરૂઆતમાં પાણી નો જથ્થો સામાન્ય છે. હાલમાં પાવાગઢ ખાતે કરોડના ખર્ચે વિકાસના કાર્યો પૂર્ણ થવા જઈ રહ્યા છે. જે અભિનંદનને પાત્ર છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ પાવાગઢ ડુંગર પરના તળાવો નુ પણ બ્યુટીફ્કિેશન કરવામાં હોવાનું જાણવા મળે છે. પરંતુ સ્થાનિકો જણાવ્યાનુસાર આ તળાવોમાં દર ઉનાળામાં પાણી સુકાઈ જવાનું પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જોકે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. કે સરકાર દ્વારા સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો પાવાગઢ ડુંગર પરના તળાવ ઊંડા કરવા માં આવે તો આવનારા સમયમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેવી શક્યતાઓ છે. અને ઉનાળામાં પણ આ તળાવમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં રહી શકે તેમ છે. જોકે કમનસીબે તળાવો ઉંડા કરવાની કામગીરીમાંથી પાવાગઢ ડુંગર પર ના તળાવો વર્ષોથી ઊંડા કેમ કરવામાં આવતા નથી તેમ જ તેમાં પાણીના જથ્થાનો વધુ સંગ્રહ થાય તેવા પ્રયાસો કેમ હાથ ધરવામાં આવતા નથી જેવા અનેક પ્રશ્નો યાત્રાળુઓમાં ઉઠી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward