android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પંચામૃત ડેરી દ્વારા દૂઘના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂા.10નો વઘારો
calendar_today May 30, 2026

પંચામૃત ડેરી દ્વારા દૂઘના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂા.10નો વઘારો

પંચમહાલ, દાહોદ અને મહિસાગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરી દ્વારા પશુપાલકો દ્વારા ભરવામાં આવતાં દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો વધારો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અગાઉ પ્રતિકિલો ફેટે રૂા.865 અપાતા હતાં, જે તા.1 જુનથી પ્રતિકિલો ફેટે રૂા.875 ચુકવવાનો નિર્ણય લેવાયો છે.પંચમહાલ, દાહોદ અને મહિસાગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરી વિકાસના પંથે સતત અગ્રેસર થઈ રહી છે. પંચામૃત ડેરીએ ઉનાળાની પરિસ્થિતિને ઘ્યાને લઈ દૂઘ સંઘના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પંચમહાલ, દાહોદ અને મહિસાગર એમ ત્રણેય જીલ્લાનાં અઢી લાખ જેટલા દૂધ ઉત્પાદકોના જીવન ઘોરણમાં સુઘારો થાય એ હેતુસર વર્ષ 2026માં બીજી વાર પશુપાલકોના દૂધ ખરીદ ભાવમાં વધારો કર્યો છે. આગામી તા.1 જૂનથી પશુપાલકો દ્વારા પંચમહાલ ડેરીમાં ભરવામાં આવતા દૂધનો કિલો ફેટનો ભાવ રૂા.865 હતો, તેમાં રૂા.10નો વધારો કરી પ્રતિ કિલો ફેટના રૂા.875 કરવાની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ ડેરીના નિર્ણયને લઈ પશુપાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સતત બીજા વર્ષે સ્થાનિકો દ્વારા હાથણી માતા નદીની પરિક્રમા યોજાઈ
calendar_today May 30, 2026

સતત બીજા વર્ષે સ્થાનિકો દ્વારા હાથણી માતા નદીની પરિક્રમા યોજાઈ

ઘોઘંબા તાલુકાના સરસવાથી પસાર થતી હાથણી માતા નદીની સતત બીજા વર્ષે 14 કિ.મી. લાંબી પરિક્રમા યોજાઈ હતી. હાથણી નદીને પુનર્જીવિત કરવાની નેમ સાથે હાથણી માતા પરિસર સમિતિ દ્વારા આ પરિક્રમાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ ધોધ હાથણી માતા ખાતે હાથણી માતા નદીની પરિક્રમા યોજાઈ હતી. હાથણી નદીને પુનર્જીવિત કરવાના સંકલ્પ સાથે હાથણી માતા પરિસર સમિતિ આયોજીત 14 કિ.મી લાંબી પરિક્રમાનો હાથણી માતાજીની આરતી બાદ પ્રારંભ કરાયો હતો. સ્થાનિકોના મતે હાથણી નદી ચોમાસા બાદ સૂકી ભઠ્ઠ થઈ જતાં ભૂગર્ભ જળસ્તર નીચા જતાં પાણીની ભારે તકલીફ્નો સામનો કરવો પડે છે જેથી માત્ર ચોમાસાની ખેતી પર જ નિર્ભર રહેવું પડે છે. દર વર્ષે ચોમાસામાં હાથણી ધોધ જીવંત થતાં જ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, જેનો આંનદ માણવા ગુજરાત અને પાડોશી રાજ્યોમાંથી હજારો સહેલાણીઓ અહીં આવે છે. દરમિયાન સ્થાનિકોને પણ રોજગારી મળી રહે છે. પરંતુ ચોમાસા બાદ નદીમાં પાણીનું વહેણ બંધ થતાં જ ધોધ બંધ થઈ જાય છે. સ્થાનિકો દ્વારા હાથણી ધોધને સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, નદીમાં ચેકડેમ બાંધવાની માંગણી છે. સરસવા સરપંચ વિજયભાઈ રાઠવા, પ્રવીણ ભાઈ રાઠવા અને આગેવાનો દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ ના થાય અને નદી જ્યાં સુધી પુનર્જીવિત ના થાય ત્યાં સુધી પરિક્રમા સંકલ્પ અવિરત રાખવા જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રેલવે લાઈનના નીચેના ગરનાળાને કારણે ટ્રાફિકની વકરેલી સમસ્યા
calendar_today May 30, 2026

રેલવે લાઈનના નીચેના ગરનાળાને કારણે ટ્રાફિકની વકરેલી સમસ્યા

લીમખેડા નગરના મધ્યમાંથી પસાર થતી દિલ્હી - મુંબઈ રેલવે લાઈન નીચે ગરનાળાથી ટ્રાફ્કિ જામની ગંભીર સમસ્યાથી ત્રાસી ગયેલા નગરજનોને ગ્રામ પંચાયત દ્વારા તેમના દબાણ હટાવી લેવાની મૌખિક સૂચના આપવામાં આવતાં વધુ એક આંચકો મળ્યો છે.લીમખેડા નગરની ટ્રાફ્કિની ગંભીર સમસ્યા માત્ર સાંકડા ગરનાળાના કારણે છે, જો રેલવે ગરનાળુ પહોળુ કરાયો ટ્રાફ્કિની ગંભીર સમસ્યાનો ત્વરિત નિકાલ આવે તેમ છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા ગરનાળુ પહોળુ કરવાના બદલે સાંકડું કરી દેવાયું છે અને તેમાંય પડતાં પર પાટુંની જેમ તંત્ર દ્વારા હવે દબાણ હટાવી લેવા ગ્રામપંચાયતને સુચના અપાતા, પંચાયત સત્તાધીશોએ પોલીસ બંદોબસ્ત સાથે લોકોને તેમના દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી લેવા ઘરે ઘરે જઈ મૌખિક સૂચના આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward