ટ્રકની ટક્કરે બુલેટ ચાલક સૂરેલી સરપંચનું સ્થળ પર મોત
કાલોલ બસ સ્ટેન્ડ સામે આજે બપોરે એક ટ્રક ચાલકે બુલેટને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બુલેટ ચાલક સુરેલીના સરપંચનું કરુણ મોત નિપજ્યું હતું.કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયતના સરપંચ ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ (ઉ.વ 59 ) સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા હોઈ, શનિવારે કંપનીમાં જતાં પહેલાં ઘેરથી પોતાની બુલેટ પર નીકળીને કાલોલ શહેરમાં અંગત કામ પતાવીને કંપનીમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં કાલોલ બસ સ્ટેશન પાસેના હાઈવે પરથી પસાર થતા સમયે ગોધરા તરફ્થી આવતી ટ્રક ચાલકે આગળ ચાલતી સરપંચની બુલેટને ટક્કર મારતાં બુલેટ સહિત સરપંચ રોડ પર પટકાતા શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ ભારતસિંહ ચૌહાણનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ તેમના પરિવારજનો અને સામાજિક તેમજ રાજકીય મિત્રોએ રેફ્રલ હોસ્પિટલ ખાતે દોડી આવીને ભારે શોક વ્યક્ત કર્યો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફ્રલ હોસ્પિટલમાં મોકલી આપીને પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર તેમજ ટ્રક છોડીને ફ્રાર થઈ ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward