android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : SP યુનિવર્સિટીમાં ઉદ્યોગ સાહસિક્તા કાર્યક્રમ યોજાયો
calendar_today October 16, 2026

Vallabh vidyanagar : SP યુનિવર્સિટીમાં ઉદ્યોગ સાહસિક્તા કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કાર્યક્રમ એસપીયુ-એસએસઆઇપી-નવધારા તથા સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ એસપીએસઇસી દ્વારા નિર્માણ-2026 યુવાનોને આત્મનિર્ભર ભારત તરફ સશક્ત બનાવવાની દિશામાં હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.નિરંજન પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ 2026 હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને મહાવિદ્યાલયોના 600 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવાની માહિતી, વિચારને નવીનતામાં નવીનતાને પ્રયોગમાં અને પ્રયોગને સફળ સાહસમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય તે અંગે વ્યવહારૂ દિશા આપવામાં આવી હતી. આ પ્રસંગે કુલપતિએ યુનિવર્સિટીમાં વિકસતા નવીનતા અને સ્ટાર્ટઅપ પર્યાવરણનો લાભ લઇ વિદ્યાર્થીઓને પોતાના વિચારોને સાકાર કરવા અને સમાજની વાસ્તવિક સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપવા આહવાહન કર્યુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Balasinor : બાલાસિનોર શહેરમાં શેરી ગરબાની પરંપરા યથાવત
calendar_today October 16, 2026

Balasinor : બાલાસિનોર શહેરમાં શેરી ગરબાની પરંપરા યથાવત

બાલાસિનોર નગરના શ્રી સમરી માતાજી, પટેલવાડા કાલિકા માતા અને પાંચ હાટડીયા હનુમાનજી મંદિર પાસે આજે પણ ગુજરાતની મૂળ ઓળખ સમાન સદીઓ જૂની શેરી ગરબાની સંસ્કૃતિ અકબંધ જોવા મળી રહી છે. નવાબી નગરી તરીકે ઓળખાતા બાલાસિનોરમાં સમરી માતાજીના મંદિરે, પટેલવાડા વિસ્તારના કાલિકા માતા મંદિરે અને પાંચ હાટડીયા વિસ્તારમાં હનુમાનજી મંદિરે સ્થાનિક મંડળો દ્વારા પેઢીઓથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ રહી છે. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા મુજબ, બાપ-દાદાના સમયથી અનેક પેઢીઓથી અહીં માતાજીના ચોકમાં શેરી ગરબા રમવાની પ્રથા અવિરત ચાલી આવે છે. ?નગરના આ વિવિધ સ્થળોએ માતાજીના પાવન સાનિધ્યમાં સર્વ સમાજના પરિવારો એકત્ર થઈને માતાજીની આરાધના, આરતી અને વિધિવત પૂજન-અર્ચન કરે છે. પરંપરાગત સૂર અને તાલે માતાજીના પ્રાચીન છંદ, ગરબા અને ભક્તિમય સંગીતના ગૂંજતા નાદ સાથે શેરીમાં નાના-મોટા સૌ કોઈ હર્ષોલ્લાસપૂર્વક ગરબે ઘૂમીને ભક્તિમાં લીન બને છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : કપડવંજમાં તોતિંગ વૃક્ષ ટ્રક ઉપર તૂટી પડતાં દોડધામ
calendar_today October 16, 2026

Nadiad : કપડવંજમાં તોતિંગ વૃક્ષ ટ્રક ઉપર તૂટી પડતાં દોડધામ

કપડવંજ શહેરના નગી દરવાડા પાસે મધરાત્રે અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ રોડ પર દોડતી ટ્રક ઉપર પડયું હતું. સદનસીબે ટ્રકના ચાલકને જનહાની થઇ નથી. આ વૃક્ષને લઇને મુખ્યરોડ એક કલાક ઉપરાંત બંધ રહ્યો હતો. જેથી વાહન વ્યવહાર પર અસર પડી હતી. કપડવંજ શહેરના નદી દરવાજા રોડ પર વૃક્ષોની હારમાળા આવેલી છે. આ વૃક્ષોનું સમયાંતરે રોડ પર નમી ગયેલા ડાખીઓનું કટીંગ કરવા આવ્યુ ન હતુ.આ રોડ પર થી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં એક ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે નદી દરવાજા પાસે આ ટ્રક પર અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ પડતાની સાથે જ આ રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ , ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષ પડવાથી ટ્રક ચાલકનો આબાજ બચાવ થયો હતો. રોડ પરપડેલા વૃક્ષોની ડાળી સહિત કટીંગ કર્યા બાદ વહેલી સવારે રાબેતા મુજહ રોડ કાર્યરત થઇ ગયો હતો. તંત્ર દ્વારા આ રોડ પરના જોખમી વૃક્ષોને દૂર કરવામાં આવે તેવી માગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward